ડો.ડાહ્યાભાઈ ઉકાણી લિખિત શ્રીમદ્ ભાગવત ‘દળદાર ગ્રંથનું’ મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે વિમોચન

rajkot
rajkot

બાન લેબ પરિવાર આયોજીત શ્રીકૃષ્ણ ચરિત્ર કથા મહોત્સવમાં ડો. ડાહ્યાભાઈ ઉકાણી સંકલીત લીખીત ‘શ્રીમદ ભાગવત’ ગ્રંથનું મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતુ. આ વિમોચન અવસરે સાંસદ મોહનભાઈ

કુંડારીયા મ્યુનિસિપલ ગુજરાત હાઉસીંગ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, નાગદાનભાઈ ચાવડા, અંજલીબેન ‚પાણી સહિત ઉપસ્થિત રહ્યા હતા. ઉકાણી પરિવારન મોભી ડો. ડાહ્યાભાઈ ઉકાણી સંકલીત લિખિત શ્રીમદ ભાગવત પાંચ ભાગના દળદાર ગ્રંથનું ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી અને ઉપપ્રમુખ નીતીનભાઈ પટેલના હસ્તે વિમોચન કરેલ આ પ્રસંગે કર્ણાટકના ગવર્નર વજુભાઈ વાળા તથા કેન્દ્ર અને ગુજરાત રાજયના મંત્રીઓ તથા વિવિધ ક્ષેત્રનાં મહાનુભાવો હાજરી આપી હતી. મુખ્યમંત્રી વિજય ‚પાણી, નીતીનભાઈ પટેલ, ગવર્નર વજુભાઈ વાળાનું સ્વાગત મૌલેશભાઈ ઉકાણી, સ્મિતભાઈ કનેરીયા તથા પરિવારના સભ્યોએ કર્યું હતુ.