શું કોરોના વેક્સીન લીધા પછી દારૂ પીવાથી નુકશાન થાય છે?

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ખુબ હાહાકાર મચાવી રહી છે. બીજી લહેરથી બચવા દેશમાં રસીકરણનું કામ પણ ઝડપથી ચાલી રહ્યું છે. કોરોના રસીકરણથી લોકોને ઘણી બધી રાહત મળે છે. આ રસીની અસર માટે થોડી બાબતનું ધ્યાન રાખવું પડશે. ડોકટરો અને આરોગ્ય નિષ્ણાંતોએ આપેલા અભિપ્રાય મુજબ જાણવા મળ્યું કે, રસી લીધા પેહેલા 45 દિવસ સુધી જો આલ્કોહોલનું સેવન કરવામાં આવ્યું હશે તો કોરોના રસીની જે યોગ્ય અસર થવી જોઈએ તે મુજબ નહીં થાય. આ સાથે તાવ કે બીજી સામાન્ય બીમારી માટે લેવામાં આવતી સામાન્ય દવાઓ તમારી રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે.

કઈ રસીનો ઉપયોગ થઈ રહ્યો છે?

ભારતમાં, Covid-19 રસીકરણ અભિયાન ખુબ તેઝીથી ચાલી રહ્યું છે, જેમાં 2 રસીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ રસીઓ ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા(Oxford AstraZeneca)ની કોવિશિલ્ડ અને ભારત બાયોટેક કોવેક્સિન. ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકાનું ઉત્પાદન પુણેના સીરમ ઇન્સ્ટિટ્યૂટમાં કરવામાં આવી રહ્યું છે, જ્યારે કોવેક્સિનનું ઉત્પાદન હૈદરાબાદમાં કરવામાં આવી રહ્યું છે.

મુંબઇની Wockhardt Hospitalના ICU ડિરેક્ટર બિપિન જીભકેટ કહે છે કે, “રસીકરણ પછી એન્ટિબોડીઝ બનવામાં લગભગ 3 અઠવાડિયાનો સમય લાગે છે. તેથી, રસીકરણને આલ્કોહોલથી થતી અસરો હજી સ્પષ્ટ નથી થઈ. પરંતુ આલ્કોહોલના સેવનથી રોગ પ્રતિકારક ક્ષમતામાં ઘટાડો જોવા મળે છે, જેથી રસીની અસર થોડી ઓછી થઈ શકે છે. આલ્કોહોલનો મર્યાદિત ઉપયોગ થવો જોઈએ કારણકે એનાથી રસીમાં કોઈ અસર થાય કે ના થાય, પણ તમારા આરોગ્ય પર ખરાબ અસર પડે છે.”