Abtak Media Google News
  • દૈનિક આહારમાં લેવાતા સબરસ અને ખાંડમાં રહેલા માઈક્રો પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો આરોગ્યને લાંબા ગાળે મોટું નુકસાન કરનાર

પોષણ આહારમાં મીઠું અને ખાંડ ને મહત્વના ઘટક તરીકે માનવામાં આવે છે પરંતુ આહારના મુખ્ય ઘટક એવા મીઠા અને ખાંડમાં હવે પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણોની ભેળસેળ આરોગ્ય માટે જોખમી બની રહી છે પ્લાસ્ટિકના આ સૂક્ષ્મ કણો લાંબા ગાળે હૃદય રોગ અને ચયાપચય તંત્ર માં ગડબડથી લઈને કેન્સર સુધીની બીમારી માટે કારણભૂત બને છે ત્યારે તબીબો હવે મીઠા અને ખાંડનું પ્રમાણ ઓછું કરવાની સલાહ આપતા થયા છે .

પ્લાસ્ટિકના કણોનું પ્રદૂષણ માત્ર હવામાં છે એવું નથી હવે ખોરાકના મુખ્ય ઘટક મીઠા અને ખાંડમાં પણ માઇક્રો પ્લાસ્ટિકની ફેર થઈ ગઈ છે સલાડ ને અથાણામાં મીઠાનું પ્રમાણ ઘટાડવું પડશે આ જ રીતે ચા અને કોફીમાં પણ ખાંડની સાથે પ્લાસ્ટિકના સુક્ષ્મ કણો ભળી રહ્યા હોવાનું તાજેતરમાં આવેલા સર્વેક્ષણમાં બહાર આવ્યું છે.

પ્લાસ્ટિકના સુક્ષ્મ કણો ની આરોગ્ય પર કેવી અસર થાય તે તેના એક સંશોધનમાં ભારતમાં વપરાતા મીઠા અને ખાંડની તમામ પેકિંગ અને છુટ્ટી વેરાઈટીમાં માઈક્રો પ્લાસ્ટિક ની હાજરી બહાર આવી છે.

ડોક્ટરનું કહેવાનું છે કે ખાંડ અને મીઠા ના માધ્યમથી શરીરમાં દાખલ થતા પ્લાસ્ટિકના સુક્ષ્મ કણો લાંબા ગાળે આરોગ્ય માટે ઘાતક પુરવાર થઈ છે ખાંડ અને મીઠાના માધ્યમથી પેટમાં જતા પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો હૃદય ના રોગો હાર્ટ એટેક પાચનશક્તિ માં ગરબડ ઊભી કરવાની સાથે સાથે કેન્સર જેવી સમસ્યા માટે કારણભૂત બને છે.

સરેરાશ પ્રત્યેક નાગરિક દરરોજનું 10.98 ગ્રામ મીઠું અને 10 ચમચી ખાંડ દરરોજ ખોરાકમાં લે છે નવા સંશોધનમાં બહાર આવ્યું છે કે મીઠા અને ખાંડ માં પ્લાસ્ટિકના સુક્ષ્મ કણો ની હાજરી જોવા મળી છે 0.1 મીમીચી પાંચમી સુધીના પ્લાસ્ટિક કણોની હાજરી જોવા મળી છે સૌથી વધુ પ્લાસ્ટિકના કણો આયોડાઈટ મીઠા મા89 15% અને ઓર્ગેનિક સિંધાલૂણમાં સૌથી ઓછું 6.70% પ્લાસ્ટિકના કણો જોવા મળ્યા હતા સૌથી વધુ ખતરો પ્લાસ્ટિકના કણોથી ઉભો થાય છે.

હવે સરકાર ખાંડ અને મીઠામાં પ્લાસ્ટિકના કણોનું પ્રમાણ ઘટાડવા માટે માપદંડ નક્કી કરશે સર્વે માટે લેવાયેલા નમુનામાં 11.85 થી 68.25 પ્રતિ કિલ્લો એ પ્લાસ્ટિક મળી આવ્યું હતું.

*ખાંડ મીઠામાં ક્યાંથી ભળે છે પ્લાસ્ટિક?

સામાન્ય રીતે પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો 5 ળળ થી ઓછા હોય છે અને તે વિવિધ પ્રક્રિયા દરમિયાન મીઠા અને ખાંડમાં ભળી જાય છે તાજેતરમાં પર્યાવરણ વિજ્ઞાન ટેકનોલોજી ના જનરલમાં આ સંશોધન પ્રસિદ્ધ થયું હતું ટેલિફોર્નિયા યુનિવર્સિટી દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં સામાન્ય રીતે પ્લાસ્ટિકના કણ પેકિંગ મટીરીયલ દ્વારા ખાંડ અને મીઠામાં ભળે છે. પ્લાસ્ટિકની સમસ્યા અંગે દુનિયામાં ચિંતા પ્રવર્તી રહી છે ત્યારે પીડી હિન્દુતા હોસ્પિટલ મુંબઈના ડોક્ટર સ્વીડન સ્ત્રીની દાદી જણાવ્યું હતું કે પ્લાસ્ટિક ના ખોરાકમાં ફરતા કોણ આરોગ્ય માટે ખૂબ જ મોટું જોખમ ઊભી કરે છે લાંબે ગાળે માઇક્રો પ્લાસ્ટિક જીવલેણ પરિસ્થિતિ ઉભી કરે છે અને કેન્સર હૃદય રોગના હુમલા અને સમગ્ર શરીરના તંત્ર પર તેની માંથી અસર થાય છે હવે તબીબો આ કારણે જ ખોરાકમાં ખાંડને મીઠાનું પ્રમાણ ઓછું કરવા હિમાયત કરતા થયા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.