તબીબો ધંધો નહીં ધર્મ કરે છે : ભાજપ

કચ્છ જિલ્લા ભાજપ દ્વારા અધ્યક્ષ કેશુભાઈ પટેલના નેતૃત્વ તેમજ ઉપાધ્યક્ષ ડો. મુકેશભાઈ ચંદેના સંકલન અંતર્ગત ભુજ ખાતે ડોકટર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. નિમિતે શહેરની વિવિધ તબીબી સંસ્થાઓના અગ્રણીઓ તેમજ અર્બન હેલ્થ સેન્ટરો પર ફરજ બજાવતા તબીબો અને નર્સીંગ સ્ટાફને કોરોના દરમ્યાન કરેલી માનવીય કામગીરી બદલ સન્માનીત કરવામાં આવ્યા હતી.

સૌ પ્રથમ લોટસ કોલોની સ્થિત રાઠોડ કલીનીક ખાતે સૌ અગ્રણીઓના હસ્તે આઈ.એમ઼.એ. ભુજના પ્રમુખ ડો. શૈલેન્દ્ર રાઠોડ, સેક્રેટરી ડો. લવ કતિરા, આ ઉપરાંત સીવીલ સર્જન, ડો.જીજ્ઞાબેન દવે, ડો.માધવ નાવલેકર, ડો. સુરેશ રૂડાણી, ડો. પન્નાબેન રૂડાણી તેમજ (એન.એમ઼.ઓ.) ના પ્રમુખ ડો.કૃપાલસિંહ જાડેજા, આરોગ્ય ભારતીના પ્રમુખ ડો.મેહુલસિંહ ઝાલા, ડો.રામ ગઢવી અને ડેન્ટલ એસો.ના પ્રમુખ ડો. સમીર શાહનું સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યાર બાદ ભુજ શહેર ભાજપના સંયુક્ત ઉપક્રમે જિલ્લા મથક સ્થિત ત્રણેય અર્બન હેલ્થ સેન્ટરમાં મહિનાઓથી રસીકરણ માટે અવિરત સેવા પ્રદાન કરનારા ડો.વૈશાલીબેન ડાભી, ડો.નિનાદ ગોર, ડો.ખેતાજી સોઢા સહિતના તબીબો અને સમગ્ર નર્સીંગ સ્ટાફ ઉપરાંત કોરોનાકાળમાં નેત્રદિપક કામગીરી કરીને તબીબી ધર્મનો અનેરો દ્રષ્ટાંત પુરો પાડનારા ડો.ધર્મેશ પટેલને પણ સન્માનવામાં આવ્યા હતા.

આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે, તબીબીને વ્યવસાય નહીં પરંતુ ધર્મ સમજીને લોકોના મહામુલા જીવન બચાવતા સર્વે તબીબો વંદનને પાત્ર છે.

જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ડો.મુકેશ ચંદેએ જણાવ્યું હતું કે, સમગ્ર કચ્છ જિલ્લાના તબીબો છેલ્લા સવા વરસથી કોરોનારૂપી દાનવ સામે ઝઝુમી રહયા છે. આ મહામારીનો અત્યંત ધૈર્ય અને સાહસ પૂર્વક સામનો કરવા બદલ સૌ કચ્છવાસીઓ પણ અભિનંદનને પાત્ર છે.

આ કાર્યક્રમોમાં ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્ય, જિલ્લા ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ રાહુલભાઈ ગોર, શહેર ભાજપ અધ્યક્ષ શીતલભાઈ શાહ, નગરપાલિકા અધ્યક્ષ ઘનશ્યામભાઈ આર. ઠકકર, યુવા મોરચા અધ્યક્ષ તાપસભાઈ શાહ, મહિલા મોરચા અધ્યક્ષ ગોદાવરીબેન ઠકકર, અનુ.જાતિ મોરચા પ્રમુખ અશોકભાઈ હાથી, ભુજ શહેર ભાજપ મહામંત્રીઓ બાલક્રિષ્નભાઈ મોતા, જયદિપસિંહ જાડેજા, ઉપપ્રમુખ નિકુલ ગોર, મંત્રી હિરેન રાઠોડ સહિત શહેર સંગઠનના હોદેદારો, નગરપાલિકાના ચુંટાયેલા કાઉન્સીલરો, સેલ/મોરચાના હોદેદારો ઉપસ્થિત રહયા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડીયા સહ ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.