Abtak Media Google News

બજારમાં આગ ઝરતી તેજી જોઈને આશ્ચર્ય થાય છે શું રોકડ  રાખીને બેસી રહેવું સારું? કે હજી પણ સારી તકની રાહ જોવી…!

અત્યારે લગભગ તમારા સહિતના બધા જ રોકાણકારો બજારની તેજી અને ઊંચા સ્તરે ચાલી રહેલી બજારનું સતત અવલોકન કરીને એક વાત સતતપણે વિચારી રહ્યા છે કે અત્યારે રોકાણ કરવાનું યોગ્ય સમય છે? એમાં કોઈ શંકા નથી કે નિફ્ટી ૧૮૦૦૦ એ પહોંચી ગયું છે અને હજુ તેમાં સુધારો જોવામાં આવી રહી છે ત્યારે મોટાભાગે એવું વિચારતા હોય કે કરેક્શન પછી નીચા ભાવે જ ખરીદી કરવી જોઈએ બરાબરને.?

સામાન્ય રીતે વાત સાચી છે કે બજારમાં નીચા ભાવે ખરીદી કરવી અને ભવિષ્યમાં બજાર ઘટે ત્યારે જ ખરીદી કરવાના નિર્ણયને યોગ્ય ગણવામાં આવે છે અને અત્યારે પરિસ્થિતિમાં ૧૬થી ૨૦ ઓગસ્ટ૯૦ ની સ્થિતિએ બજારમાં અત્યારે કયો લેવો રસ્તો અને રોકાણ માટે યોગ્ય સમય કયો તે તમામ લોકો વિચારી રહ્યા છે, જો તમારા પૈસા બેંકના ખાતામાં પડ્યા હોય અને તમે યોગ્ય રોકાણ ની રાહ જોતા હોવ અને તાત્કાલિક તક માટે સતત સજાગ હો તોવાત અલગ છે

પરંતુ વિચારી વિચારીને આગળ વધવા વાળા પોતાની મૂડી માં વધારો અને ભંડોળ ઊભું કરવામાં બહુ ભાવતા નથી અમે તમને સલાહ આપીએ છીએ કે તાત્કાલિક ધોરણે માસિક રોકાણ કરવું જોઈએ વીસ વરસ ના એકાંત રોકાણમાં દર મહિને ૨૫ હજાર રૂપિયાનું રોકાણ માસિક ૧૨ ટકા અને ૨૦ વર્ષના લાંબા ગાળા માટે નું રોકાણ કરવાથી ૨.૫ કરોડ રૂપિયા અંતે જમા થઈ જાય છે જો તમે આ રોકાણ કરવાનું દસ વર્ષ મોડું ચાલુ કરશો તો તમારે બીજા દસ વર્ષ રાહ જોવી પડશે, જો તમે એક વર્ષ પૂરું રોકાણ શરૂ કરશો તો સો ટકા લેખે અને ૧૯ વર્ષે તેનું પરિણામ આવશે આ રીતે રોકાણ ની ગણતરી અને તેના લાભ અંગે જ સતત પણે અવલોકન કરવામાં આવે તો બજાર ટૂંકા રોકાણકારો માટે જ ફાયદાકારક હોય છે, બજાર નો કયો શેર ક્યારે અને કેવી રીતે ચાલશે? કે કરવાનું વિષય છે

સામાન્ય રીતે બેંક માં રાખેલા પૈસા કરતા અત્યારે રોકાણ કરનારાઓને હંમેશા વધુ ફાયદો થાય છે દરેક રોકાણકારોએ બજારમાં કરેક્શન આવે પછી રોકાણ કરવાનું વલણ સરવાળે ભાગાકાર જેવું થાય છે જો તમે નિયમિતપણે રોકાણ કરો તો પરિણામ પોતે જ બોલશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.