Abtak Media Google News

હાલ લોકડાઉનનો સમય ચાલે છે ત્યારે બેંગલુરુનાં બનેચ્ધરા બાયોલોજીકલ પાર્કે બે હજારમાં કોબ્રા અને પોણા બે લાખમાં હાથી દત્તક લેવાની યોજના બનાવી છે. લોકોમાં પર્યાવરણની જાગૃતિ આવે અને વન્ય જીવોનું સંરક્ષણ થાય તે હેતુથી આ યોજના જાહેર કરવામાં આવી છે. હાલ લોકડાઉનનો સમય ચાલે છે એથી લોકો ઘર બહાર નીકળતા નથી એટલે પ્રાણી સંગ્રહાલયની આવક ઘટી ગઈ છે એટલે આવી યોજના બનાવાઈ છે.

પ્રાણી દતક લેવાથી થનારી આવક વન્ય પ્રાણીને ખાવા તથા તેની તંદુરસ્તી રાખવા આરોગ્ય ચકાસણી માટે વાપરવામાં આવશે. દતક લેવા માટે અપાયેલા નાણા આવકવેરાથી કલમ ૮૦ જી હેઠળ કરમુકત છે. કોબ્રા દત્તક લેવા રૂા.૨૦૦૦, અજગર માટે રૂા.૩૫૦૦, જંગલી બિલાડી માટે રૂા.૫૦૦૦, કાળિપાર અને સાબર માટે રૂા.૭૫૦૦ વાર્ષિક દર રખાયો છે. આટલી રકમમાં હવે પ્રવૃતી એક વર્ષ માટે દતક લઈ શકશે. ૨૧ હાથી પણ દતક આપવા માટે રખાયા છે. ઈમુ રૂા.૧૦,૦૦૦, પેલીકન રૂા.૧૫ હજાર, ભારતીય ચિતો અને રીંછ રૂા.૩૫ હજાર, ઝીબ્રા રૂા.૫૦,૦૦૦, હિપોપોટેમસ રૂા.૭૫ હજાર અને બેંગાલ ટાઈગર, જીરાફ રૂા.૧ લાખમાં એક વર્ષ માટે દતક લઈ શકશે. વન્ય જીવો પ્રાણીઓ દતક લેવાની યોજનાથી કોઈ આવક કરવાનો ઈરાદો નથી પણ પર્યાવરણ માટે લોકોમાં જાગૃતિ આવે અને વન્યજીવોની જાળવણી થાય તેવો હેતુ છે તેમ વનાશ્રી બિપીન સિંઘે જણાવ્યું હતું. આ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે દર વર્ષે ૧૫ લાખ મુલાકાતીઓ આવે છે. મધ્ય માર્ચથી મુલાકાતીઓ આવતા બંધ થઈ જતા આ યોજના ઘડાઈ છે. દતક લેનારાઓની સામે પાણી સંગ્રહાલયની મુલાકાત દરમિયાન ભેટ તથા જે-તે પ્રાણીને દતક લેનારાનાં નામે જે-તે પ્રાણીના પિંજરા સમક્ષ મુકવા લાભ અપાશે. લોકડાઉન સમાપ્ત થયા બાદ તુરંત જ સંગ્રહાલય ખુલશે નહીં પણ સમય લાગશે. ટિકિટ પણ ઓનલાઈન જ અપાશે. આ ઉપરાંત સંગ્રહાલય ખુલ્યા બાદ સામાજીક અંતર, સેનેટાઈઝ કરવા વગેરેની કાર્યવાહી ચાલુ જ રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.