Abtak Media Google News

ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ નં.36 (મવડી) તૈયાર કરવા જમીન માલીકો સાથે કોર્પોરેશનની મીટીંગ: દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી અપાય

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મવડીનાં વિસ્તારો માટે મુસદારૂપ નગર રચના યોજના નં.36-મવડી તૈયાર કરવાનો ઈરાદો જાહેર કરવામાં આવ્યો છે. માવડીનાં સર્વે નંબરો આવરી લેતા વિસ્તારો માટે મુસદારૂપ નગર રચના યોજના નં.36-મવડી અધિનિયમની જોગવાઈ મુજબ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. યોજનાની બેઠક જમીનોની કામચલાઉ દરખાસ્તો ઘડીને અધિનિયમની જોગવાઈ હેઠળ જમીન માલીકોની યોજવામાં આવી હતી. આ યોજનાની દરખાસ્તો અંગે વિસ્તૃત સમજુતી આપવામાં આવેલ છે અને એક માસ માટે નાનામવા ચોક, 150 ફૂટ રીંગ રોડ ખાતે આવેલ મલ્ટી એક્ટીવીટી સેન્ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે કચેરીનાં સમય દરમ્યાન જાહેર જનતાને જોવા માટે રાખવામાં આવેલ છે.

આજની મીટિંગમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરા, ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા, સુરક્ષા અધિકારી આર.બી.ઝાલા, એ.ટી.પી. અજય વેગડ તથા અંબેશ દવે, અડી. આસી. એન્જી. પંકજ પીપળીયા, દિલીપ અગ્રાવત, હેડ સર્વેયર હિરેન ખમ્ભોડીયા સહીત ટી.પી.સ્કીમ વિસ્તારનાં જમીન માલિકો હાજર રહ્યા હતા.

મવડીનાં રેવન્યુ સર્વે નં. 194 પૈકી, 15 પૈકી, 16,370 પૈકી, 371 થી 387, 388 પૈકી, 389 પૈકી, 390 પૈકી, 397 પૈકી, 398 પૈકી, 399 થી 409, 410 પૈકી તથા 411 પૈકી યોજના અંગેના વાંધા સુચનો એક માસમાં લેખિતમાં રજુ કરવાનાં રહેશે, જેમાં ગુણવતાના ધોરણે યોગ્ય લાગે તેવા ફેરફારો વિચારણામાં લેવાશે.

ડ્રાફ્ટ ટીપી સ્કીમ નંબર-36 (મવડી)માં ઉત્તરે:- આખરી નગર રચના યોજના નં.27(મવડી)ની હદ તથા મવડી ગામના સર્વે નંબર, દક્ષિણે:- મુ.ન.ર.યો.નં.25(વાવડી)ની હદ તથા રૂડા વિસ્તારના પાળ ગામનો સીમાડો, પૂર્વે:- આખરી નગર રચના યોજના નં.15(વાવડી)ની હદ તથા મવડી ગામના સર્વે નંબર, પશ્ચિમે:- સૂચિત મુ.ન.ર.યો.નં.35(મવડી)ની હદ આવેલ છે. યોજનાનું કુલ ક્ષેત્રફળ 1535923 ચો.મી. એટલે કે 153.59  હેકટર જેટલું છે.

યોજના વિસ્તારમાં કુલ 39 સર્વે નંબર અને 109 મૂળખંડ આવેલ છે,

જેની સામે ખાનગી તથા સરકારી જમીનોને કુલ 170 અને મહાપાલિકાને અનામત જમીન તરીકે 79 મળીને 249 અંતિમખંડ બનાવવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા માટે એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ. માટે 15, રહેણાંક વેંચાણ માટે 13, વાણિજ્ય વેંચાણ માટે 09, સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે 14 તેમજ ગાર્ડન/ઓપન સ્પેસ/પાર્કિંગ હેતુ માટે 28 પ્લોટ્સ મળીને કુલ 79 અંતિમખંડોની 3,50,663 ચો.મી. જમીન અનામત રાખવામાં આવેલ છે. 282487 ચો.મી. જેટલાં 9 મી., 12 મી., 15 મી., 18 મી., 24 મી. ,30 મી.અને 45 મી. પહોળાઈનાં અલગ-અલગ ટી.પી. રોડ રાખવામાં આવેલ છે. સરકારી જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી 36.73 %, ખેતીની જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી 39.93%, બીનખેતીની જમીનમાં કપાતની સરેરાશ ટકાવારી 38.70%, સંપૂર્ણ યોજનામાં સરેરાશ કપાતની સરેરાશ ટકાવારી 39.11% છે.

નાનામવા સર્કલ સ્થિત મલ્ટી એક્ટીવીટી સેન્ટર ખાતે ત્રીજા માળે આવેલ ટી.પી.યુનિટની ઓફિસે જાહેર રજાનાં દિવસો સિવાયનાં દિવસોએ કચેરીનાં સમય દરમ્યાન જાહેર જનતાને જોવા માટે ખુલ્લી રાખવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.