Abtak Media Google News

ચા ભારતીયો માટે જીવનના સાર જેવી છે. ઘરમાં કોઈ મહેમાન આવે, વરસાદ, હોય, ઠંડી હોય, થાક લાગ્યો હોય, માથું દુ:ખતું હોય કે પછી આળસ આવી રહી હોય, આ બધા માટે આપણને એક જ વિકલ્પ સમજમાં આવે છે અને તે છે ચા. પરંતુ ચાની બાબતમાં એક ભૂલ આપણામાંથી મોટાભાગના લગભગ રોજ કરે છે.

ઠંડી ચા ગરમ કરીને પીવી એટલે રોગોને આમંત્રણ આપવુ!!!

આ ભૂલ છે- એક વખત વધારે ચા બનાવી દેવાની અને પછી તેને ગરમ કરીને પીધે રાખવાની. પણ, શું તમને ખબર છે આવું કરવાથી શરીરને ઘણું જ નુકસાન થાય છે? ચાલો જાણીએ ઠંડી થઈ ગયેલી ચાને ગરમ કરી શા માટે ફરી ન પીવી જોઈએ? ચાને બનાવ્યા પછી મૂકી રાખી હોય અને તેને ફરી ગરમ કરીને પીવાથી સૌથી મોટું નુકસાન એ છે કે, તેનાથી ચાનો સ્વાદ અને સુગંધ ગાયબ થઈ જાય છે. એટલું જ નહીં. ચાને ફરીથી ગરમ કરવાથી તેમાં રહેલા પોષક તત્વો પણ રહેતા નથી.

જ્યારે પણ તમે ઠંડી ચાને ફરીથી ગરમ કરીને પીવો છો ત્યારે તેમાં રહેલા બધા તત્વો નાશ પામે છે. આવી ચા પીવાથી ઝાડા, ઉલટી, પેટમાં દુખાવો, પાચનમાં સમસ્યા વગેરે જેવી સમસ્યા થઈ શકે છે. એટલા માટે ઠંડી થઈ ગયેલી ચાને ફરીથી ગરમ કરીને ન પીવી જોઈએ.

જો તમે ચાને લાંબા સમય સુધી એટલે કે લગભગ ૪ કલાક સુધઈ છોડી દો છો, તો આ દરમિયાન ચામાં ઘણા બેક્ટેરિયા અને જીવાણું પ્રવેશ કરી જાય છે. એવામાં જો તમે ચાને ફરી ગરમ કરો છો તો તેનાથી સ્વાદ તો બદલાઈ જ જાય છે, તે ઉપરાંત ચાની અંદર રહેલા બધા ફાયદાકારક પોષકતત્વો પણ બહાર નીકળી જાય છે. મોટાભાગના ભારતીયો દૂધવાળી ચા પીવે છે. તેમાં જલદી માઈક્રોબ્સ પેદા થવાનો ખતરો રહે છે. તે ઉપરાંત જો તમે હર્બલ ટી ગરમ કરીને પીવો છો તો તેમાં રહેલા બધા ગુણ પણ બહાર નીકળી જાય છે. એટલે ચાને વધારે સમય સુધી રાખી ન મૂકો અને ફરી ગરમ કરી ન પીવો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.