Abtak Media Google News

આપણે બધાના જીવનમાં નાની-મોટી પેટને લગતી સમસ્યાઓ થતી હોય છે. પેટનું ફૂલવું એટલે કે ગેસ એ પાચન સંબંધી એક સામાન્ય સમસ્યા છે, જે થોડા સમય માટે જ રહે છે અને ક્યારેક તે જાતે જ સારી થઈ જાય છે. જો કે જમ્યા પછી પેટમાં ગેસ થવો સ્વાભાવિક છે. પરંતુ જો તે વધુ પડતો થઈ જાય, તો તે પીડાદાયક બની શકે છે. યોગ્ય આહાર દિનચર્યાનું પાલન ન કરવું, સમયસર ન ખાવું, બિનઆરોગ્યપ્રદ વસ્તુઓનું સેવન એ એવા પરિબળો છે જે પેટમાં ગેસને આમંત્રણ આપે છે.

કેટલીક દવાઓની મદદથી આ સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે, પરંતુ જો તમે લાંબા સમય સુધી તેનાથી છુટકારો મેળવવા માંગતા હોવ તો આયુર્વેદથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી. રસોડામાં સરળતાથી ઉપલબ્ધ જડીબુટ્ટીઓ તમને પેટનું ફૂલવું કે ગેસથી છુટકારો અપાવી શકે છે. તો ચાલો જાણીએ જડીબુટ્ટી વિશે:

કોથમરી-

Screenshot 3 7

જેઓ ગેસની સમસ્યાથી પરેશાન છે તેમના માટે કોથમીર એ ઉતમ ઈલાજ છે. કોથમીરના પાંદડા રસોઈમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી વનસ્પતિ છે. ગેસની સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે ધાણા ખુબ જ લાભદાયી સાબિત થાય છે. આ સિવાય પાચનતંત્રને નિયમિત કરવા માટે ધાણાની ચા પણ ખુબ જ લાભદાયી સબીત્ય થાય છે.

જીરું-

Screenshot 4 8

જીરું એક એવો મસાલો છે, જે દરેક ભારતીય રસોડામાં સરળતાથી મળી જાય છે. આયુર્વેદ અનુસાર, જીરું પાચન રસને ઉત્તેજિત કરે છે. એસિડિટી અને અપચો જેવી પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવામાં તે ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

તુલસી-

Screenshot 5 5

આયુર્વેદમાં સદીઓથી તુલસીનો ઉપયોગ પેટની સમસ્યામાં રાહત આપવા માટે કરવામાં આવે છે. જો તમને એસીડીટી જેવો અનુભવ થતો હોય તો ત્રણ-ચાર તુલસીના પાન ધીમે-ધીમે ચાવતા રહો. તેનાથી તમારા પેટને આરામ મળશે. આ સિવાય એક કપ પાણીમા ચાર તુલસીના પાન ઉકાળી લો અને તેમા થોડૂંક મધ મિક્સ કરી લો. તેને થોડાક-થોડાક સમયના અંતરે પીતા રહો તો પણ તમને એસીડીટીની સમસ્યામા રાહત મળશે.

વરીયાળી-

Screenshot 6 5

વરિયાળીનું નિયમિત સેવન કરવાથી પેટ અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. એટલા માટે વરિયાળીને સાકરના સાથે ક્રશ કરી ચૂર્ણ બનાવી લો અને 5 ગ્રામ ચૂર્ણને સુતા સમયે હળવા ગરમ પાણીના સાથે સેવન કરો. જેથી પેટની સમસ્યાથી છુટકારો મળે છે.

ફૂદીનો

Screenshot 7 3

જે લોકોને જમ્યા પછી તરત જ પેટ ફૂલવાની ફરિયાદ હોય તેમણે ફુદીનાનું સેવન કરવું જોઈએ. આ આયુર્વેદિક ઔષધિ પેટમાં અતિશય ગેસની રચનાને નિયંત્રિત કરે છે. તમને જણાવી દઈએ કે પેપરમિન્ટમાં બળતરા વિરોધી અને એન્ટિ-બેક્ટેરિયલ સંયોજનો હોય છે, જે તમને ગેસ્ટ્રાઇટિસના લક્ષણોમાં રાહત આપવામાં મદદ કરી શકે છે.

અહીં જણાવેલ તમામ ઔષધિઓ સારા પરિણામ આપે છે. પરંતુ જો પેટ ફૂલવાની કે ગેસની સમસ્યા હોય તો તેનું સેવન કરવું દરેક માટે ફાયદાકારક નથી. તેથી, અહીં દર્શાવેલ આયુર્વેદિક ઉપચાર કરતાં પહેલાં, તમારા ડૉક્ટરની સલાહ લો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.