- રવિવારે ભગવાન ભાસ્કરની પૂજા કરવી જોઈએ
હિન્દુ ધર્મમાં રવિવારને ખૂબ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે. આ દિવસ સૂર્ય દેવને સમર્પિત કરવામાં છે. જેમને નવ ગ્રહોનો રાજા કહેવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, રવિવારે વિશેષ પૂજા અને ઉપાય કરવાથી સૂર્ય દેવ પ્રસન્ન થાય છે અને તેમના ભક્તો પર આશીર્વાદ વરસાવે છે. જીવનમાં સુખ, સમૃદ્ધિ, સફળતા અને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
રવિવારે ભગવાન સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરીને ભગવાન સૂર્યની પૂજા કરવી જોઈએ. તેમજ સૂર્યોદય સમયે સૂર્ય દેવને અર્ધ્ય અર્પણ કરો અને પૂજા કરો. આ દિવસ સૂર્ય દેવ સાથે સંકળાયેલ છે અને સૂર્ય ગ્રહોનો રાજા છે. આવી સ્થિતિમાં, રવિવારે એવી વસ્તુઓનું ન ખરીદવી જોઈએ. આ સિવાય એવું માનવામાં આવે છે કે સૂર્યદેવની કૃપા મેળવવા માટે આ દિવસે ઉપવાસ કરવાથી પણ લાભ થાય છે. સામાન્ય રીતે રવિવાર રજાનો દિવસ હોય છે. મોટાભાગના લોકો આ દિવસે ખરીદી કરવાનું પસંદ કરે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે કેટલીક વસ્તુઓ ખરીદવાની મનાઈ છે.
રવિવારે આ વસ્તુઓ ખરીદવી અશુભ છે
મોટાભાગના લોકો રવિવારે ખરીદી કરવાનું પસંદ કરે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે લોખંડનો સામાન ખરીદવો અશુભ છે. તેમજ તેને ખરીદવાથી આર્થિક નુકસાન થાય છે. તેમજ તેની સાથે જ દેવી લક્ષ્મી ઘરની બહાર નીકળે છે. આ સિવાય હાર્ડવેર, કાર એસેસરીઝ, ફર્નિચર, ઘર બનાવવાની વસ્તુઓ અને બાગકામની વસ્તુઓ પણ આ દિવસે ન ખરીદવી જોઈએ.
ઘરમા ગરીબીની એન્ટ્રી
રવિવારે ઘર બનાવવાની વસ્તુઓ અને ગાર્ડનિંગનો સામાન ખરીદવાથી બચવું જોઇએ. નહી તો ઘરમા ગરીબીની એન્ટ્રી થઇ શકે છે.
લોખંડ ના ખરીદવું
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારના દિવસે લોખંડ ના ખરીદવું તેનાથી માન-સન્માનને ઠેસ પહોચે છે.
વાહન કે કોઇ હાર્ડવેયર
રવિવારના દિવસે વાહન કે કોઇ હાર્ડવેયરની ખરીદવી ના કરવી આનાથી ધન હાની પહોચે છે.
ફર્નીચર
જ્યોતિષશાસ્ત્ર અનુસાર રવિવારે ફર્નીચરની ખરીદી શુભ માનવામાં નથી આવતી. આનાથી ઘરમાં ગરમી પ્રવેશી શકે છે.
રવિવારે શું કરવાની મનાઈ છે
રવિવારે મીઠું ન ખાવું જોઈએ. કારણ કે તેની અસર સ્વાસ્થ્ય પર પડે છે. તેમજ તેની સાથે કામમાં અડચણો આવે. કાળો, વાદળી, ભૂરો અને રાખોડી રંગના કપડાં રવિવારે ન પહેરવા જોઈએ. રવિવારે તાંબાની વસ્તુઓ ન વેચવી જોઈએ. રવિવારે વાળ કાપવાથી કુંડળીમાં સૂર્ય નબળો પડે છે. તેથી રવિવારે વાળ કાપવાનું ટાળવું જોઈએ. આ સિવાય રવિવારે માંસ અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિ સંબંધિત વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. બીજી તરફ રવિવારે લાલ રંગની વસ્તુઓ, પાકીટ, કાતર, ઘઉં વગેરે ખરીદવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે રવિવારે આ વસ્તુઓ ખરીદવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.