અવકાશ પર “આધિપત્ય”…!

વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતા ભારતની શેન્યશક્તિ વિશ્વની પ્રથમ હરોળના ત્રણ શક્તિશાળી અને મોટા શરીરમાં થાય છે ત્યારે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી હવે પૃથ્વીથી 36,000 કિલોમીટર ઉપરથી સરહદ લઈ દેશના ખૂણે ખૂણા સુધી ની નજર રાખનાર સેટેલાઈટ માર્ચ મહિનાના અંતિમ સપ્તાહ અથવા એપ્રિલ મહિનાના પ્રથમ સપ્તાહમાં લોન્ચ થઈ જશે ઈસરો દ્વારા જી-સેટ વન સેટેલાઈટના લોન્ચિંગ ભારતનું અવકાશમાં પણ આધિપત્ય સ્થપાશે આ ઉપગ્રહના આધુનિક કેમેરાઓ દ્વારા 36 હજાર કિલોમીટરની ઊંચાઇથી ભારતની સરહદો પર સતત નિરીક્ષણ કરી શકાશે જીસેટ વન આધુનિક ટેકનોલોજીથી બનેલું હોવાથી તેની આવરદા અને તેની કાર્યક્ષમતા પણ ખૂબ જ વધારે રહેશે અંતરિક્ષમાંથી સરહદના દરેક ખૂણા ઉપર નજર રા આ ઉપગ્રહ સંરક્ષણ ઉપરાંત ખેતી અવકાશ સંશોધન અને હવામાન ની પલે પલની જાણકારી આપનારું બની રહેશે આધુનિક ટેકનોલોજી અને આવિષ્કાર માં ભારત અને તેનું વિજ્ઞાન જગત હવે સંપૂર્ણપણે આત્મનિર્ભર બની ચૂક્યું છે ભારતનો અવકાશ સંશોધન કેન્દ્ર અત્યારે સંશોધન અને ખાસ કરીને દુનિયાભરના દેશો માટે ઉપગ્રહ માટેનું લોન્ચ પેડ તરીકે ઉપયોગી થાય છે અહીંથી એક સાથે સંખ્યાબંધ ઉપગ્રહ લોન્ચ કરવાના અનેક કીર્તિમાન સર્જાયા છે જીસેટ એક પ્રકારના સેટેલાઈટ થી અવકાશ સંશોધન અને ખાસ કરીને ભારતીય સંરક્ષણ અને સરહદીય સુરક્ષામાં ભારત વધુ હવે વધુ કાર્યક્ષમ બની રહેશે જેથી 36,000 કિલોમીટર ઉપરથી સરહદ ના એક એક પોઇન્ટ અને દેશના ખૂણે ખૂણાની નજર હવે રાખી શકાશે

આત્મનિર્ભર ભારત ના અવિર્ભાવ ને દરેક ક્ષેત્રમાં સંપૂર્ણપણે સાર્થક કરવા માટેના પ્રયાસોમાં દેશ દેશના વૈજ્ઞાનિકો દ્વારા ઔદ્યોગિક આત્મનિર્ભરતા ટેકનોલોજીનો ઉપયોગ બૌદ્ધિક ક્ષમતા ઇન્ટેલેક્ટુલ પ્રોપર્ટી, અને અવકાશ સંશોધન ક્ષેત્રે નવા આવિષ્કાર અને અન્ય દેશો ના સહયોગ વિના પોતાની રીતે સંશોધનો આવિષ્કાર અને ઉપલબ્ધિઓ માં ભારત હવે દિવસે દિવસે કાઠું કાઢતું જાય છે ઉદ્યોગી આત્મનિર્ભરતા પછી વિજ્ઞાન અને ટેકનોલોજી માં નવા આવિષ્કારો અને હવે અવકાશી સંશોધન અને ખાસ કરીને નવી હાઇટેક સગવડ સાથેના ઉપગ્રહમાં પણ ભારત સંપૂર્ણપણે સ્વનિર્ભર બની રહ્યું છે આગામી થોડા દિવસોમાં જ ભારત દ્વારા પૃથ્વીથી 36 હજાર કિલોમીટરથી દેશના ખૂણે ખૂણા પર નજર રાખી સરહદોને પણ જાગતી ચોકી આપનાર સેટેલાઈટ ના લોન્ચિંગ ભારત અવકાશમાં પણ આધિપત્ય ધરાવતો દેશ બની રહેશે ઇસરોએ અવકાશ મ ઉપગ્રહના પ્રત્યાર્પણ થી લઈને નકામા ઉપગ્રહોને તોડી પાડવા સુધીની ટેકનોલોજીનો આવિષ્કાર ઉભો કર્યો છે ત્યારે પીએસએલવી વન ના લોન્ચીંગથી ભારત પોતાની સરહદો પર 24 કલાકની જાગતી ચોકી માટે પણ સ્વ નિર્ભર બનવાનું ગૌરવ પ્રાપ્ત કરી લેશે