ડો.ભરત બોઘરાએ પોતાના જન્મદિવસે સેવાકાર્યોની હારમાળા સર્જી : ભુપત બોદર

સમગ્ર કાર્યકર્તાઓ ના પ્રેરણા સ્ત્રોત. સેવાભાવી નેતા અને  કર્મયોગી એવા પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષનો ઉજવાયો જન્મદિવસ

પ્રદેશ  ભાજપ ના ઉપાધ્યક્ષ  ડો.ભરતભાઈ બોઘરાના  જન્મ દિવસ ના શુભ અવસરે આટકોટ સ્થિત કે. ડી. પરવાડિયા મલ્ટીસ્પેશીયલીટી  હોસ્પિટલ ખાતે મહા રક્તદાન કેમ્પ  તથા સવઁ રોગ નિદાન નુ આયોજન કરવામાં આવેલ. આ તકે મહા રક્તદાન કેમ્પ માં બહોળી સંખ્યામાં રકતદાતાઓ એ રક્તદાન કરેલ હતું. તેમજ ડો.ભરતભાઈ બોઘરા   નું સન્માન સ્વરૂપ રક્તતુલા કરવામાં આવ્યું હતું.

આ તકે રાજકોટ જીલ્લા પંચાયત ના પ્રમુખ અને કે. ડી. પરવાડિયા મલ્ટીસ્પેશીયલીટી  હોસ્પિટલના ટ્રસ્ટી ભુપતભાઈ બોદર ના માર્ગદર્શન હેઠળ આ મહા રક્તદાન કેમ્પ માં કસ્તુરબાધામ સીટના કાર્યકર્તાઓ સહભાગી બન્યા હતા અને કાયઁકતાઁ ઓ એ રક્તદાન કર્યું હતું. તેમજ આ તકે ભુપતભાઈ બોદર એ ડો.ભરતભાઈ બોઘરાને જન્મ દિવસ ની શુભેચ્છા પાઠવતા જણાવેલ હતું કે સમગ્ર કાર્યકર્તાઓ ના પ્રેરણા સ્ત્રોત.

સેવાભાવી નેતા અને કર્મયોગી એવા પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા એ પોતાના જન્મદિવસ ને નિમિત બની ને સેવાકાર્યો ની હારમાળા સર્જી છે તેમજ કે. ડી. પરવાડિયા મલ્ટીસ્પેશીયલીટી  હોસ્પિટલ ના નિર્માણ માટે  આ હોસ્પિટલ ના સ્વપ્નદ્રષ્ટા ડો. બોઘરા  એ અથાગ  પરીશ્રમ કરી  હોસ્પિટલ ના માધ્યમ થી સેવા અને પરમાર્થ નું ભાથું બાંધવાનું પોતાનું સ્વપ્ન પૂરું કરેલ છે. ત્યારે ભરતભાઈ બોઘરા એ પાર્ટી માં વિવિધ જવાબદારીઓ નું વહન કરી સંગઠન માં અગ્રેસર રહ્યા છે