નાદાર કંપની લેનારને અગાઉના સંચાલકોના ‘પાપ’નહીં નડે: દેશમાં નવો કાયદો અમલી

૨૦૧૬માં અમલી બનેલા કાયદામાં ત્રણ વખત સુધારા થયા છે

નાદાર બનેલી કંપનીના ખરીદનારાને અગાઉના સંચાલકોના પાપ કે ગેરરીતિની અસર નહીં થાય તેવો કાયદો સંસદમાં ગઇકાલે પસાર કરવામાં આવ્યો છે.

લોકસભામાં ૬ માર્ચના રોજ પસાર થયેલા નાદારી કાયદા સુધારા ૨૦૨૦ ને રાજય સરકારે મંજુરી આપી દીધી છે.

સુપ્રીમ કોર્ટના ચૂકાદાના શબ્દો અને અર્થને ઘ્યાનમાં લઇ સરકારે સામે  નાદારી કાયદાનો સુધારો કર્યો છે તેમ નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું.

નાદારી કાયદામાં સુધારા અંગે કેટલાક સાંસદો દ્વારા માંગ થતી હતી એટલે અમે એ અંગે સજાગતા દાખવી છે અને અમે એમાં વગેરે વિચાર્યે સુધારા કર્યા નથી પણ બહુ વિચારીને જ જરૂરી સુધારા કર્યા છે. આ નવા કાયદાથી નાદાર કંપની ખરીદનારને અગાઉ સંચાલકોએ કરેલા પાય કે ગેરરીતિની અસર નહીં થાય અને રક્ષણ મળશે.

અમે કાયદામાં સુધારા સાથે કેટલાય મકાન કે કંપની ખરીદનારાની વાત કે અધિકાર, જરૂરીયાતને પણ ઘ્યાનમાં લીધી છે જેથી ખોટા વિવાદ ઉભા ના થાય.

અગાઉના કાયદાની કેટલાક કલમોમાં સુધારા સાથે કેટલીક નવી કલમો પણ ઉમેરવામાં આવી છે તેમ સીતારામને જણાવ્યું હતું.