Abtak Media Google News

મિશન મંગલ, ચંદ્રયાન-૧ સહિતના ૩પ અવકાશી મોડેલ રજુ થયાં

ઉપલેટા ડો. વિક્રમ સારાભાઇ શતાબ્દિ વર્ષ નીમીતે ઉપલેટાના રમણીકભાઇ ધામી શૈક્ષણીક સંકુલને આંગણે ઇસરો અમદાવાદ દ્વારા ભારતની અવકાશીય સિઘ્ધિઓનું ભવ્ય પ્રદર્શન યોજાયું હતું.આ પ્રર્દશનમાં રોકેટ, મિસાઇલ, ઉપગ્રહો વગેરેના મોડેલનું નિદર્શન કરવામાં આવ્યું આ ઉપરાંત શાળાના વિઘાર્થીઓ માટે અવકાશ વિજ્ઞાનને લગતા વિષયો પર વકતૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા અને કિવઝ જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં નંબર મેળવનાર વિઘાર્થીઓને ઇસરોના વૈજ્ઞાનિકની ટીમ દ્વારા ઇનામ આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા.

આ તકે ટ્રસ્ટના પ્રમુખ કમલ નયનભાઇ સોજીત્રા, મેનેજીંગ ટ્રસ્ટી વલ્લભભાઇ સોજીત્રા, માજી ધારાસભ્ય છગનભાઇ સોજીત્રા, ડાયાભાઇ ગજેરા, કમલભાઇ ધામી, રવજીભાઇ સખીયા, હરિભાઇ ઠુંમર, બટુકભાઇ ડોબરીયા, કેમ્પસ ડીરેકટર પી.જી. કુંભાણી, મનસુખભાઇ નારીયા સહીત સમગ્ર ટ્રસ્ટી મંડળ ઉ૫સ્થિત રહીન આ પ્રદર્શન ની શરુઆત સ્વાગત સાથે શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવી અને ઉપલેટાને આંગણે પ્રદર્શન યોજવા બદલ શાળા સંચાલક મંડળ દ્વારા ઇસરોનું સન્માન કરવામાં આવ્યુ. આ પ્રર્દશન શાળા તેમજ શહેરના અંદાજે ૪૦૦૦ બાળકો તથા વાલીઓએ નિહાળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.