Abtak Media Google News

સ્ક્રીન થકી બાળકોમાં તણાવ આવાનું કારણ તે અયોગ્ય : સર્વે 

નાના બાળકોના માતા-પિતા સતત એ વાત ઉપર બાળકોને ટકોર કરતાં હોય છે કે લાંબા સમય સુધી મોબાઈલ અને કોમ્પ્યુટરની સ્ક્રીન પ નજર કેન્દ્રીત કરતા હોવાથી બાળકોમાં તણાવનું કારણ સૌથી વધુ જોવા મળે છે અને તે ખૂબ જ નુકસાનકારક પણ સાબિત થાય છે પરંતુ સર્વેમાં એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે સતત પાંચ કલાક સુધી જો બાળક મોબાઇલ સ્ક્રીન અથવા તો કોમ્પ્યુટર સામે જોયા રાખે તો પણ તેને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચતું નથી એટલું જ નહીં સામે જરૂરી મુદ્દો તો એ છે કે બાળકો દ્વારા જો શિક્ષણ માટે મોબાઈલ અથવા તો કોમ્પ્યુટર સ્ક્રીનનો ઉપયોગ કરવામાં આવતો હોય તો તે સહેજ પણ નુકસાનકારક રહેતું નથી બીજી તરફ જે સર્વે હાથ ધરવામાં આવ્યો છે તેમાં એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે સ્ક્રીન અને બાળકો નો તણાવ વચ્ચે કોઈ જ સીધો કે આડકતરો સંબંધ નથી.

આ સર્વે માટે 12000 બાળકો નો સાથ સહકાર લેવામાં આવ્યો હતો જેમાંથી બાળકોને ઉંમર ૯ થી ૧૦ વર્ષ જેટલી રાખવામાં આવી હતી ત્યારે જે સર્વે હાથ ધરવામાં આવ્યો છે તેમાં જે બાળકોને લેવામાં આવ્યા તેમાં તેમના માતા પિતાની આવક તેમનું બેગ્રાઉન્ડ સહિત તમામ ચીજ વસ્તુઓ ખૂબ જ નબળી હોવા ની સામે આવી હતી અને આ સહભાગી થયેલા બાળકો ઉપર સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. પરંતુ સર્વેમાં ચોંકાવનારી વાત એ પણ સામે આવી કે જે બાળકો સતત પાંચ કલાક મોબાઇલ અથવા તો કોમ્પ્યુટર સામે તેમનો સમય પસાર કરતાં હોય છે જેમાં તેઓની એકાગ્રતા તેમનું શૈક્ષણિક કારકિર્દી સહી તેમનું વર્તન ખૂબ જ બગડી જતું હોય છે.

બીજી તરફ સર્વેમાં એક કારણ એવું પણ સામે આવ્યું છે કે વધુ સમય અથવા કોમ્પ્યુટર સામે વિતાવવાથી બાળકોમાં એગ્રેશન નું પ્રમાણ ખૂબ જ વધી જતું હોય છે પણ સામે વાત એ પણ સાચી છે કે પાંચ કલાકનો સમય જે કોમ્પ્યુટર સામે બતાવવામાં આવે તેનાથી એગ્રેશન ના ચિન્હો બાળકો માં આવતા નથી ત્યારે આગામી દિવસોમાં જો બાળકોને શૈક્ષણિક ચીજવસ્તુઓ માટે મહત્તમ ટાઈમ  મોબાઈલ સ્ક્રીન અથવા તો કોમ્પ્યુટર સ્ક્રીન સામે બતાવવામાં આવે તો તેમનો સર્વાંગી વિકાસ સંપૂર્ણ રીતે શક્ય બનશે નહીં કે અન્ય કોઈ ચીજ વસ્તુઓ માટે આ ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.