Abtak Media Google News

યુવાન ખેલાડીઓની ધમાકેદાર ઈનિંગે કોલકાતાને વિજય અપાવ્યો 

આઈપીએલ-14 માં કોલકાતા નાઈટ રાઇડર્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ ઇયોન મોર્ગનની ટીમ કોલકાતાએ જીત મેળવી હતી. ડેવિડ વોર્નરની આગેવાની વાળી હૈદરાબાદને તેની પ્રથમ મેચમાં 10 રનથી પરાજયનો સામનો કરવો પડ્યો છે.188 રનના લક્ષ્યાંકનો પીછો કરતાં સનરાઇઝર્સ હૈદરાબાદ ફક્ત 177 રન બનાવી શકી હતી. હૈદરાબાદની તરફથી મનીષ પાંડેએ સૌથી વધુ 61 રન બનાવ્યા હતા.જહોની બેરિસ્ટોએ 55 રન બનાવ્યા હતા. આ બંનેના આઉટ થયા પછી, બાકીના બેટ્સમેન ટીમને સંભાળી શક્યા ન હતા અને કોલકાતા 10 રને મેચ જીતી ગઈ હતી.કોલકાતા નાઈટ રાઇડર્સ માટે, તેના બોલરોએ ભલે ફક્ત 5 જ વિકેટ લીધી હોય, પરંતુ બોલિંગની ઈકોનોમીને કારણે તેઓ સનરાઇઝર્સ હૈદરાબાદને 177 રનમાં રોકી શક્યા હતા.

પ્રસિદ્ધ કૃષ્ણાએ સૌથી વધુ 2 વિકેટ લીધી હતી નીતીશ રાણા જ્યારે કોલકાતા માટે ઓપનિંગ કરવા આવ્યો ત્યારે શાનદાર બેટિંગ કરી. તેણે 56 બોલમાં 80 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 9 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય રાહુલ ત્રિપાઠીએ 29 બોલમાં 53 રન બનાવ્યા હતા. તે જ સમયે, દિનેશ કાર્તિકે 9 બોલમાં 22 રન ફટકાર્યા હતા અને કોલકાતાનો સ્કોર 187 પર પહોંચાડી દીધો હતો.  સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રાશિદ ખાન અને મોહમ્મદ નબીએ 2-2વિકેટ લીધી હતી. ટી નટરાજન અને ભુવનેશ્વર કુમારે 1-1વિકેટ લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.