Abtak Media Google News

ઈન્ડિયન મેડીકલ એસો.એ જાહેર કર્યો નિર્ણય: ઈમરજન્સી સેવા ચાલુ રહેશે

આયુર્વેદ તબીબોને ઓપરેશનની મંજૂરી આપવાના વિરોધમાં શુક્રવારે તબીબો હડતાલ ઉપર ઉતરવાના છે. આ માટે ઈન્ડિયન મેડીકલ એસો. દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે. જોકે આ દિવસે ઈમરજન્સી સેવા ચાલુ રહેવાની હોવાનું જાણવા મળ્યું છે.

કેન્દ્ર સરકારે તાજેતરમાં આયુર્વેદમાં સ્નાતક થયેલા તબીબ વિદ્યાર્થીઓને ત્રણ વર્ષનો ગ્રેજયુએટ કોર્ષ કરીને અમુક પ્રકારનાં ઓપરેશનો કરવાની છૂટ આપતો પરિપત્ર બહાર પાડયો છે. જેની સામે ઈન્ડિયન મેડિકલ એસોસીએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. જે સંદર્ભે ઈન્ડિયન મેડિક્લ એસોસીએશન દ્વારા શુક્રવારે તબીબોની હડતાલનું એલાન કર્યું છે. જોકે આ દરમિયાન તમામ ઈમરજન્સી સારવારા ચાલુ રાખવામાં આવનાર છે.

હાલ કોરોનાની સ્થિતિને ધ્યાને રાખી જે કોઈ દર્દીને ઈમરજન્સી સેવાની જરૂર હશે તેઓને ઈમરજન્સી સારવાર હડતાલ દરમિયાન પણ પુરી પાડવામાં આવનાર છે. આયુર્વેદના ડોકટરો પણ ત્રણ વર્ષનો ગ્રેજયુએટ કોર્ષ કરી એલોપેથીમાં દર્દીનાં ઓપરેશન કરી શકે તેવો પરિપત્ર સેન્ટ્રલ કાઉન્સીલ ઈન્ડીયન મેડીસીન દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવ્યો છે. તેના વિરોધમાં ઈન્ડિયન મેડીકલ એસોસીએશને તા.૧૧ ડીસેમ્બરને શુક્રવારના રોજ હડતાલનું એલાન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે જયારથી આયુર્વેદના તબીબોને ઓપરેશનની છૂટ આપવામાં આવી છે. ત્યારથી તબીબોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શન માટે શુક્રવારે હડતાલનું એલાન અપાયું છે. જેને પગલે સૌરાષ્ટ્રભરમાં તબીબો સવારે ૬ થી સાંજે ૬ વાગ્યા સુધી પોતાની કામગીરીથી અળગા રહેવાના છે. આ દરમિયાન જો કોઈ ઈમરજન્સી સેવાની જરૂર હશે તો માનવતાને ધ્યાનમાં લઈને તબીબો ઈમરજન્સી સેવા પુરી પાડશે.

મેડીકલ એસોસિએશન જામનગરના પ્રમુખ ડો. પ્રશાંત તન્નાએ જણાવ્યા મુજબ આરોગ્ય લગત જુદા જુદા પ્રકારની સારવાર પદ્ધતિ અસ્તિત્વમાં છે. જેમકે આયુર્વેદ, હોમિયોપેથી, નેચરોપેથી અને મોર્ડન મેડિસિન (એલોપથી), વગેરે પતપોતા ના વિજ્ઞાન મુજબ દર્દીઓની સારવાર કરે છે. પરંતુ તાજેતરમાં સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયન મેડિસિન સંસ્થાએ નોટિફિકેશન બહાર પડ્યું છે. જેમાં આયુર્વેદ માં સ્નાતક થયેલ વિદ્યાર્થી  મોર્ડન મેડિસિન એટલે કે એલોપથી માં પોસ્ટ ગ્રેજ્યુએટ કરીને જુદા જુદા ઓપરેશન કરી શકે તેવી જોગવાઇ કરવામાં આવી છે.

આયુર્વેદએ પ્રાચીનકાળથી અસ્તિત્વ માં છે તેનો વિકાસ થાય તેમાં કોઈ વાંધો હોઈ શકે નહીં.પરંતુ આયુર્વેદમાં અભ્યાસ કરેલ વિદ્યાર્થી  એલોપથીના પાયાનું જ્ઞાન મેળવ્યા વગર એલોપથી ત્રણ વર્ષ ની પોસ્ટ ગ્રેજ્યુએટનો કરીને કઇ રીતે પારંગત ડોક્ટર બની શકે? આ એક ભારત ના લોકો ના સ્વાસ્થ્ય સાથે  સી સી આઇ એમ ની ભેળસેળ છે. અને લોકોના આરોગ્ય સાથે ચેડાં છે. આથી આઈ એમ એ આ ખિચડીપોથી નો વિરોધ કરે છે અને આગામી તા. ૧૧-૧૨-૨૦૨૦ ના આઇ એમ એ દ્વારા સવારે ૬ થી સાંજે ૬ સુધી હડતાલ પાડવા માં આવશે.જોકે ઇમરજન્સી અને કોવિડની સારવાર ચાલુ રાખવામાં આવશે તેમ યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.