પાડાના વાંકે પખાલીને ડામ નહીં: ફાસ્ટેગનો “ટેગ હોય તો યાંત્રિક ખામીને લઇ ટોલનાકા ઉઘરાણા ન કરી શકે

વાહન ચાલકો ટોલ પ્લાઝાએ પહોંચે ત્યારે ફાસ્ટેગ સ્કેનિંગમાં ક્ષતિ સર્જાય તેવા કિસ્સામાં વાહનચાલકોનો વાંક નથી

ફાસ્ટેગ સિસ્ટમમાં કોઈપણ ખામી સર્જાય તો ઝીરો પાવતી આપવી ફરજીયાત

માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા નેશનલ હાઇવે ઉપર વાહન ચાલકો સાથે થતી કનડગત દૂર કરવા ઘડી કઢાઈ વ્યવસ્થા

ફાસ્ટેગની ફરજીયાત અમલવારી બાદ યાંત્રિક ખામીના બહાના આગળ ધરાતા કાર, ટ્રક અને બસ સહિતના વાહનોના ચાલકો હેરાન પરેશાન થતા હોવાના બનાવો 

 

રાષ્ટ્રીય ધોરીમાર્ગો ઉપર રહેલા ટોલ પ્લાઝામાં ધી  પસાર વા માટે કાર, ટ્રક કે બસ સહિતના ફોરવીલના ચાલકોને ફરજિયાત ફાસ્ટેગ રાખવું પડે છે. જો ફાસ્ટેગ ન હોય તો ટોલનાકેી પસાર વા માટે બે ગણો ટોલ ટેક્સ ચૂકવવો પડે તેવી જોગવાઈ છે. અલબત, ઘણી વખત એવું બને છે કે વાહન ચાલકના બેન્ક ખાતામાં અવા વોલેટમાં પૈસા હોય પરંતુ ટોલ પ્લાઝાએ આંતરીક ખામી સર્જાઇ હોવાી પૈસા બેન્કમાંધી  કે વોલેટમાંધી  ઉપાડતા ની, આવી સ્ધ્ધિ તમાં વાંક વાહન ચાલકોનો નહીં પણ ટોલ પ્લાઝાએ ઉભી યેલી યાંત્રિક ખામીનો છે.

અત્યાર સુધી ફાસ્ટેગ બાબતે આવા અનેક કિસ્સા સામે આવ્યા છે, જ્યાં પૈસા ન કપાવવાના કારણે ચાલકને પરેશાન કરવામાં આવ્યા હોય. વાહન ચલાકો પાસેી પરાણે બે ગણો ચાર્જ વસૂલવામાં છે. જેી સરકારે આ બાબતને ધ્યાને લઇને નવા ધારાધોરણો બહાર પડ્યા છે. જે મુજબ હવે ખાતામાં પૂરતા નાણાં હોય તેવા સંજોગોમાં જો ટોલ પ્લાઝાએી નીકળતી વખતે યાંત્રિક ખામી સર્જાય તો રોકડા પૈસા, બેગણો ચાર્જ આપવાની જરૂર ની. એકંદરે હવે પાડાના વાંકે પખાલીને ડામ નહીં અપાય ફાસ્ટેગ હોય તો ટોલનાકા એ ઉઘરાણા નહીં થાય.

માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા તાજેતરમાં નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જે મુજબ નેશનલ હાઈવે એક્ટ ૧૯૫૬ની કલમ ૯ અંતર્ગત કેટલાક ફેરફાર યા હતા. આ નિયમોને નેશનલ હાઈવે પેમેન્ટ રુલ ૨૦૧૮નામ આપવામાં આવ્યું હતું. આ નિયમો મુજબ વાહન ચાલક જ્યારે ટોલ પ્લાઝા એ પહોંચે અને ટોલ પ્લાઝા સોફ્ટવેર અવા હાર્ડવેરની કોઈ ખામીના કારણોસર ફાસ્ટેગી પૈસા ભરી ન શકાય તેવા સંજોગોમાં વાહન ચાલકને ઝીરો ટ્રાન્જેક્શન રીસીપ આપવામાં આવશે. આ રીસીપ આપવી ફરજીયાત રહેશે. બીજી તરફ વાહનચાલકના ફાસ્ટેગ માં કોઇ ખામી ની પૂરતું બેલેન્સ પણ છે, જેી વાહન ચાલકનો કોઈ વાંક ની. આવી સ્થિતિમાં ચાલકને ટોલ પ્લાઝાએ બમણો ટોલ ટેક્સ આપવાની જરૂર રહેતી ની.

ફાસ્ટેગની ફરજિયાત અમલવારી યા બાદ રાષ્ટ્રીય ધોરીમાર્ગોએ ટોલ પ્લાઝામાં ખામી સર્જાઇ હોય રકઝકના કારણે લાઈનો લાગી હોય તેવા ઘણા કિસ્સા બહાર આવ્યા હતા. એકંદરે ફાસ્ટેગ સમય અને ઈંધણની સંપત્તિ બચાવવા માટે અમલમાં આવ્યું છે. આ ઉપરાંત બારોબાર ટોલટેક્સ આપ્યા વગર પગ કરી જતા વાહનોને પણ ફાસ્ટેગની મદદી રોકી શકાય છે. અલબત્ત ઘણી વખત ટોલ ટેક્સમાં પેટા કોન્ટ્રાક્ટરો દ્વારા તી અવળચંડાઇના કારણે વાહનચાલકો પરેશાન તાં હોવાની ફરિયાદો સામે આવી હતી, આવી સ્ધ્ધિ તમાં વાહનચાલકો પરેશાન ન થાય તે માટે માર્ગ અને પરિવહન મંત્રાલય હરકતમાં આવી ગયું છે.

ઉલ્લેખનીય છે કે, ફાસ્ટેગ એ એવી વ્યવસ છે જેમાં રેડિયો ફ્રિકવન્સી આઈડેન્ટીફિકેશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેમાં ટોલ પેમેન્ટ સીધા તેની સો સંકળાયેલા પ્રિ-પેઈડ એકાઉન્ટમાંધી  થાય છે.  ફાસ્ટેગને તમારા વીન્ડસ્ક્રીન ઉપર ચોંટાડવામાં આવે છે. તેના કારણે ફાસ્ટેગ સ્ટીકરની ફ્રીકવન્સી ટોલપ્લાઝમાં લાગેલ સેન્સર સો મેચ ઈ જાય છે અને વાહન ચાલક ત્યાંધી  સડસડાટ પસાર ઈ શકે છે.

વાહનચાલક કોઈ પણ ટોલનાકેી પસાર શે કે તરત જ  ટોલ ટ્રાન્ઝેક્શન શે એ રજીસ્ટર મોબાઈલ નંબર ઉપર એસએમએસ પહોંચી જાય છે. વળી વાહનચાલક રજીસ્ટેશન કરાવે તે પછી વેબસાઈટ ઉપર અમુક સમયાંતરે સ્ટેટમેન્ટ મેળવી શકે છે.  પોતાના ફાસ્ટેગ એકાઉન્ટનું સ્ટેટસ પણ જાણી શકાય છે.

માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ઉભી કરાયેલી ફાસ્ટેગનો ટેગ હોય તો યાંત્રિક ખામીને લઈને ટોલનાકા પરાણે ઉધરાણા કરી શકે નહીં. વાહન ચાલકો ટોલપ્લાઝાએ પહોંચે ત્યારે ફાસ્ટેગ સ્કેનીંગમાં સર્જાયેલ ક્ષતિમાં વાહન ચાલકનો કોઈ વાંક નથી આવી સ્થિતીમાં પાડાના વાંકે પખાલીને ડામ મળી શકે નહીં.