જમીનોને ઝેર મુક્ત કરવા સજીવ ખેતીના નિયમિતપણે પ્રયોગો કરવા ડો.કથીરીયાનું આહ્વાન

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત અને દેશભરની સામાજીક, સાંસ્કૃતિક અને ધાર્મિક તેમજ રચનાત્મક સંસ્થાઓને સાથે જોડીને સમગ્ર દેશમાં ભૂમિ સુપોષણ અને સંરક્ષણ રાષ્ટ્રીય જનજાગરણ અભિયાન તા. 13 એપ્રિલથી શરૂ થયું છે. તેના ભાગરૂપે ગત તા. 1પ એપ્રિલના રોજ સમગ્ર દેશના કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને કૃષિપશ ુપાલન અને કામધેનુ યુનિવર્સિટીના તજજ્ઞોને આ અભિયાનમાં જોડવા અને કાર્યક્રમોની રૂપરેખા તૈયાર કરવા એક રાષ્ટ્રીય વેબીનારનું આયોજન ડો. વલ્લભભાઈ કથીરિયાના નેજા હેઠળ કરવામાં આવ્યું હતું. અક્ષય કૃષિ પરીવાર અને આઈ.સી. એ.આર., અટારી અને પૂનાના સંયુકત ઉપક્રમે યોજાયેલા આ રાષ્ટ્રીય વેબીનારમાં અધ્યક્ષીય પ્રવચન કરતા કેન્દ્રીય કૃષિ રાજય મંત્રી પુરૂષોતમજી રૂપાલાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો આ અભિયાનને ગામગામ સુધી પહોંચાડવા અને ખેડૂતોને સજીવ કૃષિ તરફ વાળવા ર4 જુલાઈ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા અનુરોધ કર્યો હતો. દરેક કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ગૌશાળાના ડેમો યુનિટ સાથે ગાયના ગોબર અને ગૌમૂત્રમાંથી જીવામૃત બાયોફર્ટી લાઈઝર, બાયો પેસ્ટીસાઈડ અને ઘન જીવામૃત બનાવી ખેડૂતોને પ્રશિક્ષીત કરે. સાથે ’મેડ પે પેડ’ યોજના અંતર્ગત ઘનિષ્ઠ વૃક્ષારોપણ અને જળસંરક્ષણના કાર્યો માટે પણ ખેડૂતોને પ્રેરણા આપે.  ડો. વલ્લભભાઈ કથીરિયાએ કૃષિ વિજ્ઞાન કેન્દ્રો પર ખેડૂતોની વિઝીટ, કૃષિ મેળા, પ્રદર્શનો અને ડેમો યુનિટ દ્રારા જમીનને ઝેર મુકત કરી વધુમાં વધુ પોષણ યુકત કરવા પર ભાર મુકયો હતો.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર પર જ સજીવ ખેતીના પ્રયોગો કરી ખેડૂતોનો સજીવ ખેતી પ્રત્યે વિશ્વાસ વધારવા પ્રત્યક્ષ કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. આવનારા દિવસોમાં સોશ્યલ અને ટી.વી., મીડીયા તેમજ આકાશવાણી દ્રારા શહેરીજનોને ગૌઆધારીત કૃષિના ઉત્પાદનો વાપરવા ખાસ અનુરોધ કર્યો હતો. આ વેબીનારમાં આઈ.સી.એ. આર.ના ડાયરેકટર જનરલ ડો. ત્રિલોચન મહાપાત્રએ વિવિધ સૂચનો કરી કૃષિ વિજ્ઞાન કેન્દ્રના હેડઈન્ચાર્જ અને વૈજ્ઞાનીકોને ભૂમિ સુપોષણ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવા અને વધુમાં વધુ ખેડૂતોને સજીવ ખેતી તરફ વાળવા અને એ દ્રારા ઓછા ખર્ચ સાથે ખેડૂતોની આવક બમણી કરવા અનુરોધ કર્યો હતો.