Abtak Media Google News

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2005થી ચિફ એકાઉન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવી રહેલા ડો.કે.એન.ખેરની જીટીયુના રજિસ્ટ્રાર તરીકે વરણી કરવામાં આવી છે. છેલ્લા 14 વર્ષથી તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યાં હતા અને 17મી જૂન સોમવારના રોજ જીટીયુના રજિસ્ટ્રાર તરીકેનો ચાર્જ સંભાળે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે.

મળતી માહિતી મુજબ વર્ષ 1999ના જીપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ ડો.કે.એન.ખેરે પાંચ વર્ષ સરકારમાં નોકરી કર્યા બાદ વર્ષ 2005થી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરજ બજાવવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2005થી તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ચિફ એકાઉન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવી રહ્યાં છે. 14 વર્ષના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કારભારમાં તેઓએ અનેક વિદ્યાર્થીલક્ષી તેમજ કર્મચારીલક્ષી પ્રશ્ર્નો હલ કર્યા છે. પછી કર્મચારીઓના પગારના પ્રશ્ર્નો હોય કે અન્ય પ્રશ્ર્નો તમામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કર્મચારીઓને હરહંમેશ તેઓએ સહકાર આપ્યો છે.

‘અબતક’ની  ટેલીફોનિક વાતચીતમાં ડો.કે.એન.ખેરે જણાવયું હતું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2005થી ચિફ એકાઉન્ટ ઓફિસરની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને કુલપતિ/ઉપકુલપતિ, રજિસ્ટાર અને તમામ સીન્ડીકેટ સભ્યો, તમામ સેનેટ સભ્યો અને ટીચીંગ સ્ટાફ અને નોન ટીચીંગ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનું છું. હવે જયારે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવવાનો મોકો મળ્યો છે ત્યાં પણ હું નિષ્ઠાપૂર્વક હું મારી ફરજ બજાવીશ. જીટીયુની ઉત્તરોતર પ્રગતિ થાય, પોઝીટીવ વર્ક થાય અને વિદ્યાર્થીલક્ષી નિર્ણય થાય તેવા મારા પૂરતા પ્રયત્નો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.