ડો.આંબેડકરના સ્વપ્નનાં પ્રથમ ‘મહામહિમ’ – દ્રોપદી મુર્મુ

સોમવારે સવારે 9.25 મિનિટે દેશના 15 માં રાષ્ટ્રપતિ તરિકે શ્રીમતિ દ્રોપદી મુર્મુજી એ શપથ લેતાની સાથે જ ઘણા ઇતિહાસ રચાયા.સ્વતંત્રતા કાલખંડમાં જન્મેલા તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ તો છે જ ઉપરાંત સૌથી નાની ઉંમરે આ પદ પર વિરાજીત થઇ રહેલા તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ છે.પરંતુ આ બધામાં સૌથી અગત્યનું કાંઇ હોય તો એ છે કે એ દેશના પ્રથમ આદિવાસી (અનુ.જનજાતિ ) મહિલા રાષ્ટ્રપતિ છે.

વ્યકિતક જીવનમાં એમણે જે સંઘર્ષો કરેલા છે એણે જે બંધારણનાં સંરક્ષણની જવાબદારિ એમના સિરે છે એના નિર્માતા ડો.બાબાસાહેબ આંબેડકરનું આજે પુન:સ્મરણ કરાવી દીધુ.આમ તો છેલ્લા 8 વર્ષથી દેશમાં પરિવર્તનનો પવન ફુંકાયો છે.આ પૂર્વે પણ દેશમાં બંધારણીય રિતે સર્વોચ્ચ પદ પર અનુ.જાતિ (દલિત) માંથી આવતા મા.રામનાથજી કોવિંદે આ પદની ગરિમાને એક નવી ઉંચાઇ અર્પિને ગયા.એમનું વિદાય ભાષણ તો વિપક્ષના નેતા અધીર રંજન ચૌધરિને ગદગદ કરિને ગયુ એ જ એમનાં વિચારોની ઉચ્ચતાનુ ઘોતક છે.

પોતાના પ્રથમ પ્રવચનમાં એમણે કરેલા એ સુચક ઉદબોધનને યાદ કરિએ તો રાયરંગપુરમાં અતિ કઠીન અવસ્થામાં એમણે શિક્ષા ગ્રહણ કરિ , કોલેજમાં જનારા ગામના એ પ્રથમ મહિલા છે.આટલી દુર્ગમ સ્થિતીનો સામનો કરિ અને લોકશાહીના સર્વોચ્ચ પદ પર પહોંચતા પહેલા શિક્ષણ કાર્ય કર્યુ , કાઉન્સિલર રહ્યા , ઓડિશા સરકારમાં મંત્રી અને ઝારખંડના પ્રથમ મહિલા ગવર્નરનું બહુમાન પણ એમના નામે છે.

વ્યકિગત પિરિવારીક રિતે પણ પતિ અને બે દિકરાને ગુમાવ્યા પછી એક મહિલા વ્યકિતગત ભાવનાઓ પર આટલો સંયમ જાળવી અને આટલા સર્વોચ્ચ પદ સુધી અથાક પરિશ્રમની પરાકાષ્ઠા સર્જે એ સ્ત્રી સશક્તિકરણ કરતા પણ વિશેષ એક સ્ત્રીનાં શક્તિ સ્વરુપનું પ્રાગટ જ છે.

દેશ જયારે આઝાદીનો અમૃત મહોત્સ્વ ઉજવી રહ્યો છે બરાબર એ જ સમયે દેશ સમાજના અંતિમ છોર પર બેઠેલી વ્યક્તિ જેની કોઇ ઓળખાણ નથી. કોઇ મજબુત પીઠબળ ન હોય કે કોઇ રાજકીય ગુરુ ન હોય ત્યારે મહામહિમના પદે અચાનક જ દેશનો સતારુઢ પક્ષ એમને ઉમેદવાર બનાવે એમાં નેતૃત્વની દુરંદેશી સાથે પ્રામાણીક પ્રયાસ તો ખરો જ સાથે ડો.આંબેડકરની સમાનતા , સામાજીક ન્યાય , સમરસતા , બંધુતા ની વિભાવના ની સાથે પંડીત દિનદયાળની અંત્યોદયની વિભાવનાને સિદ્ધ કરવાની દિશામાં એક મક્કમ અને મહત્વપુર્ણ રાજકીય કદમ લેખાવી શકાય.

રાષ્ટ્રપતિની ચુંટણીનું પરિણામ જાહેર થયુ ત્યારે 64% સાંસદ અને વિધાયકના મત અંકે કરિ રાષ્ટ્રપતિ મુર્મુએ તેમના નજીકના પ્રતિસ્પર્ધી યશવંતસિંહાને 36% મત જ અંકે કરવા દીધા.લગભગ 110 જેટલા વિપક્ષના વિધાયકોએ પક્ષીય રાજકારણથી ઉપર ઉઠી અનુસુચીત જનજાતિની વ્યક્તિને મહત્વ આપ્યુ એ જ બતાવે છે કે ન્યુ ઇન્ડિયામા જાતિભેદને કોઇ સ્થાન નથી.આજે દેશ વાસ્તવિક રિતે વૈચારિક સ્વરુપમાં એકવીસમી સદ્દીમાં પ્રવેશ કરિ ગયો.

આજથી 100 વર્ષ પૂર્વે બંધારણા નિર્માતાએ સેવેલા સામાજીક ન્યાય , સમતા અને મહિલા સશક્તિ કરણનું સ્વપ્ન સાકાર થયુ છે.દેશમાં સદ્દીઓથી કાયમ મધ્યયુગમાં પ્રવેશેલી જાતિ વ્યવસ્થાએ સમાજને દુર્બળતાની ઉંડી ખાઇમાં ધકેલી દીધો હતો.રાયરંગપુર જેવા દેશના નાના ગ્રામીણ ક્ષેત્રોમાં તો સ્ત્રી છોડો પુરુષોએ પણ જાતિવ્વસ્થા , અસ્પૃશ્યતા અને અછુતના નામે અનેકો અન્યાય સહન કરવા પડતા.બહેનોને ઘરેણા પણ પહેરવાની છૂટ સમાજ આપતો નહી. શિક્ષણમાં કહેવાતા ઉચ્ચકુળના વિદ્યાર્થીઓ પોતાની બાજુની પાટલીમા બેસવા ન દે , નાસ્તાનો ડબ્બો બધાની વચ્ચે ખાવાનો નહી , સ્કુલની પીવાના પાણીની વ્યવસ્થા હોય ત્યાંથી પાણી લેવાનુ નહી , શિક્ષકો સંસ્કૃત જેવા વિષયો આ અસ્પૃશ્યોને ભણાવે નહી.આ તો થઇ સામાજીક – શૈક્ષણીક અવસ્થા.આવા કષ્ટોની વચ્ચે રાષ્ટ્રપતિ મુર્મુ ન માત્ર શાળેય શિક્ષણ પુરુ કર્યુ પરંતુ કોલેજ સુધીનુ શિક્ષણ પુરુ કરુ અને અધ્યાપન કર્યુ એ નાની સુની સિદ્ધિ ન કહેવાય.

એમાં પણ અનુ.જનજાતિ વિસ્તારમાં તો રહેવાના પાક્કા ઘર નહી , વિજળી નહી , પરિવહનની સુવિધા ન હોય એમાં પણ ઓરિસ્સાના ઘણા વિસ્તારોમાં તો વાવાઝોડા પણ એટલા ભયંકર આવે કે ગ્રામીણ તો ઠીક શહેરિ વિસ્તાર પણ જળબંબાકાર થઇ જાય એવી કઠીન સ્થિતીમાં એક વનવાસીની દિકરી ન માત્ર ભણે પરંતુ 1997 મા નગર પંચાયતની ચુંટણી જીતી અને રાયરંગપુરમાંથી નગર પંચાયતના સભ્ય બન્યા.ત્રણ વર્ષ પછી વિધાનસભા લડયા અને જીત્યા.બે ટર્મ સુધી સતત વિધાયક રહ્યા અને 2007 માં 147 વિધાયકોની વિધાનસભામાં ’શ્રેષ્ઠ વિધાયક ’ નો ’નિલકંઠ પુરસ્કાર’ એમને એનાયત કરવામાં આવ્યો.ધારાસભ્ય તરિકે અસાધારણ ટ્રેક રેકોર્ડ ,મંત્રી તરિકે વાણીજ્ય , મત્સ્ય ઉદ્યોગ , પરિવહન અને જલસંશાધન મંત્રાલય સફળતા પૂર્વક સંભાળ્યુ.ડો.બાબાસાહેબની માફક અંગત જીવનમાં આર્થિક ગરિબાઇની સાથે પારિવારિક સંઘર્ષ પણ વેઠયો.અને આજે એક મહત્વના પદે પોતાની કાબેલીયતાના જોરે. સમગ્ર જનજાતિય સમાજનું નેતૃત્વ આજે આ પદે પહોંચ્યુ એ પણ ડો.બાબાસાહેબે આપેલા બંધારણ અને લોકશાહીની ખુબસુરતી જ છે.

સર્વાંગીણ રિતે ડો.આંબેડકરે જે સામાજીક સમાનતા અને ન્યાય માટે સંઘર્ષ કર્યો.સમાનતા માટે મહાડ સત્યાગ્રહ , કાલારામ મંદિરનો સત્યાગ્રહ કર્ય.અખબારમાં 36 વર્ષો સુધી સતત સમાજમાં નવચેતનાના જાગરણ માટે ઝઝુમ્યા.જેમનુ રાજકીય અસ્તિત્વ કે સામાજીક યોગદાનને પણ વર્ષો સુધી દબાવી દેવામાં આવ્યુ.એ સમાજ માંથી આવેલી કોઇ વ્યકિતએ એમનું સ્વપ્ન સાકાર કર્યુ છે.ન માત્ર સામાજીક ન્યાય , સમતા કે સમરસતા પરંતુ એક વંચિત સ્ત્રીનું સશક્તિ કરણ પણ થયુ છે.

’બહીષ્કૃત ભારત’ ના પ્રથમ અંકમાં જ એમણે લખેલા અગ્રલેખ અનુસાર જો કોઇપણ એક સમાજ બીજા સમાજનું હિત કે અહિત કરશે તો એમનું પણ એ થશે જ.કારણ સમગ્ર ભારતિય સમાજ એ એક નૌકામા બેઠેલા મુસાફરો સમાન છે , એમાનો કોઇપણ એમા છીદ્ર પાડશે તો જયારે નાવ ડુબશે ત્યારે બધા ડુબશે.પરંતુ આજે આઝાદીના 75 વર્ષના અંતે પરિપકવ થયેલી લોકશાહીએ છીદ્ર પાડવના સ્થાને સેતુ જોડવાનુ કાર્ય કર્યુ છે.એટલે જ આજે મા.રામનાથ કોવિંદ સમાન દલિત રાષ્ટ્રપતિ તરિકે નિવૃત થયા પછી એક અનુ.જનજાતિના મહિલા દેશના મહામહિમ બન્યા છે.