Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પટાંગણમાં એવોર્ડ અર્પણ સમારોહ

પૂ.મોરારીબાપુ તથા કેન્દ્રિય પશુપાલન મંત્રી પરષોત્તમ રૂપાલાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

લોકસાહિત્ય અને લોકગાયકના સંવર્ધન માટે એવોર્ડ આપવામાં આવે છે

ભારતીય સંસ્કૃતિના લોકગીતો અને લોકવાર્તાઓને કથાકારોએ જીવંત રાખ્યા: પરસોત્તમભાઈ રૂપાલા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાનજીભાઈ ભૂટા બોરોટ રંગમંચ ખાતે ઝવેરચંદ મેઘાણી એવોર્ડ તથા હેમુ ગઢવી એવોર્ડને કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા અને પૂ.મોરારીબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં મેઘાણી સાહિત્ય એવોર્ડ 2022 ડો.ઇન્દુબેન પટેલને તથા લોક ગાયક હેમુ ગઢવી એવોર્ડ 2022 લાખણશીભાઈ ગઢવીને એનાયત કરવામાં આવ્યો હતો.

ગુજરાત સરકાર સ્થાપિત, ગુજરાત સાહિત્ય પ્રેરિત ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા આ બંને ક્ષેત્રે સાહિત્યકાર તથા લોકગાયકને પ્રોત્સાહિત કરવા તથા તેમની કલાને સન્માન કરવાના હેતુથી એવોર્ડ આપવામાં આવે છે.છેલ્લા 30 થી 40 વર્ષને લોક સાહિત્યકાર ડો. ઇન્દુબેન પટેલ તથા લોકગાયક લાખણશીભાઈ ગઢવીએ પોતાના જીવનને તેમની કલાક ક્ષેત્રે સમર્પિત કર્યા છે.આ પ્રસંગે ડો.ઇન્દુબેન પટેલ વતી તેમના માનસ પુત્રી નીતાબેન પારેખને ઝવેરચંદ મેઘાણી સાહિત્ય એવોર્ડ, શાલ અને એક લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર તેમજ  લાખણશીભાઈ ગઢવીને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ, શાલ અને એક લાખ રૂપિયા રોકડ પુરસ્કાર પૂ.મોરારીબાપુના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા.

Screenshot 1 52

કાર્યક્રમની શરૂઆત પૂ. મોરારી બાપુ ,કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલા તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. તેમજ મહાનુભાવોનું સુતર અને શાલ ઓઢાડીને સન્માન કરાયું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ સ્વાગત ઉદ્દબોધન કર્યુ હતું. લેખક કાનજી ભૂટા બારોટની ચૂંટેલી લોકવાર્તાઓનારાજુલ દવે દ્વારા સંપાદિત પુસ્તક – “રસભરી લોકવાર્તાઓનું ઉપસ્થિતિના મહાનુભાવોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું.લોકસાહિત્યના સંવર્ધન માટે આ એવોર્ડ આપવામાં આવે છે.

આ કાર્યક્રમમાં ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જહા, લોકગાયક  હેમંત ચૌહાણ,મનુભાઈ બારોટ તેમજ બહોળી સંખ્યામાં સાહિત્યકારો અને વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમને સફળ બનવવા ડો. જે.એમ,. ચંદ્રવાડિયા, અન્ય શિક્ષક ગણ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.

લોકસાહિત્યના જતન અને સંવર્ધનના ઉદ્દેશ્યથી કેન્દ્રની સ્થાપના કરી છે:ડો.જે.એમ. ચંદ્રવાડિયા

ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક ડો.જે.એમ. ચંદ્રવાડિયાએ જણાવ્યું કે,ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય એવોર્ડ લોક સાહિત્યના પાયામાં સંશોધન રૂપ કાર્ય કરનાર ને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવે છે કેન્દ્રની સ્થાપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા તેમના દીર્ઘદ્રષ્ટિના પરિણામ સ્વરૂપે આ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે આપણો લોક વારસો લોક સંસ્કૃતિ લોકસાહિત્ય સચવાય જળવાય તેનું જતન થાય તેવા ઉદ્દેશથી કેન્દ્રની સ્થાપના રાજ્ય સરકારે 2011થી કરી છે.

ચારણી પરંપરાથી સમાજને સુંદર મજાની સંસ્કૃતિનો રાહ પૂરો પડાય છે: લાખણશીભાઈ ગઢવી

લોકગાયક લાખણશીભાઈ ગઢવીએ જણાવ્યું કે, લોક ગાયક હેમુ ગઢવી એવોર્ડથી સન્માનિત થતા આનંદ અનુભવું છું. છેલ્લા ચાર દાયકાઓથી આ ક્ષેત્રની અંદર ચારણી પરંપરા,છંદો,દુહાઓ આ તમામ કલાઓથી સમાજને સુંદર મજાની સંસ્કૃતિની રાહ પુરી પાડવામાં આવે છે. જેના કદાપરમાં મેં મારા જીવનમાં ઘણા સંશોધનો,લેખ,કાવ્યો લખ્યા છે.જેની કદરરૂપે મને આ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યો છે.

ડો.ઇન્દુબેન પટેલને મળેલું સન્માન દરેક માતા અને બહેનોનું છે:ડો.નીતાબેન પારેખ

લોક સાહિત્યકાર ડો.ઇન્દુબેન પટેલના માનસ પુત્રી ડો.નીતાબેન પારેખે જાણવ્યું કે, ગુજરાતી સાહિત્યને પુસ્તકોના માધ્યમથી સાચવવામાં આવ્યું છે.ડો. ઇન્દુબેન પટેલ હંમેશા કહે છે કે આ તમામ શબ્દો મારા નથી મારી માતા અને બહેનોના છે જેને મેં મારા સાહિત્યમાં પીરવ્યા છે આજે સન્માન મને મળ્યું છે દરેક મારી માતા અને બહેનોનું સન્માન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.