કોરોનાને હળવાશથી ન લો, ઓક્સિમીટર વસાવો:મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ

Udit Agarwal, Commissioner, Rajkot Municipal Corporation

શહેરમાં કોરોનાનું સંક્રમણ દિન-પ્રતિદિન વધી રહ્યું છે ત્યારે મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા રાજકોટવાસીઓને કોરોનાને હળવાશથી ન લેવાની અપીલ કરવામાં આવી છે. સાથે સાથે માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા સહિતની કોરોનાની તમામ ગાઈડ લાઈનનું પાલન કરવાની પણ કરી છે.

પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તેઓએ જણાવ્યું કે, કોરોનાની બીજી લહેરમાં કોઈપણ પ્રકારના લક્ષણ ન હોવા છતાં વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે છે. સામાન્ય શરદી, ઉધરસમાં પણ કોરોના હોય શકે છે. શ્ર્વાસ લેવાની તકલીફ જેવા લક્ષણો પણ જોવા મળી રહ્યાં છે. આટલું જ નહીં 40 થી 50 વર્ષની વય જુથના લોકો પણ હવે કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. સતત ઓક્સિજન લેવલ ચેક કરતું રહેવું જોઈએ. આ માટે દરેક ઘર દીઠ ઓક્સિમીટર વસાવવું ખુબજ જરૂરી છે. કોરોનાએ હજુ આપણા વચ્ચેથી વિદાય લીધી નથી. બીજી લહેર ખુબજ ઝડપથી પ્રસરી રહી છે. કોરોનાને અટકાવવા માટે સરકાર દ્વારા ફરજિયાત માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સની જાળવણી કરવી તેવી ગાઈડ લાઈન જાહેર કરવામાં આવી છે તેનું પાલન કરવું જોઈએ.