Abtak Media Google News

Screenshot 9 3

દર વર્ષે ચોથી ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દીવસ ઉજ્વવમાં આવે છે.અને આ કર્કરોગ ફક્ત કોઈ એક જ દેશ, વિસ્તાર કે વય પૂરતો સિમિત નથી. બાળકોમા પણ આ રોગ હવે ઘર કરી ગયો છે. તો આજે વિશ્વ કેન્સર દિવસ નિમિતે આપણે બાળકોમાં થતાં આ કેન્સર ના રોગને ડામવા શું પગલાં લેવા જોઈએ તેના વિશે વાત કરીશું.

બાળક એ સમાજનો ધબકાર હોય છે. વર્ષ 2022ના આંકડા મુજબ  દર વર્ષે ભારત દેશમાં આશરે 14 લાખ કેન્સરના નવા દર્દીઓનું નિદાન થાય છે. તેમાં 5% બાળ દર્દીઓ હોય છે. સમગ્ર દુનિયામાં દર વર્ષે કેન્સરના 4 લાખ બાળ દર્દીઓ નિદાન પામે, તેમાં એકલા ભારત દેશ પરનું ભારણ આશરે 20% જેટલું હોય છે.

રાજકોટના સુપ્રસિદ્ધ સ્ટર્લીંગ હોસ્પિટલમાં છેલ્લા પાંચ થી વધારે વર્ષોથી  પ્રેક્ટિસ કરી રહેલા રેડીએશન્સ ઓનકોલેજિસ્ટ ડોક્ટર કેતન કાલરીયાએ ઘણા બધા બાળકોને કેન્સરના રોગમાંથી મુક્તિ અપાવી તેમનું સફળતાપૂર્વક નિદાન કર્યું છે. તેમજ ડો કેતન કાલરીયા દ્વારા સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ ખાતે સમગ્ર  સૌરાષ્ટ્રની સૌ પ્રથમ વખત મગજની સ્ટીરિયોટેકટિક રેડિયો સર્જરી કરવમાં આવી હતી. ડોક્ટર કેતન કાલરીયા પાસેથી વિશેષ માહિતી કે આપણા દેશમાં બાળકોમાં કેન્સરનું પ્રમાણ કેટલું છે, ક્યાં પ્રકારના કેંસર બાળકો માં જોવા મળે છે  તેમજ બાળકોમાં કેન્સરનું નિદાન કેવી રીતે કરી શકાય છે?

પ્રશ્ન બાળકોમાં ક્યાં પ્રકારના કેન્સર જોવા મળે છે?

ભારતમા બ્લડ કેન્સર એ બાળકોમાં સૌથી સામાન્ય છે. આ સિવાય બાળકોમાં હોજકીન્સ અને નોન હોજક્ધિસ લિંફોમાં કેન્સર જોવા મળે છે કે જે ગરદનની ગ્રંથીઓમાં થાય છે.આ સિવાય બાળકોમાં બ્રેઈન ટ્યુમર, ન્યુરો પ્લાસ્ટિક અને બીજા અન્ય પ્રકારના જોવા મળતા હોય છે.

પ્રશ્ન: બાળકોમાં કઈ વય થી કેન્સર જોવા મળે છે?

જવાબ: એવું કહી શકાય કે નવજાત બાળકોમાં પણ કેન્સરનું પ્રમાણ જોવા મળે છે. જો હું મારા વ્યક્તિગત અનુભવની વાત કરું તો મે 2 વર્ષના બાળકને સારવાર આપી છે જેને મગજમાં ગાંઠ હતી અને રેડીયેશન દ્વારા તેની સારવાર કરાઈ છે.

પ્રશ્ન : બાળકોમા કેન્સરના લક્ષણો કઈ રીતે જાણી શકાય?

જવાબ:પીડિયાટ્રિક કેન્સરમાં રોગનાં લક્ષણો અને ઉપચાર બંને અગ્રેસિવ હોય છે. બાળકો હજુ વિકસિત થઈ રહ્યાં હોય છે તેથી તે દવાઓ અને થેરાપી સામે વધુ સારો રિસ્પોન્સ આપી શકતા જણાય છે. જેથી તેના લક્ષણોની જાણકારી ત્વરીત મેળવવી અત્યંત અગત્યની છે. વહેલુ નિદાન એ જ રામબાણ ઈલાજ છે.જો બાળકને બ્લડ કેન્સર હોય તો તાવ આવો ભૂખ ન લાગવી કે પેટમાં લમ્પ જેવું દેખાય વગેરે લક્ષણો આ ઉપરાંત બ્રેન ટ્યુમર હોય તો આંચકી આવવી, સતત માથુ દુખવુ કે ઉલ્ટી થવી,ચીડિયાપણું કે શરીરમાં ગાંઠ ઉદ્ભવવી વગેરે લક્ષણો છે.

પ્રશ્ન: બાળકોમાં કેન્સર થવાના કારણો કયાં છે?

જવાબ:એડલ્ટ કેન્સરમાં જિનેટિક એટલે કે વારસાગત ઉપરાંત લાઇફસ્ટાઇલ, ધૂમ્રપાન વગેરે જેવા કારણો જોવા મળે છે, જયારે બાળ કેન્સરમાં એવા કોઈ ચાન્સ હોતા નથી. બાળકોમાં કેન્સર થવાનું મુખ્ય કારણ જિનેટિકલ ચેન્જીસ હોય છે આ સિવાય જ્યારે બાળકોની વૃદ્ધિ દરમ્યાન તેના ડીએનએમાં જે ફેરફાર આવ્યા હોય તેના લીધે શરીરના સામાન્ય કોષનું કેન્સર કોષમાં રૂપાંતર થાય છે. જેમાંથી કેન્સર ઉદ્દભવે છે.

પ્રશ્ન: વાલીઓમાં જાગૃતતા લાવવા માટે શું કરવું?

જવાબ:બાળકોનાં ઈલાજ માટે આપણે પીડિયાટ્રિશિયન એટલે કે બાળ નિષ્ણાત નો સંપર્ક વાલીઓનો સંપર્ક કરવો જોઈએ.બાળ કેન્સરના શરૂઆતનાં લક્ષણો બાળકોની અન્ય સામાન્ય બીમારીઓ જેવા જ હોય છે. ઉપરાંત બાળકો પોતાને થતી બધી સમસ્યાઓ બયાન કરી શકે તેટલા સમજુ પણ નથી હોતાં. જેથી મોટા ભાગના કેસોમાં સીધું કેન્સર સસ્પેક્ટ કરી શકાતું નથી. જેથી વાલીઓએ બાળકોને ત્વરીત સારવાર માટે પીડીયાટ્રીશન નો સંપર્ક કરવો હિતાવહ છે.

પ્રશ્ન: રેડિએશન પદ્ધતિ એ ખાસ કેન્સરના ઈલાજ માટે ફરજિયાત છે.

જવાબ: મગજમાં થતા કેન્સરમાં રેડીએશન એ ઈલાજ માટે નો અતૂટ ભાગ છે. કેન્સરમાં મગજમાં સર્જરી દ્વારા જેટલો ભાગ શક્ય હોય તેટલો જ કાઢવાનો હોય છે બાકી મગજમાં રહેલા અન્ય ભાગને નાશ કરવા રેડિયેશન ફરજિયાત છે આ સીવાય સાર્કોમા કેન્સરમાં પણ રેડીએશન ના આપવામાં આવે તો કેન્સર તુરંત ફરી થવાની શક્યતા રહે છે. આ સિવાય અત્યારે અતિ આધુનિક રેડીએશન ટેકનોલોજી આવી ગઈ છે. જેમાં સ્ટર્લિંગ આઈ એમ આર ટી એટલે કે ઇન્ટેન્સિટી મોડ્યુલર રેડિયો થેરાપી કહેવાય છે. જેનો ફાયદો એ છે કે દર્દીના શરીરમાં ચોક્કસ નિદાન બીજા અવયવોને નુકસાન પહોંચાડ્યા વિના થઈ શકે. આ સીવાય એસઆરએસ અને એસ બી આર ટી પદ્ધતિથી નિવારણ કરાય છે જે મગજની ગાંઠના નિવારણમાં અત્યાધુનિક પદ્ધતિ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.