Abtak Media Google News

માનસજાતની બેદરકારીની કોઈ હદ નથી. શરીરમાંથી ગાંઠ, રસોળી કે એપેન્ડિક્સ તો કાઢવામાં આવે જ છે, ક્યારે તબીબો સર્જરી વખતે દર્દીના શરીરમાં કોઈ વસ્તુ ભૂલી ગયા હોવાનું પણ સામે આવ્યું છે પરંતુ તાજેતરમાં એક એવો કિસ્સો સામે આવ્યો કે જેમાં મહિલાના મોઢામાં 4 ફૂટ લાંબો સાપ બહાર કાઢવામાં આવ્યો હતો. મહિલાને બેહોશ કરી સાપ બહાર કાઢવામાં તબીબોને સફળતા મળી હતી. આ બનાવ રશિયાના ડેગેસ્ટન પ્રાંતમાં બન્યો હતો

સાપ મોઢામાં કેવી રીતે ઘૂસ્યો?

મહિલાના મોઢામાંથી સાપ કાઢવાની સમગ્ર પ્રોસેસનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે અને સાપ મહિલાના મોઢામાં કેવી રીતે ઘૂસ્યો તેવા પ્રશ્નો પણ ઉઠી રહયા છે. મહિલા તેના ઘરની બહાર ગાર્ડનમાં સૂઈ રહી હતી. સૂતી વખતે તેનું મોઢું ખુલ્લુ રહી ગયું હતું. મોઢામાંથી સાપ તેના પેટમાં પહોંચી ગયો. સવારે ઉઠ્યા પછી તેને પેટમાં દુખાવો થવા લાગ્યો અને પછી તેણે ડોક્ટર્સની મદદ લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.