માંના ધાવણ જેટલું જ પોષણક્ષમ ગધેડાનું દુધ!!

ગધે કા ભી દિન હોતા હૈ….

વિટામીન “ડી”થી ભરપુર અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ “ગધેડા”નું દૂધ

દરરોજ એક કપ “ગધેડાનું દૂધ હૃદયરોગ અને કેન્સરના જોખમને ૫૦% ઘટાડી દે છે:માર્કેટીંગના અભાવે અનેક બીમારીઓમાં રામબાણ ઈલાજ સમાન “ગધેડા”ના દૂધથી ભારતમાં લોકો અજાણ

ગધે કા ભી દીન હોતા હે….. ગધેડો કે જેને વૈશાખનંદન તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આ વૈશાખનંદન પ્રત્યે આપણે બધા નકારાત્મકતા દાખવતા હોઇએ છીએ. કોઇ માણસની મૂર્ખાઇ કે નેગેટીવીતી દાખવવા તેને ‘ગધેડો’ કઇ ‘નવાજતા ’ હોઇએ છીએ પણ અસલમાં ગધેડા પ્રાણીના મહત્તા અન્ય પ્રાણીઓ કરતાં પણ વધુ છે. ગધેડા ભારવહન કરવામાં તો અન્ય શારીરિક કામગીરીમાં માનવ સમાજને મદદરૂપ થાય છે. આ કામ કરતાં પણ ગધેડા માનવ જીવનનાં સ્વાસ્થ્ય માટે અતિ મહત્વરૂપ અને મોટા ફળદાયીરૂપ સાબિત થાય છે. તેમાં સમાવેશ થાય છે ગધેડાના દુધ અને તેના દ્વારા બનતી અન્ય ચીજવસ્તુઓ

આપણે ગાય, ભેંસ કે બકરીનું દુધ પીતા જ હોઇએ છીએ અને તેને સ્વાસ્થ્ય વર્ધક પણ ગણતાં હોઇએ છીએ પણ ગધેડાનું દુધ આ તમામ પશુઓના દુધ કરતાં સર્વોત્તમ છે. સંશોધનકર્તાઓનું તો માનવું છે કે ગધેડાનું દુધ ‘માના ઘાવણ’ની સમકક્ષ હોય છે. જેમ નાના બાળકને માટે ‘માતાનું દુધ’ વરદાનરૂપ સાબિત થાય છે તેમ સમગ્ર માનવ માટે આ ગધેડાનું દુધ વરદાનરૂપ છે. ગધેડાના દુધના ગુણો અનન્ય છે જે વીટામીન ડીથી ભરપુર હોય છે.

ગધેડાનું દરરોજ માત્ર એક કપ દુધ પીવાથી સ્વાસ્થ્ય અને મોટો ફાયદો થાય છે. હ્રદયરોગ અને કેન્સરનું પ્રમાણ પ૦ ટકા જેટલું ઘટી જાય છે. તેમાં પણ બ્રીસ્ટ કેન્સરના જોખમને ઘટાડવા માટે ગધેડાનું દુધ સર્વોત્તમ છે. રોગ પ્રતિકાર શકિત વધારવા માટે પણ ગધેડાનું દુધ એક મહત્વનો ફાળો અર્પે છે. હાલના કોરોનાકાળના સમયમાં કોવિડ-૧૯ થી દુર રહેવા માટે મજબૂત ઇન્યુન સિસ્ટમ જ એક મોટા હથિયાર સમાન છે ત્યારે આ પરિસ્થિતિમાં ‘ગધેડાનું દુધ’ કોરોનાની સારવાર માટે પણ ‘રામબાણ’ સમાન બની શકે છે.

ગધેડાના દુધના દુલર્ભ ઘણાં ફાયદાઓ છે જે અન્ય પશુઓના દુધની સરખામણીએ મોંધુ પણ છે આશરે એક લીટર રૂપિયા ૪ હજારમાં પડે છે. યુરોપમાં અલ્બાનિયા અને પેપર જેવા દેશોમાં ગધેડાનું દુધ રોજના તબકકે વહેંચાય અને પીવાય જ છે પરંતુ ભારતમાં માકેટીંગના અભાવે ગધેડાનું દુધ આરોગવું એ પણ આપણાં માટે આશ્ર્ચર્યજનક વાત છે જો ભારતમાં પણ ગધેડાના દુધનું માકેટીંગ થાય અને વહેંચવા લાગે તો મોટું માર્કેટ ઉભુ થાય તેમ છે. તેમાં પણ ખાસ ગુજરાત માટે આવશ્યકતાઓ રહેલી છે. કારણ કે, ગુજરાતના કચ્છમાં જંગલી ગધેડાઓ મોટી સંખ્યામાં છે. જેના પર પરીક્ષણ કરવામાં આવે તો ગધેડાનું દૂધ ભારતીય લોકોમાં પણ અનોખી છાપ ઉભી કરી શકે છે.

સરકારે ઘુડખરના દુધ ઉપર પણ પરીક્ષણ કરવા જોઈએ

ગધેડાનું દુધ માના ધાવણ જેટલુ પોશણ્ક્ષમ હોય છે. તે વાત સાબીત થઈ ચૂકી છે. હવે ગધેડાની એક પ્રજાતી માનવામાં આવતી ઘુડખરનું દુધ કેટલુ હિતકારક છે. તે હજુ સામે આવ્યું નથી ઘુડખરની પ્રજાતી ગધેડાનીએક શ્રેષ્ઠ પ્રજાતી છે એક તારણ મુજબ તેનું દુધ ગધેડા કરતા પણ સારૂ હોય શકે છે. માટ આ મામલે સરકારે પરીક્ષણ હાથ ધરવું જોઈએ.