Abtak Media Google News

જૂનાગઢ સ્થિત અગ્રગણ્ય શૈક્ષણિક સંસ્થા ડો. સુભાષ એકેડેમી દ્વારા કોરોના મહામારીને નાથવાના પ્રયાસરૂપે કોવિડ કેર આઈસોલેસન સેન્ટર કાર્યરત કરેલ છે. આ સેન્ટર સંપૂર્ણ હવા ઉજાસવાળા રૂમો સાથે 100 બેડની સુવિધા વાળું છે. જેમાં કોરોના પોઝીટીવ દર્દીઓને આઈસોલેસનની સુવિધા આપવામાં આવશે. ડો. સુભાષ કોવિડ કેર આઈસોલેસન સેન્ટર માં ડોકટરો ની દેખરેખ તથા આર્યુવેદિક ઉપચારોનું માર્ગદર્શન મળી રહેશે. આ વ્યવસ્થાના ભાગરૂપે દર્દીઓને ચા-નાસ્તો, બપોરનું તથા સાંજનું જમવાનું આપવામાં આવશે.

આ સેન્ટરનો મુખ્ય હેતુ જેમના ઘરે પુરતી સુવિધા નથી તથા જેમને ઓક્સીજન કે વેન્ટીલેટરની જરૂરિયાત નથી તેવા સામાન્ય લક્ષણોવાળા કોરોનાના દર્દીઓને ડોક્ટરની દેખરેખ હેઠળ આઈસોલેસન સુવિધા ઉપલબ્ધ કરાવવાનો છે જેથી વધારે પ્રમાણમાં સંક્રમણને ફેલાતું અટકાવી શકાય.

ડો. સુભાષ કોવિડ કેર આઈસોલેસન સેન્ટરમાં દાખલ થવા માટે જેમનો રીપોર્ટ કોરોના પોઝીટીવ આવેલ હોય તેવા વ્યક્તિએ તેમનો પોઝીટીવ રીપોર્ટ, ડોક્ટરની ફાઈલ તથા આધાર કાર્ડ સાથે લાવવાનું રહેશે. દર્દીએ પોતાના જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે લાવવાની રહેશે તથા આઈસોલેસન દરમિયાન જરૂરી મેડીકલ રીપોર્ટ પોતાના ખર્ચે કરાવવાના રહેશે. કેર સેન્ટરમાં આ પ્રકારની કોઈ સુવિધા આપવામાં આવશે નહી. આ સેન્ટર ડો. સુભાષ કોવિડ કેર આઈસોલેસન સેન્ટર, ખોડીયાર મંદિર સામે, ખામધ્રોળ રેલ્વે ક્રોસિંગ, ખામધ્રોળ રોડ-જૂનાગઢ ખાતે કાર્યરત કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે સંપર્ક: 94287-18077. છે. સેવાકિય ભાવનાથી કોરોના મહામારીના સંકટના આ સમયમાં ડો. સુભાષ એકેડમી દ્રવારા લોકોને સહયરૂપ થવાની ભાવનાથી આ પહેલ કરવામાં આવી છે. અધતન સુવિધાથી સજજ ડો. સુભાષ એકેડમીમાં વિશાળ ગ્રાઉન્ડ પુરતી હવા ઉજાશ સાથેની સુવિધા સાથેની સવલત દર્દિઓ માટે અનુકુળ રહેશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં જયારે કુદરતી કે કુત્રીમ આપત્તિઓ આવે ત્યારે માનવતાના કાર્યમાં સામાજિક સ્વૈચ્છીક સંસ્થાઓ સેવાની સુવાસ પ્રસરાવવા સાથે પોતાનું સામાજિક ઉત્તરદાયીત્વ નિભાવે છે. જેમાં ડો. સુભાષ એકેડમી દ્વારા આ પહેલ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.