Abtak Media Google News

WhatsApp હંમેશા પોતાના યુઝર્સને આકર્ષવા માટે અલગ-અલગ ફીચર લાવતું હોય છે. WhatsApp આજે લોકોની ઈનસ્ટંટ મેસેજ કરવાનું ફેવરીટ પ્લેટફોર્મ બની ગયું છે. મેટા-માલિકી ધરાવતી WhatsApp ભારતમાં નવેમ્બર 2020 માં તેની પેમેન્ટ સેવા શરૂ કરી હતી. તે 2021 માં તમામ વપરાશકર્તાઓ માટે રોલઆઉટ કરવામાં આવ્યું હતું. આ ફીચર દ્વારા યુઝર્સ તેમના બેંક એકાઉન્ટને UPI દ્વારા લિંક કરી શકે છે અને ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા પેમેન્ટ કરી શકે છે.WhatsApp પેમેન્ટ્સ બેંક-ટુ-બેંક મની ટ્રાન્સફર કરવા માટે UPI નો ઉપયોગ કરે છે. મેસેજિંગ પ્લેટફોર્મ બેંક ખાતાની માહિતી ઓળખવા માટે વપરાશકર્તાઓના ખાતા સાથે સંકળાયેલા ફોન નંબરનો ઉપયોગ કરે છે.

WhatsApp દ્વારા તમે પૈસા મોકલવા અને પ્રાપ્ત કરવા ઉપરાંત, WhatsApp વપરાશકર્તાઓને તેમના બેંક ખાતાની બેલેન્સ પણ તપાસી શકો છો. પરંતુ શું તમે જાણો છો કે તમે જે પૈસાની WhatsApp  દ્વારા ચુકવણીની કરી છે તેની હિસ્ટ્રી પણ તમે જાણી શકો છો. જો તમે પણ તમારા WhatsApp પર પેમેન્ટ હિસ્ટ્રી જોવા માંગો છો, તો ફોલો કરો નીચે મુજબના સ્ટેપ:

કેવી રીતે ચેક કરશો WhatsApp પેમેન્ટ હિસ્ટ્રી

સ્ટેપ 1- તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર WhatsApp ઓપન કરો.

સ્ટેપ  2- WhatsApp ઓપન કર્યા બાદ ‘MORE’ના ઓપ્શનમાં જાવ

સ્ટેપ 3- અંહી, ‘પેમેન્ટ’ શોધો અને પછી તેમાં ‘પેમેન્ટ હિસ્ટ્રી’ પર ક્લિક કરો

સ્ટેપ 4- અહીં ટેપ કરવાથી એપ દ્વારા કરવામાં આવેલ તમારી પેમેન્ટ હિસ્ટ્રી દેખાશે

iPhone પર WhatsApp પેમેન્ટ હિસ્ટ્રી કેવી રીતે ચેક કરવી?

સ્ટેપ 1- તમારા ઉપકરણ પર WhatsApp ખોલો.

સ્ટેપ 2- સેટિંગ્સ પર ટેપ કરો

સ્ટેપ 3- હવે પેમેન્ટ્સ પર ટેપ કરો

સ્ટેપ 4- આ પછી પેમેન્ટ હિસ્ટ્રી પર ટેપ કરો.

સ્ટેપ 5- પેમેન્ટ હિસ્ટ્રી જોવા માટે See All પર ક્લિક કરો.

હજુ થોડા સમય પહેલા જ WhatsApp પોતાને જ મેસેજ કરવાની સુવિધા, સ્ટેટસમાં ઓડિયો કિલપ રાખવાની સુવિધા વગેરે આપવામાં આવી છે. WhatsApp દ્વારા આપવામાં આવેલી પેમેન્ટ સીસ્ટમ દ્વારા ઓનલાઈન વપરાશકર્તાઓને ઘણો ફાયદો થયો છે જેમાં તેઓ એક જ એપ દ્વારા મલ્ટીટાસ્કીંગ વર્ક કરી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.