Abtak Media Google News
રામકથાના આયોજન સંદર્ભે યોજાયેલ વેપારી એસો. અને મહિલા મંડળોની મિટીંગમાં લોકો ઉમટી પડ્યા: રઘુવંશી ડોક્ટર્સ, એડવોકેટ્સ, સીએ તથા ટેક્સ ક્ધસલ્ટન્ટની મિટીંગોનો ધમધમાટ

અઢી લાખ જેટલા રઘુવંશીઓની વસ્તી ધરાવતા રાજકોટમાં વિશ્વનું સૌથી મોટું લોહાણા મહાજન રાજકોટ દ્વારા   ભૂપેન્દ્રભાઇ પંડ્યા ( મુંબઇ ) ના વ્યાસાસને તા . 21 થી 29 મે , દરમ્યાન  રામકથાનું ભવ્યાતિભવ્ય આયોજન થઇ રહ્યું છે . જેના માટેનો હજારો ફૂટનો વિશાળ ડોમ રામનગરી , ચૌધરી હાઇસ્કૂલ , રાજકોટ ખાતે તૈયાર થઇ ગયો છે અને શ્રી રામનગરીમાં ઝગમગાટ છવાઇ ગયો છે .

Whatsapp Image 2022 05 13 At 12.13.42 Pm

વિવિધ ક્ષેત્રોના જ્ઞાતિ આગેવાનો , હોદ્દેદારો , અગ્રણીઓ અને સભ્યો સહિત તમામ લોકો શ્રી રામકથાના આયોજનમાં ભારે ઉત્સાહથી જોડાઇ ગયા છે .

શ્રી રામકથાના આયોજન સંદર્ભે   દાણાપીઠ વેપારી એસોસીએશન અને શહેરના તમામ મહિલા મંડળોના હોદ્દેદારો – સભ્યોની મિટીંગ રાખવામાં આવી હતી . જેમાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા . શ્રી રામકથાના આયોજનમાં સેવા કરવાનો મોકો મળતા ભક્તોનો આનંદ રીતસર છલકાતો હતો .

રાજકોટના તમામ રઘુવંશી ડોકટર્સ રઘુવંશી એડ્વોકેટ્સ , ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ તથા ટેક્સ ક્ધસલ્ટન્ટની મિટીંગ  શ્રી રામકથા કાર્યાલય ખાતે રાખવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.