Abtak Media Google News

રાજયના મોટાભાગના વિસ્તારોમાં ઓછો અને અનિયમિત વરસાદને પગલે રાજયનાં ૧૦૪ તાલુકામાં ૬૫.૫૪ ટકાથી ઓછો વરસાદ પડયો છે તેવા તમામ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગણી પ્રદેશ કોંગ્રેસના અગ્રણી અને રાજકોટના યુવા સેના ડો. દિનેશ ચોવટીયાએ કરી છે.

રાજયના અનેક વિસ્તારોમાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ ગયો છે. તેવા વિસ્તારોમાં બે ત્રણ વાવેતર પછી પણ અપૂરતા વરસાદને કારણે અછતની સ્થિતિને પગલે ખેડુતોને બેવડો માર પડયો હોવાનો દાવો તેમણે કર્યો છે સૌરાષ્ટ્રમાં પણ વિષમ પરિસ્થિતિ છે. અને કચ્છ જેવા જિલ્લા સંપૂર્ણ કોરાધાકોડ રહ્યા છે.

ડો. ચોવટીયાએ જણાવ્યું છે કે, ગાંધીધામમાં ૨૬૪ મીમી થયો છે. અને તેનો અછતગ્રસ્તમાં સમાવેશ કરાયો છે. તેમજ તેનાથી પણ ઓછો વરસાદ ધરાવતા ૩૯ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર ન કરીને અન્યાય કર્યો છે. ગુજરાતનાં ૨૪૮ તાલુકાઓમાંથી આ ૩૯ તાલુકાઓ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતના કુલ ૧૦૪ જેટલા તાલુકાઓમાં છેક ૧૯૮૮ થી ૨૦૧૭ સુધીમાં માત્ર ૬૫.૫૪ ટકા જેટલો વરસાદ થયો હોયતેવા તાલુકાઓમાં અછત પ્રવર્તી રહી છે.

ત્યારે બે ત્રણ વાવેતર પછી ઓછા અને અનિયમિત વરસાદ અને અતિવૃષ્ટિના કારણે રાજયમાં મહતમ તાલુકાઓમાં ઉભો પાક નાશ પામ્યો છે. અનેક વિસ્તારોમાં તળમાં પાણી હોવા છતાં ઓછી અને અનિયમિત વીજળીને કારણે સિંચાઈના પાણીથી પાક બચાવવામાં ખેડુત નિષ્ફળ નીવડયો છે. ચાલુ વર્ષે કપાસ, મગફળી સહિત જે મુખ્ય પાક અને અન્ય ગૌણ પાકોનું ઉત્પાદન નહીવત થવાની શકયતા છે. વધુમાં વીમો ચૂકવવાથી બચવા માટે ભાજપ સરકાર અને વિમા કંપનીઓ મેળાપીપણામાં ખેડુતોની ઘોર ખોદી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.