‘દયા’નું દાન કરનાર મોક્ષનો અધિકારી છે: પૂ. ધીરજમુનિ મ.સા.

જે કરે આયંબીલની ઓળી, એને ન ખાવી પડે દવાની ગોળી

દુ:ખી પ્રત્યે દયા રાખવી, પ્રભુ પાસે બેસી એકાંતમાં રડી લેવું અને કહેવું કે હે પ્રભુ, મારા સ્વભાવના કારણે મારા ઘર પરિવાર, દુકાન, ઓફીસ કે ફેકટરીના લોકોને ખુબ જ હેરન ક‚ છું: મને ક્ષમા કરો: પૂ. ધીરગુરુદેવ

 

અબતક, રાજકોટ

પર્વાધિરાજ પર્યુષણ પર્વના સાતમા દિવસે ઇન્દ્રપ્રસ્થાનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ડુંગર દરબારમા શ્રઘ્ધેય સદગુરુ પૂ. ધીરજમુનિ મહારાજ સાહેબની પ્રવચન ધારામાં  ‘દયાદિપ પ્રગટાવો’ એ વિષયે જીવનમાં ‘દયા’ લાવો અને દયાનું ઉલ્ટુ ‘યાદ’ થાય અને દયા પણ કેવી..? દિલની ‘દયા’ લાવવાની વાત કરી છે. સમાજના જીવોને ભગવાને ખોબા ભરી ભરીને દયા આપી છે. પરંતુ દયા કોને કહેવાય? તે બાબતે વિસ્તૃત છણાવટ કરતા. પૂ. ધીરગુરુદેવે કહ્યું  હતું કે જે વ્યકિત ભાવ સાથે દયાનું દાન કરે તે મોક્ષના અધિકારી છે.

તમે મન મુકીને પ્રભુ વરસ્યા, અમે જન્મો જનમના તરસ્યા, હું છું આત્મા, પરમાત્મા, હું છું આનંદનું ધામ, હું છું આત્મા પરમાત્મા જેવા સ્તવન ગીતો દ્વારા પ્રવચન ધારાની શરુઆતમાં પૂ. ધીરગુરુદેવે જણાવ્યું હતું કે ખાસ કરીને બીલ્ડીંગ કોન્ટ્રાકટરો, કેમિકલ ક્ષેત્રના લોકો, મેડીકલ વગેરે કે જેમાં જાણતા કે જેમાં વધુ પડતા જીવોની હીંસા થતી હોય તેવા લોકોએ સાવધાન થવાની જરુર હોવાની વાત પર ભાર મૂકતા પૂ. ગુરુદેવે જણાવ્યું હતું કે, જીવ હિંસાથી બંધાતા કર્મોથી બચવા દયા રાખવી દયાનું દાન કરવું જરુરી છે.

દયા કોને કહેવાય ? તે વાત પર પ્રકાર પાડતા ‘દયા’ ના જુદા જુદા પ્રકારો અને તેનું વિસ્તૃતિ કરણ કરી સમજાવતા પૂ. ધીરજમુનિ મ.સા.એ કહ્યું કે, ‘દયા આત્માની હરિયાળી છે’ જેમ રમણીય સ્થળોમાં અથવા તો વારે વારે જવાનું મન કરે તેમ દયા આત્માની હરિયાળી છે જેથી ભારતમાં દયા, ક‚ણાના હિસાબે પાંજરાપોળો ચાલે છે.

કે જેમાં હજારો ગાયોનો નિભાવ થાય છે  અને દયાથી જ આત્મ આનંદ અનુભવે છે દયા જીવો પ્રત્યેનો પ્રેમ છે.

પૂ. ગુરુદેવે જીવો પ્રત્યેના પ્રેમ વિશે દ્રષ્ટાંત આપતા કહ્યું કે, ક્રોધના આવેશમાં આવી જઇ તને ખબર જ નથી પડતી, તારામાં તો બુઘ્ધિ જ નથી વગેરે વગેરે જેવા શબ્દો કહી બીજાનું દિલ દુભાવવું તેનાથી કર્મો બંધાય છે એક ઘેર મહેમાન આવ્યા પત્નિએ પતિને કહ્યું શાકભાજી લઇ આવો, પતિ ગયા પરંતુ પત્નીએ કોબી લાવવાનું કહ્યું હતું પરંતુ તે કોબી ન લાગતા પત્નિએ પતિને કહ્યું કે કોબી કેમ ન લાવતા પત્નિએ પતિને કહ્ય,ં કે કોબી કેમ ન લાવ્યા ત્યારે પતિને કહ્યું કોબીના પડ હું ઉખેડતો જ ગયો પરંતુ તેમાંથી કંઇ ન નિકળ્યું જેથી કોબી નથી લાવ્યો.  આ સાંભળી પત્નિએ ક્રોધમાં આવી પતિને કહ્યું તમારામાં તો અકકલ જ નથી. શું અકકલ ન હોય તો વ્યકિતને ખુદને ખબર ન પડે..? ક્રોધ કરવાના બદલે ત્યાં દયા રાખવાની વાત છે.

પરંતુ ‘અકકલ’ વિશેના માર્મિક દ્રષ્ટાંતમાં પુ.ગુરુદેવે જણાવ્યું હતું કે સવારે પિતા પુત્ર સાથે ઓફીસે જતા હતા દરમિયાન એક વેપારીની દુકાને બોર્ડ મારેલુ: જેમાં લખ્યું હતું કે અહિં પાંત્રિસ ‚પિયામાં ‘અકકલ’ મળે છે. પુત્રએ બોર્ડ વાંચ્યુ અને િ૫તાને કહ્યું કે, તમે મને રોજ કહો છો કે, તારામાં અકકલ નથી જુઓ અહિં અકકલ વેંચાય છે મને લઇ આપો. પિતાએ બોર્ડ વાંચ્યું, પેલા વેપારીની દુકાને જઇ પૈસા આપી ‘અકકલ’ ની પડીકી પુત્રના મોઢામાં પડીકી ઠલવી પુત્રએ કહ્યુ: આ તો સાકરનો ભૂકકો છે. પિતા-પુત્ર ફરી વેપારી પાસે જઇ ક્રોધના આવેશમાં વેપારીને ખીજાવા લાગ્યા વેપારીએ શાંતિથી બધું સાંભળ્યા બાદ કહ્યુ: કેમ આટલા બધા ક્રોધીત થયા ત્યારે પિતા-પુત્રએ કહ્યું  પાંત્રિસ રૂપિયામાં સાકરનો ભૂકો આપી તમે અમને છેતર્યા છે.

ત્યારે વેપારીએ કહ્યું કે આમા છેતરવાની વાત જ નથી માત્ર પાંત્રિસ રૂપિયામાં તમને અકકલ તો આવી કે આ સાકરનો ભૂકો છે… સમય હમેશા પરિવર્તનશીલ છે.

આ મહાવીરનું શાશન છે. જયાં સૌના સરીખા આશન છે. મહાવીરે દુનિયાને દીધી અને કાચની દ્રષ્ટિ, જેના શબ્દે શબ્દે સાતા પામે સારી દ્રષ્ટિ…  આ મહાવીરનું શાશન છે સ્તવન ગીત સાથે પૂ. ગુરુદેવે જણાવ્યું હતું કે આ મહાવીરના શાશનમાં દરેક આવી શકે છે જેમાં કોઇપણ જ્ઞાતિ-જાતિનો ભેદ નથી અને જે દયાનું દાન કરે તેને મોક્ષ મળે છે.

પૂ. ધીરજમુનિ મહારાજ સાહેબની પ્રવચન ધારામાં ભગવાન મહાવીરની માતાને આવેલા ૧૪ સ્વપ્નો  અંગે છણાવટ કરતા કહ્યું કે અરિહંત ની માતાને આવેલ પ્રથમ સ્વપ્નમાં વૃષભ દેખાયો

વૃષભ એટલે ‘બળદ’ ખેતરમાં બીજનું વાવેતર કરવામાં બળદની અહંમ ભૂમિકા છે. બીજા સ્વપ્નમાં ચાર દાંત વાળો હાથી દેખાયો જે પ્રાણીઓનો રાજા ખુબ શકિતશાળી છે. ચાર દાંત કે જેના અર્થ ઘટનમાં અરિહંત દાન, શીલ, તપ અને ભાવ આ ચાર ધર્મના પ્રકાર છે. ત્રીજું સ્વપ્ન કેશરી સિંહ કે જંગલનું રક્ષણ કરે છે. અરિહંત ભગવાન આત્માઓનું રક્ષણ કરનારા છે. દેવલોકની અપ્સરા પણ તેને સ્પર્શી ન શકી તેઓ કહેતા તે તો કાષ્ટની પુતળી સમાન છે ચામડીએ શરીરનું કવર છે. અને શરીર તો સાફ-નરસુ હોઇ શકે પરંતુ તેમાં આત્માના ગુણો કેળવવા જોઇએ. તેમાં તેઓએ શ્રીપાલ અને મહિણાનું જીવન વાંચવા અનુરોધ કર્યો હતો. જે કરે આયંબીલની ઓળી તેને ન ખાવી પડે દવાની ગોળી સિઘ્ધચક્ર સુધી પહોચવા આયંબીલની ઓળી કરવી જરુરીછે.

ચોથું સ્વપ્નમાં શ્રીદેવી વિશે વાત કરતા પૂ. ગુરુદેવે કહ્યું કે મળ્યું છે તેને વાપરો.

અને તે પણ સતકર્મમાં વાપરો અને દાન વિશે કહ્યું કે ભગવાન દરરોજ એક કરોડ આઠ લાખ અને વર્ષે ત્રણ અબજ અઠયાસી કરોડ એંસી લાખ સોના મહોરનું દાન કરતા માટે જે મળ્યું છે તેને વધાવી લેવું અને પાળે તેનો ધર્મ અપનાવવો ઉપરાંત વિવિધ સ્વપ્નોમાં ફુલમાળા, પૂર્ણિમાનો ચંદ્ર, સૂર્ય, ઘ્વજ, કળશ, પરમ સરોવર, ક્ષાર સમુદ્ર, દેવ વિમાન, વગેરે વિશે જણાવી ભગવાન મહાવીરના ગુણાનુવાદની વાતને દોહરાવી હતી.

દયાએ સમ્પકનું લક્ષણ છે તે અંગે પૂ. ગુરુદેવે કહ્યું કે તમામ જીવો પ્રત્યે દયા રાખવી દયા એ આપણા હ્રદયને ભીનું બનાવે છે. અને દયા કરે તેને કોઇ દવા લેવી પડતી નથી અને દયા ન કરે તેને કોઇ દવા લાગુ પડતી નથી. જેથી દુ:ખી પ્રત્યે દયા રાખવી અને થોડો સમય કાઢી અને પરમાત્મા પાસે રડી લેવું  અને પ્રાર્થના કરવી કે હે પ્રભુ મારા સ્વભાવના કારણે મારા ઘર પરિવાર, દુકાન-ઓફીસ કે ફેકટરીના લોકોને હું ખુબ જ હેરાન કરું છું મને ક્ષમા કરજો.

દયાનો ધર્મ પાળવા કુમાર પાળ રાજાએ પોતાની ચામડીમાં ચોટેલા મકોડાને બચાવવા પોતાની ચામડી કાપી નાખી હતી અને મકોડાને બચાવ્યો હતો આમ, દયા એ સમ્પક દર્શનનું લક્ષણ હોવાનું પણ પૂ. ધીરગુરુદેવે અંતમાં જણાવ્યું હતું.

 

વેરનું વિસર્જન અને સ્નેહનું સર્જન એજ પર્યુષણ પર્વનો સંદેશ

પર્વાધિરાજ પર્યુષણના પર્વના પુનિત દિવસોની પધરામણી એટલે આત્માની ઓળખના દિના પરમાત્માની સમીયે જવાનું પર્વ ! મનના પ્રદુષણને દૂર કરવાનો અવસર ! પર્યુષણ પર્વ એ આઠ અંકો નાટકનથી મોટાઈ બતાવવાનું કીર્તિ રળવાનું કે મિથ્યાભિમાન કરવાનું ટાણુ નથી.

આત્માના શુધ્ધ ભાવો તરફ પ્રયાર કરવાના અને અશુભ ભાવો દૂર કરવા માટે પર્વના પાવન દિવસો છે. પર્વમાં તપ ન થાય તો ચાલશે પણ મગજનો તાપ તો નહિ જ ચાલે ! તપવું નહિ તો પણ તપ છે.

જીવનમાં નમ્ર બનનાર વ્યકિતને કદાચ લોકો કહેવા લાગે કે નમાલા થઈને ઝૂકી જવાની જરૂર નથી ! આપણે ખમાવવાની શું જરૂર છે ! આવા શબ્દોની માયાજાળમાં આવ્યા વિના એક જ લક્ષ્ય કરવાનું છે. મારે કોઈની સાથે વેર રાખવું નથી. સામેવાળા ખમાવે કે ન ખમાવે જે ભૂલનો સ્વીકાર કરે છે તેજ મહાન બને છે. જો ઉવસમઈ અત્થિ તસ્સ આરાહણા જે ઉપશમભાવને ધારણ કરે છે. તે આરાધક બને છે.

જીવન જીવતા સંભવ છે કે સારા ભાવ હોવા છતા ભૂલ થઈ જાય. આમેય બોલવામા મુશ્કેલી પડે એવા ત્રણ શબ્દ છે.મારી ભૂલ થઈ! વેરનું વિસર્જન અને સ્નેહનું સર્જન એ જ પર્યુષણનો સંદેશ છે. સામો થાય આગ તો તમે થજો પાણી એ છે પ્રભુ વીરની વાણી થોડી ક્ષણો માટે અહી અને મમનો વિચાર છોડીને અર્હ નમનો ભાવના ભાવવી નમવું અને ખમવું એ આરાધનાનો અર્ક છે.

‘દૂધ જલતા હૈ પાની જલને કે બાદ આદમી રોતા હૈ વકત નીકલને કે બાદ’

 

 

જીવંત પ્રસારણ જોવા માટે… ‘અબતક’નું જીવંત પ્રસારણ

  • ઇન કેબલ નં. ૫૬૧
  •  ડેન નંબર ૫૬૭
  •  સેવન સ્ટાર (મુંબઇ) ૯૭
  •  રીયલ જીટીપીએલ ૩૫૦
  •  ફેસબુક અને યુટયુબ પર પણ જીવંત પ્રસારણ જોઇ શકાશે

 

પૂ.ધીરગુરુદેવની પ્રવચન ધારાનું લક્ષ્ય ચેનલ પર વિશેષ પ્રસારણ

પર્યુષણ પર્વના પાવન દિવસો દરમ્યાન લક્ષ્ય ચેનલ પર પૂ.ધીરગુરુદેવના શુભંક્ર સાંનિધ્યે પ્રવચન ધારા

તા. ૪-૯-૨૦૨૧ થી તા. ૧૧-૯-૨૦૨૧ દરમ્યાન વિશેષ પ્રસારણ દરરોજ સાંજે ૬:૦૦ થી ૭:૩૦ કલાક સુધી નિહાળી શકાશે.