જેવી તેવી નહીં હો,…લક્ઝરી કાર ચોરતી આ ગેંગ, આવી રીતે આપતાં અંજામ

રાજકોટ શહેર પોલીસ દ્વારા તાજેતરમાં ઝવેલર્સ શોપ લુંટ, રેલવે બોગસ રીકુટમેન્ટ, બોગસ માર્કશીટ, સ્મોલ ફાઇનાન્સ લોન જેવા વગેરે આંતરરાજ્ય કૌભાંડોનો પર્દાફાસ કર્યો. આ સાથે જ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચે વધુ એક આંતરરાજ્ય કૌભાંડ પકડી પાડ્યું છે.

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દ્વારા રાજકોટમાં વાહન ચોરીના ગુનાઓને અટકાવવા સૂચના અપાય હતી. આ દરમિયાન ગઈ કાલે (18 મે) બાતમીદાર મારફતે ખબર મળી હતી કે, નવા 150 ફૂટ રીંગ-રોડ પર ટીલાળા ચોકડી પાસે વાવડીગામના રસ્તા પર પારસોલી મોટર ગેરેજમાં ચોરાઈ વાહનો રાખેલ છે. જે ખબર આધારે પોલીસ દ્વારા તે જગ્યા પર રેડ પડતા ટોયોટો ઇનોવા, મહિન્દ્રા સ્ક્રોપીયો, મારુતિ બ્રેજા જેવી લક્ઝરી SUV જેવી ગાડીઓ પકડી પાડવામાં આવી હતી.


આ કૌભાંડનો પર્દાફાસ કરતા જાણવા મળ્યું કે, દિલ્હી, ઉત્તરપ્રદેશ, હરીયાણા, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી આ ગાડીઓ ચોરી કરી ગુજરાત લાવવામાં આવી હતી. પોલીસ દ્વારા રેડ પાડતા ઘટનાસ્થળ પર રાહુલ ભરતભાઈ ધિયાડને પકડવામાં આવ્યા હતા.


જપ્ત કરેલા મુદામાલમાં કાળા કલરની સ્ક્રોપીયોની કિંમત 7,00,000 રૂપિયા, મરૂન કલરની ટોયોટો ઇનોવા 9,00,000 રૂપિયાની અને સફેદ કલરની ઓટોમેટિક મારુતિ બ્રેજા 7,00,000 રૂપિયાની છે. આ બધું મળીને કુલ 23 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.