Abtak Media Google News

લોકડાઉનમાં પણ હોસ્પિટલ ચાલુ રાખી જરૂરિયાતમંદોને વિનામૂલ્યે સારવાર કરી ખરા અર્થમાં માનવ સેવાની સુવાસ સાથે કોરોના વોરિયર્સની ભુમિકા અદા કરતા ડો.સાવલીયા

રાજયના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા ડો. અનુરાગ સાવલીયાને એમીનન્સ એવોર્ડ એનાયત કરી બીરદાવ્યા હતા

આરોગ્ય, શિક્ષણ તેમજ સમાજ સેવાનો ત્રિવેણી સંગમ એટલે કાલાવડ તાલુકાના પનોતા પુત્ર અને નામાંકિત આંખના સર્જન ડો. અનુરથ સાવલીયાની  ડો. સાવલીયા હોસ્પિટલ ૧પ વર્ષથી કાલાવડમાં કાર્યરત છે. તેમજ ચાર વર્ષથી રાજકોટમાં સત્યસાંઇ રોડ, આત્મીય કેમ્પસની પાછળ, પાવન પાર્ક સામે, રાજકોટમાં સેવાની સુવાસ સાથે કાર્યરત છે. અત્યાર સુધીમાં ૧પ૦૦૦ થી વધુ સફળ આંખના ઓપરેશન કરેલ છે. તેમજ જરૂરીયાત મંદોના પ૦ ટકાથી વધુ ફ્રી ઓપરેશન કરવામાં આવ્યા છે.

કોરોનાની વૈશ્ર્વિક મહામારીના પ્રથમ સપ્તાહથી જ લોકડાઉનની કડક અમલવારી વચ્ચે ડો. અનુરથ સાવલીયા કાલાવડ સ્થિત પોતાની ડો. સાવલીયા હોસ્પિટલ કાર્યરત રાખી પોતાના અને પોતાના પરિવારની ચિંતા કર્યા વગર એક મહિનો વિનામૂલ્યે જરુરીયાત મંદોની સારવાર કરી એક ખરા અર્થમાં માનવ સેવાની સુવાસ સાથે એક કોરોના વોરિયસની સાચી ભૂમિકા અદા કરી પ્રજાની સેવા કરી છે. જે એક ડો. સાવલીયા હોસ્પિટલની પ્રેરણાદાયક સરાહનીય ૧પ વર્ષના તબીબી સેવાના કાર્યકાળ દરમિયાન ફ્રી આઇ કેમ્પ, નેત્રમણી  આરોહણ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, સ્વચ્છતા અભિયાન, વ્યસન મુકિત, નેત્રદાન, દેહદાન, ગરીબ વિઘાર્થીઓને મદદ તેમ જ સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન સમુહ લગ્નોત્સવ, પરિવારોના સ્નેહ મિલન તદઉપરાંત સ્પોર્ટસને પ્રોત્સાહન આ પ્રકારના અનેક સમાજ સેવાના કાર્યો પ્રત્યે હર હંમેશ અગ્રેસર રહી તબીબી ક્ષેત્રે આગવું નામ ધરાવી ડો. સાવલીયા હોસ્પિટલનું નામ જામનગર જીલ્લા સહિત રાજકોટમાં પણ રોશન કર્યુ છે. તેમજ ગત વર્ષ જ માનવતા વાદી આંખના ડોકટર તરીકે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને શેહઝાન પદમશી દ્વારા ડો. અનુશથ સાવલીયાને ‘એમીનન્સ એવોર્ડ’ એનાયત કરી બીરદાવ્યા હતા. જે કાલાવડ તાલુકા સહિત જામનગર અને રાજકોટ જીલ્લાનું ગૌરવ વધારે ડો. સાવલીયા હોસ્૫િટલનું નામ ગુજરાતભરમાં રોશન કર્યુ છે. જેથી જે આરોગ્ય શિક્ષણ તેમજ સમાજ સેવાનો ત્રિવેણી સંગમ એટલે કે આંખના સર્જન ડો. અનુરથ સાવલીયા જેની ડો. સાવલીયા હોસ્પિટલનો પંદરમાં વર્ષમાં મંગલ પ્રવેશ થઇ રહ્યો છે. ત્યારે ડો. અનુરથ સાવલીયા સાહેબને સતત સેવાના માઘ્યમથી તબીબી વ્યવસાય કરુ હરહંમેશ લોકોની સેવા કરતા રહો તેમજ આપણી ડો. સાવલીયા હોસ્પિટલ સતત આવા સેવાના કાર્યો સાથે જોડાયેલી રહી ઉતરોતર શિખરો સર કરે તેવી શુભ કામનાઓ સાથે ઠેર ઠેરથી અભિંનદન મળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.