મનની વાત લોકો સુધી પહોચાડવાનું શ્રેષ્ઠ માધ્યમ નાટક છે : લેખિકા – અર્પિતા ધગત

કોકોનેટ થિયેટર પ્રસ્તુત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી

‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબુક પેઇજ પર રોજ સાંજે 6 વાગે આ શ્રેણીનું લાઇવ પ્રસારણ માણો

કોકોનટ થીયેટર પ્રસ્તૃત ચાયવાય એન્ડ રંગમંચ ગુજરાતી તખ્તાને સંગ સીઝન – 3 માં ગઈકાલે  લેખિકા, પરફોર્મર અને પરફોર્મન્સ મેકર અર્પિતા ધગત પધાર્યા હતા. તેમના વિષય હતો ઇમ્પેસીવ થિયેટર જેમાં વાતની શરૂઆત કરતા પહેલા અમદાવાદમાં જ અસ્તિત્વ આર્ટ ફાઉન્ડેશન નામની પોતાની ટીમ સાથે નાટકો કરતા અર્પિતાજી એ જણાવ્યું કે આમ તો હું રંગમંચના ઘણા માધ્યમો સાથે સંકળાયેલી છું પણ બેઝીકલી હું એક કલાકાર છું.પોતાની ટીમ રાખવાનું કારણ જણાવતા અર્પીતાજી એ કહ્યું કે જ્યારે થીયેટરની વાત આવે છે ત્યારે પોતાની વાત રજુ કરવા અલગ અલગ માધ્યમનાં અલગ અલગ કલાકારોની જરૂર પડે છે.

વાતની શરૂઆતમાં એમણે લખેલી કવિતા સંભળાવી થોડું ઠંડુ, થોડું કોરું, થોડું સુવાળું અને થોડું અળવું, અને ઘણુબધું ઘૂઘવતું, થોડું સફેદ, થોડું ઊંડું, થોડું ત્રાંસુ,અને ઘણું બધું ધ્રુજતું, થોડું ખારું, થોડું તીણું, થોડું કપરું અને થોડું અંધારું અને સતત સરકી જતું આ બધાને પામવા માથે મારા એકાકી વિચારો, એકલતાની ઠંડીમાં ધ્રુજતા આ વિચારો, સતત આકારની રાહ જોતા આ વિચારો, સતત કોઈની અપેક્ષા રાખતા, પોતાના ઘુટવાડામાં મથામણમાં થાકી, આ વિચારો હોવાપણાનાં બોજને ક્યાંક સોપી દેવા મથતાં, આ એકલતાના ભોગ બનેલા વિચારો, જીજ્ઞાશાથી શાપિત આ વિચારોને હુંફ મળી શબ્દોની, શબ્દોના આશ્વાસનમાં આ વિચારો થોડું હસી લેતા, થોડું રડી લેતા.અને ઘણું બધું રમી લેતા.પોતાની અંદર, તેની આકારની અપક્ષા પૂર્ણ થઇ આ શબ્દોની દોસ્તીથી ક્યાય એકલા મુકે?

તેઓ સહજ થઇ ગયા એકબીજા સાથે ક્યારે કોણ રમે છે એ ભેદ પણ ભુસાઈ જાય આ દોસ્તીની સહજતા..આખી કવિતા લાંબી હતી પણ એના દરેક શબ્દો આપ કોકોનટ થીયેટરનાં ફેસબુક પેજ પર સાંભળી અને માની શકો છો. અર્પિતાજી એ આગળ વાતનો દોર શરુ કરતા કહ્યું બાળપણથી સપનું હતું કે મારે આર્ટીસ્ટ થવું છે. એન.એસ.ડી. માં ગયા બાદ પ્રશ્ન થયો કે કલાકાર થવું છે, પણ કહેશો શું ? ત્યાંથી મનોમંથન શરુ થયું કે મારી પાસે એવું શું છે જે હું લોકોને આપી શકું. અને મારી વાત પ્રેક્ષકો સુધી પહોચાડવા હું કયા માધ્યમ નો ઉપયોગ કરું ?  પોતાના મનની વાત પ્રેક્ષકો સામે મુકતા એમણે કરેલા બે નાટકોની વાત કરી અને સાથે સાથે ઇમ્પેસીવ થિયેટરની અનેક નાની નાની બાબતોની જાણકારી આપી જે નાટકના દરેક કલાકાર અને રંગભૂમિ પર આવવાની ઈચ્છા રાખતા દરેક કલાકારે જોવા અને સાભળવા જેવું છે.

અર્પીતાજીએ આ સેશનમાં માનવંતા દર્શક મિત્રોના સવાલના જવાબો પણ આપ્યા જે ખુબ જ માહિતી સભર હતા. જે આપ કોકોનટ મીડીયાના ફેસબુક પેજ પર જોઈ અને જાણી શકો છો. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો અર્પિતાજી નું આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે.

આજે કલાકાર હેમંત પારેખ લાઇવ આવશે

‘ચાય-વાય રંગમંચ’ ગુજરાતી તખ્તાને સંગ શ્રેણીમાં આજે સાંજે 6 વાગે નાટકની દુનિયાના જાણીતા કલાકાર હેમંત પારેખ લાઇવ આવશે. આજનો તેમનો વિષય એકટરની પર્સનાલીટી ડેવલપમેન્ટ છે. રંગભૂમિ સાથે વર્ષોથી કલાકાર તરીકે જોડાયેલા હોવાથી નાટકના અભિનય વિષયક પોતાના અનુભવો શેર કરશે. હેમંત પારેખને ગુજરાત રાજય નાટક પ્રતિયોગીતામાં શ્રેષ્ઠ કલાકારનું બહુમાન મળેલ છે.

છેલ્લા ત્રણ દાયકાથી તેઓ રંગમંચ દુનિયામાં કાર્યરત છે. તેમના ઘણા નાટકો તેમના અભિનય થકી સફળ થયા છે. હેમંત પારેખમાં અભિનય કલાની સાહજીકતા સાથે સંવાદો માં સુંદર  અવાજ હોવાથી પ્રેક્ષકોમાં તેઓ સારી ચાહના ધરાવે છે.