કુતરા બિલાડા માટે પણ બનશે સ્મશાન ઘાટ : વિધિ પૂર્વક થશે અંતિમ સંસ્કાર

અત્યાસુધી ફકત મનુષ્યો માટે જ સ્મશાનઘાટ હતા પરંતુ પ્રાણીઓ માટે આજ સુધી કોઈ સ્મશાનઘાટ વ્યવસ્થા નહોતી તેઓને જ્યાં ત્યાં જમીનમાં દફનાવવામાં આવતાં.હવે ટૂંક સમયમાં જ દ્વારકામાં પ્રાણીઓ માટે સ્મશાનઘાટ બનવા જઈ રહ્યું છે.

ઘણા લોકો પ્રાણીઓ અથવા તો પશુઓ પાળતા હોય છે તેઓને તેમના અંતિમસંસ્કાર કરવા માટે ઘણી બધી મુશ્કેલીઓ થતી હતી પરંતુ હવે, જે લોકો પશુઓ પાળે છે તે અંતિમ સંસ્કાર પણ યોગ્ય જગ્યાએ કરી શકશે.

દક્ષિણ દિલ્હી નગર નિગમ દ્વારા દ્વારકામાં બનશે સ્મશાન ઘાટ

દક્ષિણ દિલ્હી નગર નિગમ દ્વારા દ્વારકામાં ‘ સ્મોલ એનિમલ ક્રીમેટોરિયમ’ બનશે જે ભારતનું પહેલું સ્મોલ એનિમલ ક્રીમેટોરિયમ હશે.

૭૦૦ વર્ગ મીટરની જમીનમાં નિર્માણ પામશે સ્મશાન

દિલ્હીના દ્વારકામાં ૭૦૦ વર્ગ મીટરમાં આ સ્મશાન ઘાટ નિર્માણ પામશે જ્યાં કુતરા,બિલાડા , સૂવર,વાંદરા વગેરેનો પ્રાણીઓનો અંતિમ સંસ્કાર કરી શકાશે.

બે અલગ અલગ પ્રકારની ભઠ્ઠીઓ બનાવાશે:

બે અલગ અલગ પ્રકારની ભઠ્ઠીઓ બનાવવામાં આવશે જ્યાં એક તરફ ફકત પાલતુ કૂતરાનો જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે અને બીજી તરફ બિલાડી ,વાંદરા,રખડતા કુતરા અને સુવરનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

કૂતરાના અંતિમ સંસ્કાર માટે પૈસાની ચુકવણી કરવી પડશે :

સ્મશાન ઘાટમાં ૩૦ કિલો સુધી વજન ધરાવતા કુતરા માટે ૨૦૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવશે.જો કૂતરાનો વજન ૩૦ કિલોથી વધુ હશે તો ૩૦૦૦ રૂપિયા ચાર્જ લેવામાં આવશે.

પૂજારી કરશે અંતિમ સંસ્કાર

આ સ્મશાન ઘાટની વિશેષ બાબત એ છે કે પ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે પૂજારીની વ્યવસ્થા પણ હશે.જેવી રીતે મનુષ્યોનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે તેવી જ રીતે આ સ્મશાન ઘાટમાં પ્રાણીઓનો અંતિમ સંસ્કાર થશે.

અસ્થિને સાચવી રાખવાની વ્યવસ્થા પણ હશે.

જે લોકો પોતાના પ્રાણીનું અસ્થિ વિસર્જન કરવા ઈચ્છતા હોય તેઓ પોતાના પ્રાણીની અસ્થિ પાછી લઈ જઈ શકશે.આ સ્મશાન ઘાટમાં અસ્થિ રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે.