શિયાળામાં ખોડાથી મેળવવો છે છુટકારો ?? આ વસ્તુના ઉપયોગથી મળશે અવશ્ય પરિણામ

વાળએ માનવ શરીરનો અભિન્ન અંગ છે. તેને સુંદર બનાવવા માટે લોકો અનેક નુસ્ખાઓ અપનાવતા હોય છે. હાલ શિયાળો ચાલી રહ્યો છે. શિયાળામાં લગભગ બધા જ લોકો ખોડાની સમસ્યાથી પીડાતા હોય છે. ખોડો થવાને કારણે વાળ ખરવા લાગે છે તેમજ શુષ્ક બની જાય છે. વાળના પોષણ-જથ્થા માટે આવશ્યક પોષણનો અભાવ. વાળને વધુ તીવ્ર તાપ, અતિશય ભેજવાળું વાતાવરણ અથવા અતિશય શુષ્ક હવા-ઠંડી હવાનો વારંવાર સામનો કરવો પડતો તો ડેન્ડ્રફની સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા ઇચ્છતા હોય તો આજે અમે તમને તેના ઉપાયો વિશે જણાવીશું

– દસ મિનિટ સુધી મેડિકેડેટ શેમ્પુ લગાવી રાખો ત્યારબાદ વાળ ધોઇ નાખો, જ્યાં સુધી ખોડો ન મટે ત્યાં સુધી અઠવાડિયામાં બે વખત આ પ્રકારનું શેમ્પુ વાપરવું.

– વાળને ડ્રાયર વડે સૂકવવાને બદલે જાતે જ સુકાવા દેવું હિતાવહ છે.

– સુકા ખોડાથી બચવા માટે ૧૦૦ ગ્રામ રોઝમેરી અને ૨૨૫ મિલીગ્રામ બદામના તેલમાં બે અઠવાડિયા સુધી મુકી રાખો. ત્યારબાદ કપડાથી ગાળીને રોઝમેરી કાઢી લો. આ ગાળેલા તેલને બોટલમાં ભરી રાખો જ્યારે પણ વાળ ધોવા હોય ત્યારે ૩૦ મિનિટ સુધી આ તેલથી માલિશ કરીને ત્યારબાદ ધોઇ નાખો.

– વાળને વધુ ચમકદાર બનાવવા માટે શરીરમાં પ્રોટીનનું પ્રમાણ વધારવું તેના માટે તાજા ફળ અને શાકભાજીનું સેવન કરો.

Hair hacks for winter | Lifestyle News,The Indian Express

– જો વાળમાં તૈલિય ખોડો હોય તો લીંબુ અને આદુનો રસ સરખા ભાગે મેળવવો તેનાથી વાળમાં ૩-૪ મિનિટ સુધી માલિશ કરો અને ત્યારબાદ મેડિકેટેડ શેમ્પુથી વાળ ધોઇ લો.

Going bald or facing hair fall? 14 myths about hair growth you shouldn't believe | Health - Hindustan Times

ખાવાનો સોડા

બેકિંગ સોડા ડેન્ડ્રફ માટે સ્ક્રબનું કામ કરે છે. તે ત્વચાના મૃત કોષોને દૂર કરીને ધીમેધીમે એક્સ્ફોલિયેટ કરે છે. બેકિંગ સોડા સીધા ભીના વાળમાં લગાવવાનો પ્રયાસ કરો અને તેને તમારા માથાની ચામડીમાં મસાજ કરો. તેને એક કે બે મિનિટ માટે રહેવા દો, પછી તમારા વાળને ધોઈ લોઆમ કરવાથી વાળમાં ખોડો રહેશે નહીં અને વાળને લગતી દરેક સમસ્યા દૂર થઇ જશે.

નોંધ: કોઈ પણ નુસ્ખા અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી