Abtak Media Google News

સુંદરતા દરેક વ્યક્તિને ગમતી જ હોય છે.ત્યારે દરેક સ્ત્રી હોય કે પુરુષ પોતે પોતાની રીતે અનેક ઉપાયો ઘરમાં કે બહારની જુદી-જુદી પ્રોડક્ટસ લઈ તેના મોઢાને નિખારવાના રસ્તા શોધતા હોય છે. ત્યારે કોઈપણ એક વ્યક્તિનો પ્રતીભાવ તે લઈને પોતાના જીવનમાં અલગ-અલગ પદ્ધતિથી પોતાના મુખને હોય તેનાથી વધુ સુંદર બનાવવાનો પ્રયાસ કરતાં હોય છે. જોકે દરેક સ્ત્રી કે પુરુષ પોતાનું મોઢું બહારથી આવતા કે સવારે ઊઠાં અનેક વાર એમ આખા દિવસમાં વારંવાર ધોતા હોય છે. ત્યારે  શું તમને ખબર છે કે પોતાનું મોઢું ધોવાની એક સરળ પદ્ધતિ હોય છે. હવે આજથી આ સરળ પદ્ધતિ અપનાવી તમારા મુખને સાફ કરો જેથી આપ વધુ સુંદર દેખશો.

સૌ પ્રથમ દર વખ્તે તમારું મુખ ધોતા પેહલા તમને એ અવશ્ય ખબર હોવી જોઈએ કે ક્યાં પાણીનો ઉપયોગ સ્કીન માટે સારો છે. મુખ્યત્વે રીતે સ્કીનના ડોક્ટરો એવી સલાહ આપતા હોય છે કે હુફાળું ખૂબ સારું છે. તો એ પાણીથી મુખ ધોવું તે ખૂબ સારું છે. તે તમારી સ્કીન માટે ખૂબ સારી છે. પાણીથી મુખ ધોવાથી તેના પર લાગેલા અનેક નાના-મોટા માટી કે રજકણ નીકળી જાય છે.

ત્યારબાદ મુખનેપાણીથી ધોયા બાદ તમારા ચહેરાને જે પણ સાબુ કે ફેશવશ સદતું હોય કે જેનો ઉપયોગ કરતાં હોય તેને તમારા  મુખ પર લગાવી અને હળવા હાથે તેને લગાવી દયો તો તેમાં પણ જો ફ્રૂટથી બનેલા ફેશવોશ કે સાબુનો ઉપયોગ કરો તો તે તમારા ચહેરા પર એંટિઓક્સિડેંટનું કામ કરે છે અને આપના મુખને સુગંધિત તેમજ એકદમ ચોખ્ખુ કરે છે.

આ બન્ને થયા બાદ અંતે દરેકને પોતાનું મુખ ટુવાલ અથવા તો રૂથી પોતાના મુખથી ધીરે-ધીરે  એકદમ સાફ કરવું. સાથે આ થયા બાદ પણ પોતાના મુખને થોડું સુકાયએ બાદ કોઈ ક્રીમ અવશ્ય લગાવું. તે મુખને વધુ સુંદર તેમજ નિખારતું બનાવશે. તો આ રીતથી આજે મુખ ધોવો અને પોતાની ત્વચા અને મુખને ફરી મુલાયમ અને સુંદર બનાવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.