Abtak Media Google News

આજ રોજ સિવિલ હોસ્પિટલને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ તથા જિલ્લા વિકેન્દ્રિત ગ્રાન્ટમાંથી નવી બે એમ્બ્યુલન્સની ભેટ મળી છે.

ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલની સામુહિક વિકાસના કાર્યોની ગ્રાન્ટમાંથી રૂ. 12.13 લાખના ખર્ચે ફાળવાયેલી એમ્બ્યુલન્સનું લોકાર્પણ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર વિકેન્દ્રિત આયોજનની કલેક્ટર હસ્તકની ગ્રાન્ટમાંથી રૂ. 12.13 લાખના ખર્ચે  ફાળવાયેલી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા કરવામાં આવ્યું હતું.

 

આશરે રૂપિયા 24.26 લાખના ખર્ચની આ બંને પેશન્ટ ટ્રાન્સફર એમ્બ્યુલન્સ સિવિલ હોસ્પીટલને અર્પણ કરવામા આવી છે. નવી બે એમ્બ્યુલન્સ થકી દર્દી નારાયણની સેવા કરવા માટેની સુવિધા વધ ુસુગમ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.