Abtak Media Google News
  • તારક મહેતા ફેઇમ ટપુ લીડ રોલમાં: ફિલ્મનું એન્થમ ગીત ૭ શ્રેષ્ઠ ગુજરાતી ગીતકારો દ્વારા ગવાયું છે: ડિરેકટર

  • ઋતુલ વિશલીંગ વુડસ ઇન્ટરનેશનલ સ્કુલના ભૂતપૂર્વ વિઘાર્થી: સ્ટાર કાસ્ટ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

તારક મહેતા ના ટપુ તરીકે પ્રખ્યાત ભવ્ય ગાંધી અને ખ્યાતનામ અભિનેત્રી જાનકી બોડીવાલાની આગામી ફિલ્મ ‘બહુ ના વિચાર’ના પ્રમોશન માટે ફિલ્મ સ્ટાર કાોસ્ટે ‘અબતક’ની મુલાકાત શુભેચ્છા મુલાકાત લીધી હતી. બોલીવુડમાં અને દરેક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આજકાજલ બાયોપિક અને ફિલ્મ બેઝડ ઓન ટુ ઇવેન્ટસ ઘણું ટેન્ડમાં છે પરંતુ આવનારી ગુજરાતી ફિલ્મ ‘બહુ ના વિચાર’ની ટેગલાઇન કંઇક અલગ જ છે. જેમાં લખ્યું છે ટુ ઇવેન્ટસ વીલ બી બેઝડ ઓન ધીસ ફિલ્મ એટલે કે સાચી ઘટનાઓ આ ફિલ્મ પર આધારીત હશે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ભવ્ય ગાંધી (તારક મહેતામાં ટપુ નો રોલ કરનાર) જાનકી બોડીવાલા દેવર્ષિ શાહ અને રાગી જાની છે.

Dreams, 'No Think Of Multi' For Youngsters Thinking About Completing Expectations' Gujarati Film 'Third Releases'
Dreams, ‘No Think of Multi’ for youngsters thinking about completing expectations’ Gujarati film ‘Third releases’

આ ફિલ્મની વાર્તા આજના યુથ પર આધારીત છે તેમના સ્વપ્નોઓ, અપેક્ષાઓ અને અનેક વસ્તુઓ આ ફિલ્મમાં સમાવી લેવામાં આવી છે. કોલેજ ના ગ્રેજયુએશન ના પાંચ દિવસ પહેલા વરુણ (ભવ્ય ગાંધી) સ્ટોક માર્કેટની બેટીંગમાં ૪૦ લાખ ‚પિયા જીતી જાય છે અને તે પોતાના ખુબજ પસંદીદા સ્ટાર્ટઅપ વિચાર માટે પોતાના બાળપણ ના મિત્રોને ભેગા કરે છે અને તેમને પોતાના બિઝનેસ પાર્ટનર બનાવે છે અને પાંચે મિત્રો ઉઘોગસાહસિક માટે ના નેશનલ લેવલ ના રિયાલીટી શો માં ભાગ લેવા માટે જાય છે અને તેમના જીવનમાં શું થાય છે અને કઇ રીતે તેઓ આગળ વધે છે તેવા તેમના જીવન ના અને સ્ટાર્ટઅપના અનેક પહેલુઓને આ ફિલ્મમાં સમાવી લેવામાં આવ્યો છે.

ફિલ્મના ડિરેકટર ઋતુલ વિશલીંગ વડસ ઇન્ટરનેશનલ ના ભૂતપૂર્વ વિઘાર્થી છે અને ઘણી બધી શોર્ટ ફિલ્મ્સ અને મ્યુઝીક વિડીયો બનાવ્યા છે અને સુરજ કુરાડે આ ફિલ્મ ના ડિરેકટર ઓફ ફોટોગ્રાફર છે જેમણે બોડીગાર્ડ, બરફી, ધ ગાઝી એટેક, એરલિફટ જેવી અનેક બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યુ છે. આ ફિલ્મનું એન્થમ ગીત બહુ ના વિચારએ ગુજરાતના સાત શ્રેષ્ઠ ગુજરાતી ગીતકારો જીગરદાન ગઢવી, આદિત્ય ગઢવી, કિર્તીદાન ગઢવી, સિઘ્ધાર્થ અમિત ભાવસાર ઐશ્ર્ચર્યા મઝુમદાર પાર્થ ઓઝા અને મિત્ર જૈન દ્વારા ગવાયું છે. બહુ ના વિચાર  ફિલ્મ ૩જી મે ના રોજ સમગ્ર ગુજરાતમાં રીલીઝ કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.