- મનપા સંચાલિત હોસ્પિટલનાં ફોરેન્સિક વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરનું મો*ત
- ડો.રાજેશ પટેલે એસિડ ગટગટાવી લેતા 15 દિવસની સારવાર બાદ મો*ત નીપજયું
- ભૂલથી એસિડ પીધુ કે આત્મ*હત્યા કરી તે અંગે અસમંજસ : પોલીસ તપાસ શરુ
સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલનાં ફોરેન્સિક વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટર રાજેશ પટેલે એસિડ ગટગટાવી લેતા ચકચાર મચી હતી. તેમજ તેઓને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને ICUમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. 15 દિવસની સારવાર બાદ મો*ત નિપજ્યું હતું. જેથી મૃ*તદેહને PM અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફોરેન્સિક PM કરવામાં આવ્યું હતું. જોકે ડોક્ટરે ભૂલમાં એસિડ પીધુ કે આ-ત્મહત્યા કરી છે તે અંગે અસમંજસતા સર્જાય છે.
અલથાણ કેનાલ ત્યાં રોડ પર આવેલ કોરલ હાઈટ્સમાં રહેતા ડોક્ટરનું રાજેશ પટેલ સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલનાં ફોરેન્સિક વિભાગમાં ફરજ બજાવે છે. તેમજ પરિવાર અંગેની મળતી માહિતી મુજબ, રાજેશ પટેલના પરિવારમાં પત્ની અને બે દીકરા છે. જે પૈકી એક દીકરો કેનેડામાં છે અને અન્ય દીકરો સિવિલ એન્જિનિયર છે. ત્યારે રાજેશ પટેલની પત્ની પાલિકા માફ જ બજાવે છે. ગત 16 માર્ચનાં રોજ રાત્રે એક વાગ્યાનાં અરસામાં રાજેશ પટેલે કોઈ કારણસર એસિડ ગટગટાવી લીધું હતું. આ સમગ્ર બનાવની જાણ થતાની સાથે જ તેમની પત્નીએ તાત્કાલિક નજીકમાં રહેતા મિત્ર ડોક્ટરને ફોન કરી ઘરે બોલાવ્યાં હતાં. જ્યાંથી તેઓ તાત્કાલિક તેમને સારવાર માટે ખટોદરા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.
રાજેશ પટેલને હાલમાં ICUમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. સમગ્ર બનાવની જાણ થતા જ પોલીસ મથકનો સ્ટાફ પણ ખાનગી હોસ્પિટલ પહોંચી ગયો હતો. જ્યાં પોલીસે રાજેશ પટેલનું અને તેની પત્નીનું નિવેદન લીધું હતું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ઘરનાં રસોડાની સાફ-સફાઈ કરવામાં આવી હતી. પત્નીએ એસિડ ભરેલી બોટલ ઘરમાં રસોડામાં પાણીનાં બોટલ પાસે મૂકી રાખી હતી. 16મીએ રાત્રે એક વાગ્યાનાં અરસામાં ડોક્ટર રાજેશ પટેલ પાણી પીવા માટે ગયાં હતાં અને ભૂલમાં પાણીની જગ્યાએ તેઓએ એસિડ ગટગટાવી દીધું હતું.
ડોક્ટર રાજેશ પટેલને છેલ્લા 15 દિવસથી સારવાર માટે ખાનગી હોસ્પિટલનાં ICUમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. આ દરમિયાન આજે સવારે રાજેશ પટેલનું સારવાર દરમિયાન મો*ત નિપજ્યું હતું. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. આ સાથે ડોક્ટરોમાં પણ શોક ફેલાયો છે. જોકે, ડોક્ટર રાજેશ પટેલ દ્વારા ભૂલમાં એસિડ પીવાયું હતું કે આ-ત્મહત્યા કરી એ અંગે રહસ્ય સર્જાયું છે. હાલ તો સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું હતું તેનો રિપોર્ટ આવ્યા બાદ સાચું કારણ સામે આવે તેવી શક્યતાઓ છે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય