ન હોય!!! 3200 વર્ષ પહેલાનું ચીઝ મળી આવ્યું!!!

2400 વર્ષ જૂનું સુપનું પાત્ર તેમજ 1700 વર્ષ જૂની વાઇનની બોટલ પણ મળી આવી!! 

યુનાઇટેડ કિંગડમના રાષ્ટ્રીય ટ્રસ્ટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા કહ્યું છે કે, અમુક ભાગમાં ખોદકામ કરતાં પુરાતત્વ વિભાગને 1900ની સાલની ચોકલેટ પટ્ટી મળી આવી છે. આશરે 121 વર્ષ જૂની ચોકલેટ પટ્ટી બરણીમાં ખોદકામ દરમિયાન મળી આવી છે. સાથોસાથ વર્ષ 1867 એટલે કે 1200 વર્ષ જૂની વાઈનની બોટલ પણ ખોદકામ દરમિયાન મળી આવી છે. ઉપરાંત વર્ષ 2013-14માં પુરાતત્વ વિભાગ જ્યારે ખોદકામ કરી રહ્યું હતું ત્યારે આશરે 3200 વર્ષ જૂનું ચીજ પણ મળી આવ્યું છે. જેના આધારે કહી શકાય કે, ચીઝનું ચલણ આજકાલનું નથી પરંતુ વર્ષોથી ચીઝનું ચલણ ચાલતું આવ્યું છે. યુનાઇટેડ કિંગડમ ની રાષ્ટ્રીય ટ્રસ્ટને મળી આવેલી વસ્તુઓમાં મુખ્યત્વે કુલ ત્રણ વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમાં પ્રથમ 3200 વર્ષ જુનું ચીઝ, 1700 વર્ષ જૂની વાઇનની બોટલ તેમજ 2400 વર્ષ જૂનું ઝીયાન સૂપનું પાત્ર પણ મળી આવ્યું છે.

1700 વર્ષ જૂની વાઇનની બોટલ જર્મનીના મ્યુઝિયમની શાન બની!!

રોમન નોબલની સમાધિમાં દફનાવવામાં આવેલી દોઢ લિટરની વાઇનની બોટલ આશરે 1700 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. વર્ષ 1867માં સ્પીયરમાં ખોદકામ દરમિયાન આ બોટલ મળી આવી હતી અને હવે તે પેલેટીનેટના જર્મનીના ઐતિહાસિક સંગ્રહાલયમાં રાખવામાં આવી છે.

ચીની પુરાતત્વવિદોને મળ્યું 2400 વર્ષ જૂનું સુપનું પાત્ર

વર્ષ 2010માં ચીની પુરાતત્ત્વવિદોએ 2400 વર્ષ જુનો સૂપનું પાત્ર શોધી કાઢ્યું હતું. પ્રાચીન રાજધાની ઝીઆન નજીક દેશના ખ્યાતનામ ટેરાકોટા લડવૈયાઓનાં ઘરની નજીક સીલબંધ કાંસાની રસોઈનાં વાસણમાં હાડકાં સાથેનો પ્રવાહી મળી આવ્યો હતો.

3200 વર્ષ પૂર્વે પણ હતું ચીઝનું ચલણ

વર્ષ 2013-14ની આસપાસ સાક્કારામાં ઇજિપ્તના ઉચ્ચ અધિકારી, પેટાહમ્સની સમાધિમાં કામ કરતા પુરાતત્ત્વવિદોને 3200 વર્ષ જૂનો ચીઝનો બરડો મળી આવ્યો છે.