ડોકટર યુ  ટુ!!! દવાની કંપનીના‘સેમ્પલીયા’ મોંધા પડી જશે

ફાર્મા કંપની દ્વારા ડોકટરોને આપવામાં આવતા દવાના નમુનાઓ કર મુકત નથી: સુપ્રીમ કોર્ટ

અબતક, નવી દિલ્હી

તબીબી વ્યવસાય એ સેવાના ભાવથી હોય છે. ડોકટરોનો હંમેશા સેવા કલ્યાણનો હેતુ હોય છે. તબીબો એ સારવાર માટે દર્દીની સાથે સેવાકીય ભાવ રાખવો જોઇએ નહિ કે મુખ્ય આર્થિક સપાર્જન જ તબીબી વ્યવસાયમાં આર્થિક ઉપાર્જન હોય છે. પરંતુ મુખ્ય તેનો હેતુ સેવાકીય હોય છે. ડોકટરોને લોકો ભગવાનના સ્થાન પર ગણતા હોય છે.

ફાર્મા કંપનીઓ ડોકટરોને સેમ્પલ આપે છે તે ડોકટરો એ દર્દીને વેંચી શકે છે પરંતુ, તે મેડિકલ પ્રેકટીસ તરીકે ઇન્કમ ટેક્ષની દ્રષ્ટિએ આવકમાં ઉમેરાય જાય છે. સુપ્રિમ કોર્ટની એ બેન્ચના ન્યાયધીશ યુ.યુ. લલીત અને એસ. રવિન્દ્ર ભટ્ટએ દવાની કંપનીના ખર્ચાને રૂ. 4.7 કરોડનો ખર્ચ બતાવી હોસ્પિટલના સોગાદ તરીકે આપ્યાનું બતાવેલ છે. જે ખરેખર ડોકટરો અને તબીબો માટે કરમુકત નથી. કોર્ટના 2012 ના પરિપત્ર મુજબ સી.બી.ડી.ટી. ના ખુલાસા મુજબ મેડિકલ પ્રેકટીશનરને મળેલ દવાના નમુના જે ફાર્મા કંપની તથા હેલ્થ સેકટર અથવા ડિસ્ટ્રીબ્યુટરને માટે ખર્ચ છે. જેમાં તબીબી પ્રેકટીશનરને ઇન્કમ ટેકસની કલમ 37 (1) માં ડિસઅલાઉડ થાય છે અને આવકમાં ઉમેરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટની બેન્ચમાં એડિશનલ સોલિસીટર જનરલ સંજય જૈન કે જે સરકાર વતી ડોકટરોને આપવામાં આવતા દવાના

સેમ્પલોની સોગદોને મેડિકલ કાઉન્સીલ દ્વારા ગુના તરીકે સ્પેસિફિક બંધનકર્તા છે. તેમના કહેવા મુજબ ફાર્મા કંપનીમાં થતી પ્રેકટીસ માટે ગુનાહિત ગણી શકાય નહિ. અને તે દવા કંપનીઓ કરમુકત રીતે લાભ મળી શકતો નથી.

આમ, તબીબો અને ડોકટરોનો મુખ્ય હેતુ પ્રજા કલ્યાણ એટલે કે સેવાકીય હોય છે અને સારવાર હેઠળ તમામ લોકોને માટેનો ભાવ એ મુખ્ય રીતે આર્થિક ઉપાર્જનનો રહેતો નથી. પરંતુ, તબીબોએ સમાજ કલ્યાણના ભાવથી જ કામો કરતા હોય છેે અને ડોકટરો દ્વારા આપવામાં આવતી દવાઓની પાછળનો ભાવાર્થ ડોકટરના આર્થિક ઉપાર્જનનો રહેતો નથી પરંતુ, સાચી રીતે થતી સારવારનો રહે છે.

મેડિકલ પ્રેકટીશન અને દવાના ડિસ્ટ્રીબ્યુટર કે ઉત્પાદક વચ્ચેનો હેતુ આર્થિક ઉપાર્જનનો છે. પરંતુ, ડોકટરો અને તબીબોનો ભાવ સેવાનો હોય છે જેમાં મેડીકટ પ્રેકટીશન જો તે આપવામાં આવેલા દવાના સેમ્પલથી આવક થાય તે ઇન્કમ ટેકસની પ્રોવિઝન પ્રમાણે તેને કરમુકત થતી નથી.