Abtak Media Google News

બજેટ સત્રનું પ્રથમ ચરણ ૨૯ જાન્યુઆરીથી ૧૫ ફેબ્રુઆરી તેમજ દ્વિતીય સત્ર ૮ માર્ચથી ૮ એપ્રિલ સુધી રહેશે

કેન્દ્રીય બજેટ માટે કાઉન્ટડાઉન શરૂ થઇ ચૂકયું છે આજે નાણા મંત્રી નિર્મલા સીતારામને હલવા સેરેમનીમાં હાજરી આપી બજેટની પ્રક્રિયાનો શુભારંભ કરાવ્યો છે.

આ કાર્યક્રમમાં નાણાપ્રધાન નિર્મલા સીતારમણ, નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુર, ફાઇનાન્સ સેક્રેટરી રાજીવ કુમાર સહિત અલગ-અલગ ડિપાર્ટમેન્ટના સચિવ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ બાદ નાણા મંત્રાલયના લગભગ ૧૦૦ અધિકારીઓ નોર્થ બ્લોકમાં બંધ થઈ જાય છે અને તેમનું સંપર્ક દુનિયાથી સંપૂર્ણ રીતે તૂટી જાય છે. ૧ ફેબ્રુઆરીએ  નાણામંત્રી સંસદ પહોંચશે અને બજેટ રજૂ કરશે.

આ સેરેમની હેઠળ બજેટ રજૂ કરવાના અમુક દિવસ પહેલા નોર્થ બ્લોકમાં નાણા મંત્રાલયના ઓફિસમાં એક મોટી કઢાઈમાં હલવો બનાવવામાં આવે છે. આ પરંપરા ઘણા સમયથી ચાલી આવી રહી છે. હલવાને ઘણો શુભ માનવામાં આવે છે અને શુભ કામની શરૂઆત પણ મીઠાશથી કરવામાં આવે છે. આ જ વિચાર સાથે આ પ્રથાની શરૂઆત કરવામાં આવી હતી. આવી જ રીતે લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો ગળ્યો લાગે રે ફટાણામાં પણ કંસારના ગળપણ ઉપરથી સંસાર કેવો જશે તેનો અંદાજ લગાવવામાં આવે છે.

ચાલુ વર્ષે બજેટને છપવામાં આવશે નહીં, ઉપરાંત આર્થિક સર્વે પણ પેપેરલેસ રહેશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાના કહ્યા મુજબ બજેટનો પ્રથમ ભાગ આગામી તા. ૨૯ના રોજ રજૂ થશે. જે તા. ૧૫ ફેબ્રુઆરી સુધી ચાલશે. ૮મી માર્ચના રોજ બીજો ભાગ શરૂ થશે અને ૮એપ્રિલ સુધી ચાલશે.

ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા તરલતા નાણાકીય ખાધ રાજકોષીય ખાધ સહિતના મુદ્દે તબક્કાવાર પગલાં લેવાયા હતા બજેટમાં આવક-જાવકને સરભર કરવા માટે ક્રૂડ રિઝર્વનો ઉપયોગ કર્યો હતો.

સામાન્ય બજેટ સિવાય પણ ઘણા બજેટ છે

વચગાળાના બજેટ

વચગાળાનું બજેટ આર્ટિકલ ૧૧૬ હેઠળ રજૂ કરવામાં આવે છે.આમાં સરકાર કોઈ નવો ટેક્સ લાદતી નથી. બજેટમાં સરકાર થોડા મહિનાનો ખર્ચ ચલાવવાની  માટે નાણાની માંગ સંસદમાં રજુ કરે છે. આ બજેટમાં સરકાર કોઈ નીતિગત નિર્ણય લેતી નથી. ભારતીય બંધારણમાં વચગાળાના બજેટનો કોઈ ઉલ્લેખ નથી. આઝાદ ભારતમાં પહેલીવાર, વચગાળાના બજેટને મોરારજી દેસાઇ સમક્ષ ૧૯૬૨-૬૩માં સરકાર સમક્ષ મુકવામાં આવ્યું હતું. એ જ રીતે ૧૯૯૧ માં વી.પી.સિંઘની સરકારના પતન પછી, યશવંત સિંહાએ વચગાળાનું બજેટ રજૂ કર્યું.

હલવા સેરેમનીમાં શુ હોય છે?

હલવા સેરેમની બજેટ દસ્તાવેજોના છાપકામની શરૂઆતના પહેલાં ઘણા લાંબા સમયથી ઉજવવામાં આવે છે. આ પરંપરામાં એક મોટી કઢાઇમાં હલવો તૈયાર કરવામાં આવે છે. આ હલવાને બધા કર્મચરીઓને વહેંચવામાં આવે છે. હલવો વહેંચ્યા પછી નાણા મંત્રાલયના મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓને મંત્રાલયમાં જ દુનિયાથી અલગ રહેવાનું હોય છે. આ તે કર્મચારી હોય છે જે પ્રત્યક્ષ રીતે બજેટ બનાવવાથી માંડીને તેના પ્રિંટિંગની પ્રક્રિયા સાથે જોડાયેલા હોય છે.

શૂન્ય આધારિત બજેટ

શુન્ય-આધારિત બજેટ (ઝેડબીબી) એ બજેટ બનાવવાની એક પદ્ધતિ છે. આ હેઠળ, બધી વસ્તુઓ સંપૂર્ણપણે નવી રીતે વિચાર કરવામાં આવે છે. આ અંતર્ગત, ન તો જુના ખર્ચની ગણતરી કરવામાં આવે છે અને ન તો પાછલા વર્ષના ખર્ચનો ઉપયોગ ભવિષ્ય માટે થાય છે. સામાન્ય રીતે આ બજેટ ત્યારે રજૂ કરવામાં આવે છે જ્યારે દેશના બજેટમાં ખાધ સતત વધી રહી છે અને તેને નિયંત્રિત કરવું જરૂરી છે. આ બજેટ ઘટવા કે વધારવાને બદલે તે ખર્ચ કરવો કે નહીં તે નક્કી છે.

કામગીરી બજેટ

પરફોર્મન્સ બજેટને વર્કલોડ બજેટ પણ કહેવામાં આવે છે. આ અંતર્ગત સરકાર શું કરે છે તે જોવામાં આવે છે? કેટલું કરી રહ્યું છે કિંમત વગેરે રજુ કરવામાં આવે છે. આ બધી બાબતો તેમાં શામેલ છે. આ બજેટ આવક ખર્ચની જગ્યાના પરિણામ પર આધારિત છે. આ બજેટની શરૂઆત યુ.એસ.થી થઈ હતી

સામાન્ય બજેટ

બંધારણની કલમ ૧૧૨ હેઠળ સામાન્ય બજેટ રજૂ કરવામાં આવે છે. આ અંતર્ગત સરકાર સંસદ સમક્ષ તેની વર્ષભરની જવાબદારી રજૂ કરે છે. ભવિષ્ય માટે યોજના વિશે બજેટમાં ઉલ્લેખ કરે છે. જેમાં સરકાર તેની આવક અને ખર્ચનો અંદાજ અને રજુ કરે છે. બજેટ આખા વર્ષ દરમિયાન સરકારની આવક અને ખર્ચનો હિસ્સો ધરાવે છે. જેમાં સરકાર આખા વર્ષના લેખા જોખાને સંસદમાં રજુ કરે છે. લોકસભાના અધ્યક્ષ નક્કિ કરે છે કે શું સરકાર દ્વારા રજૂ કરાયેલું કોઈપણ બિલ ’બજેટ’ છે?. બજેટ શબ્દનો જન્મ લેટિન શબ્દ બુલ્ગા પરથી થયો છે. આનો અર્થ થાય છે ચામડાની થેલી. ભારતનું પ્રથમ બજેટ ૭ એપ્રિલ ૧૮૬૦ ના રોજ બ્રિટીશ સરકારના નાણાં પ્રધાન જેમ્સ વિલ્સન દ્વારા રજૂ કરાયું હતું. આઝાદ ભારતનું પહેલું બજેટ કે ૨૬ નવેમ્બર ૧૯૪૭ ના રોજ ષનમુખમ ચેટ્ટી દ્વારા રજૂ કરાયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.