Abtak Media Google News

જિલ્લા કલેકટર, કમિશ્નર અને એસ.પી. સાથે શહેરના તબીબોની મળેલી બેઠકમાં નક્કી કરાયું 

જૂનાગઢમાં હવે રેમડેસીવિર ઇન્જેક્શન માટે દર્દીના સગાને હડિયાપાટી ન કરવી પડે તેવા રાહતના સમાચારો મળી રહ્યા છે. ગઈકાલે જૂનાગઢ જિલ્લા કલેકટર, એસ.પી. અને કમિશનર સાથે શહેરના તબીબોની મળેલી બેઠકમાં ખુદ તબીબ સિવિલમાંથી રેમડેસીવિર ઇન્જેક્શન મંગાવી શકશે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

ગઈકાલે જૂનાગઢ જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, કમિશનર તુષાર સુમેરા, એસપી રવિ તેજા વાસમ્ શેટ્ટી અને શહેરના તમામ તબીબોની એક બેઠક મળી હતી  જેમાં હાલમાં જે કોરોનાના દર્દી માટે રામબાણ ઈલાજ સમાં રેમડેસીવિર ઇન્જેક્શનની જે તંગી જોવા મળી રહી છે અને ઇન્જેકશન મેળવવા માટે દર્દીના સગાને હડયાપાર્ટી કરવી પડે છે તેને ધ્યાને લઇને હવે પછી ખુદ તબીબને જ રેમડેસીવિર ઇન્જેક્શન  સિવિલ હોસ્પિટલ માંથી મેળવી લેવાના રહેશે. તેવું નક્કી કરવામાં આવ્યું છે.

આ મિટિંગમાં જે ખાનગી કોવિડ 19 હોસ્પિટલમાં કોરોનાનો દર્દી દાખલ થયો હોય, તો તે હોસ્પિટલના તબીબે દર્દીઓનું લિસ્ટ લઈને સિવિલ હોસ્પિટલમાં જવાનું રહેશે અને તેના આધાર પર સિવિલમાંથી ઇન્જેક્શન ઇસ્યુ કરવામાં આવશે. તથા ઇન્જેક્શન સરકારી ભાવે એટલે કે વધારાના નફા વગર લઇ શકાશે. જો કે આ માટે તબીબોએ સરકારી હોસ્પિટલ માંથી જે ઇન્જેક્શન મેળવશે તેની યાદી નિભાવવાની રહેશે અને કયા દર્દી માટે લઈ ગયા અને ક્યારે ઇન્જેક્શન અપાયું તેની સંપૂર્ણ યાદી મેન્ટેન કરવાની રહેશે, જેથી કરીને ઈન્જેકશનનો દૂરઉપયોગ થવા ન પામે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.