શું માનસિક તણાવ એક સપનું પણ છીનવી જાય છે ?

સુરમયી અંખિયો મેં નન્હા મુન્ના એક સપના દેજા રે..

માનસિક તણાવથી બચો અને સારી ઉંઘ પામો

રીપોર્ટર :તોષાલી ઠકકર,પ્રતિપાલસિંહ ઝાલા

કેમેરામેન: જયદીપ ત્રિવેદી,અબતક, રાજકોટ

માનવજીવનએ અઢળક ખ્વાહીશોથી ભરેલું છે. દરેક જીવનમાં અલગ અલગ સ્વપ્ન જોતા હોય છે. જેને પૂરા કરવા વ્યકિત દીન રાત તનતોડ મહેનત કરે છે. પણ એ જ સપનાઓ જોવા માટે રાત્રે સુખમય નિંદર કરી શકતો નથી. જેનું કારણ એ ગણી શકાય લોકો જીવનમાં આવતી નવી તકો અને પડકારને માનસિક તણાવ તરીકે લે છે.માનવ શરીરમાં રહેલી જૈવિક ઘડીયાળ એ વ્યકિતની નિંદ્રામાં અગત્યનો ભાગ ભજવે છે. આજના આધુનિક સમયમાં લોકો પાસે દરેક પ્રકારની ભૌતિક સવલતો ઉપલબ્ધ છે. તેમ છતાં વ્યકિતને રાત્રે આરામદાયક નિંદ્રા આવતી નથી. તો શું છે આ અનિંદ્રા કે અપૂરતી નિંદરનું કારણ? નિંદર એ ફકત શારીરિક ક્રિયા નથી પરંતુ માનસિક પ્રક્રિયા છે.

મનુષ્ય શરીરમાં જૈવિક ઘડીયાળને સેટ કરી સ્વસ્થ જીવન જીવી શકે

આપણું ચેતાતંત્ર સામાન્ય રીતે માનસિક ઉદ્રેગ, ચા-કોફી જેવા ઉત્તેજકોનું વધુ પડતું સેવન ઉંઘની દવાઓ એટલે કે સ્લિપંગ પિલ્સ નો ઉપયોગ તથા મોબાઇલ ફોન, ટીવી કે કમ્પ્યુટરમાંથી નીકળતાન હાનિકારક બ્લુ રેયસને કારણે તણાવ અનુભવે છે. જેથી અનિંદ્રા એ માનસિક તથા ભાવનાત્મક તણાવનું પરિણામ બને છે.

હાર્ડ એન્ડ ફાસ્ટ બનતી જતી આપણી આજની લાઇફમાં તેમજ બિઝનેસમેન તેમજ નોકરીયાત લોકોના બેઠાળા જીવનમાં લોકો પાસે શારીરિક શ્રમ માટે કોઇ સમય રહેતો નથી. એકસસાઇઝ પણ સારી નિંદર માટે ખુબ જ કારગત નીવડે છે.ઉંઘની ગુણવત્તા  પણ વ્યકિતના  શરીર પર એટલી અસરકારક નીવડતી હોય છે. પાવર નેપ અથવા તો ઘ્યાનનિંદ્રા પણ ઉંઘની માત્રા સુધારવા માટે એક અગત્યનું પાસું છે.દૈનિક જીવનમાં ફેરફારો કરી આપણે ઉંઘની ગુણવતા સુધારી શકીએ

સ્વપ્ન જોવા માટે પણ પૂરતી ઉંઘ છે કયાં ?

છીએ. કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવો તથા સૂર્ય પ્રકાશનો અનુભવ પણ આપણા શરીરમાં ર4 કલાકના ચક્રને સિરકાર્ડિયન રિધમને અસર કરે છે. હળવી કસરત, હાસ્ય અને નૃત્ય તથા મેડોટેશન એ મનને પ્રફુલ્લિત કરવા માટેના શ્રેષ્ઠ વિકલ્પો છે. જે શરીરને યોગ્ય ઉંઘવા માટે પૂરતો થાક આપે છે.

મનોવિજ્ઞાનના સર્વે મુજબ 52.20 ટકા લોકોમાં કોરોના પછી ઉંઘની સમસ્યા પ્રમાણ વધ્યું

સૌરાષ્ટ્ર યુનિ. મનોવૈજ્ઞાનિક વિભાગના અઘ્યક્ષ ડો. યોગેશ જોગસણ અને આસી. પ્રો. ડો. ધારાબેન દોશી ‘અબતક ’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભૂખ, તરસ અને ઉંઘ  મનુષ્ય શરીરની પાયાની જરુરીયાત છે. મનોવૈજ્ઞાનિક ભવનના અઘ્યક્ષ ડો. યોગેશ જોગસણા તથા આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ધારા દોશીએ અપૂરતી ઉંઘની સમસ્યા ઉપર ‘અબતક’ ને વધુ માહીતી આપતા જણાવ્યું હતું ક અનિંદ્રા કે વધુ પડતી નિંદર એ બન્ને માનવ શરીર માટે યોગ્ય નથી જે બેચેની કંટાળો તથા સ્મૃતિ લોપ જેવી સમસ્યાઓ ઉદભવે છે. કોરોના  પછીના સમયમાં ફકત પ્રોઢ નહી પરંતુ યુવાનોમાં પણ આ સમસ્યા વધી છે. જેનો ટુંકો માર્ગ અપનાવવા લોકો ઉંઘની ગોળીઓ લે છે. મનોવૈજ્ઞાનિકની પઘ્ધતિ એન.એસ.ડી.આર. નોન સ્લીપ ડીપ રેસ્ટ દ્વારા ઓછા સમયમાં સારી ઉંઘ લઇ શકાય છે.

ઉંઘએ ફકત શારિરીક નહીં પરંતુ માનસિક પ્રક્રિયા

ઉંઘએ કુદરતી બક્ષીસ છે:ડો.મુકેશ પટેલ (મનોચિકિત્સક)

અપૂરતી ઉંઘએ શા માટે ઘાતક બનતી હોય છે એ વિષયની માહીતી આપતા ‘અબતક’ ની ટીમને જણાવ્યું હતું કબે અપૂરતી ઉંઘ જો રોજની ઘટના બનવા લાગે તો તેની સીધી અસર મનુષ્યના પાચનતંત્ર કે રૂધિકાભિષરણ તંત્ર પર  પડતી હોય છે. સ્લીપ હાઇજીન એટલે કે ઉંઘવાની પઘ્ધતિ અગર યોગ્ય કરવામાં આવે તો સમયસર તેનો ઉપાય મળી જાય છે. મોબાઇલ ફોન કે કૃત્રિમ બ્રાઇટ લાઇટસનો ઉપયોગ એ શરીરમાં  મેલાટોનિનનું સિક્રીશન થવા દેતું નથી. જેને કારણે ઉંઘ મોડી આવે છે અને પૂરતી માત્રામાં આવતી નથી. ઉંઘ એ કુદરત દ્વારા મળેલી બક્ષીસ છે જે આપણા શરીરને રીજુવિનેટ કરી દે છે.

ઘ્યાન નિંદ્રાએ શાંતિપૂર્ણ ઉંઘ તરફનો માર્ગ: ડો. હેમાંગ જાની (આર્ટ એફ લીવીંગ – ફેકલ્ટી)

ડો. હેમાંગ જાનીએએ સ્લીપ અને સ્ટ્રેસ એ બન્ને એકબીજા સાથે સંકળાયેલા છે. એ વિષે વધુ માહીતી આપતા ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સ્ટ્રેસ લેવલ એટલે કે માનસિક તણાવનો ઓછો કરી આપણે સારી ઉંઘ કરી શકીએ છીએ. જેમાં ઘ્યાન, શ્ર્વાસોશ્ર્વાસની ક્રિયા જેવી કે અનુલોમ વિલોમ તથા સુદર્શન ક્રિયા વગેરે સારી ઉંઘ માટે કારગત નીવડે છે. વિચારવાયુ ને લગતી સમસ્યાઓ પ્રાણાયામ અને મેડીટેશનથી નિવારી શકાય છે.

સ્ટ્રેસ મેનેજમેન્ટ એ પૂરતી ઉંઘ માટેની પૂર્વ તૈયારી: ડો. ભાવેશ કોટક (સાઇકીઆટ્રીસ્ટ)

 

માનસિક તણાવને કારણે ઉંઘ ન આવવી એ મુખ્ય કારણ છે. તેના પૂર્વ ઉપાયો જણાવતા ડો. ભાવેશ કોટક સુચવે છે કે સ્ટ્રેસ મેનેજમેન્ટ એ આપણા જીવનમાં ખુબ જ જરુરી છે. તણાવ એ શરીરમાં ઘણા રોગોનું ઘર બને છે. જેના કારણે પાચનશકિત નબળી પડે છે. તથા મેટાબોલિસમ શરીરનું ઘટે છે. તથા સારી ઉંઘ પણ આવતી નથી. માટે વ્યકિતએ મનપસંદ પ્રવૃતિ કરી શારીરિક શ્રમ કરવો એ ખુબ જ આવશ્યક છે.