Abtak Media Google News

કોંગ્રેસના ભટ્ટી, મકવાણા, અનડકટ અને મુંધવાના આકરા પ્રહારો

દેશભરમાં સતા હાંસલ કરવા તત્કાલીન ગુજરાતના સીએમ અને હાલના પીએમએ 2014 માં 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું હતું જેના 9 વર્ષ વીતી ગયા છતાં સરકાર પોતે આપેલા વચનમાં નિષ્ફળ નીવડી છે અને ઊલટું રાંધણગેસનો બાટલો 1000 પર પહોંચાડી દીધો છે.

ભાજપ સરકારના રાજમાં ફરી ચૂલાનો જમાનો આવે તો નહીં તેવો કટાક્ષ કોંગ્રેસ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી , ડી પી મકવાણા , ગોપાલ અનડકટ અને રણજીત મુંધવાએ કર્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ અગ્રણી જશવંતસિંહ ભટ્ટી , ડી પી મકવાણા , ગોપાલ અનડકટ અને રણજીત મુંધવાની એક યાદીમાં જણાવાયું છે કે ભાજપ સરકાર ગરીબ વિરોધી સરકાર હોય તેવું ફલિત થઈ રહ્યું છે . 100 દિવસમાં મોંઘવારી કાબુમાં લેવાના બણગાં ફૂંકતી સરકારના પાપે આજ મોધવારી બેકાબુ બની ગઈ છે પેટ્રોલ , ડીઝલ , તેલ , જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે સરકારે કેરોસીન પણ આપવાનું બંધ કરી દીધું છે આવી કટોકટી વચ્ચે કોંગ્રેસ સરકારમાં 350 માં મળતા રાંધણગેસનો બાટલો વધુ 50 રૂપિયા મોંઘો કરી 1000 રૂપીયાએ પહોંચાડી દીધો છે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.