ઇલેક્ટ્રિક વ્હીકલની ભારેખમ સબસીડી ઉપર DRIનો ડહોળો !!

ઇલેક્ટ્રિક વ્હીકલમાં આપવામાં આવતી સબસીડીમાં કૌભાંડની બદબુ આવતા તપાસનો ધમધમાટ

સ્થાનિક ઉત્પાદન અને બિન-પ્રદૂષિત વાહનોના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટેની સ્કીમ હેઠળ ખોટી રીતે દાવો કરી સબસીડી મેળવી લેવાના અહેવાલને પગલે સરકારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકો દ્વારા પાર્ટ્સના આયાતની તપાસ શરૂ કરી છે.

આ અંગે વાકેફ અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્ર ખોટી રીતે દાવો કરાયેલી સબસિડીની વસૂલાત માટે કાયદાકીય વિકલ્પોની પણ તપાસ કરી રહ્યું છે.

એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, “ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ)એ ભારે ઉદ્યોગ મંત્રાલયને ‘ફેમ’ યોજનાના અમલીકરણ સાથેના મુદ્દાઓને આગળ ધપાવ્યા છે. ઉત્પાદકો દ્વારા આયાત કરવામાં આવી રહેલા પાર્ટ્સની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસમાં આયાતને આવરી લેવામાં આવી છે.  ઇલેક્ટ્રિક વાહનના ઘટકો અને સંભવિત કસ્ટમ ડ્યુટી ચોરીના પણ અહેવાલ મળ્યા છે. જો કે, ઇવી નિર્માતાઓએ આ આરોપને નકારી કાઢ્યો છે.

ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યુફેક્ચરિંગ ઓફ હાઈબ્રીડ એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલસ ઇન ઇન્ડિયા(ફેમ ઇન્ડિયા) સ્કીમ રૂ. ૧૦ હજાર કરોડનું બજેટ ધરાવે છે. પ્રદુષણમુક્ત ઇલેક્ટ્રિક વ્હીકલના વધુમાં વધુ ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે સરકાર કટિબદ્ધ છે. ત્યારે ડોમેસ્ટિક પાર્ટ્સને પ્રોત્સાહન આપવા માટે સરકાર ઉત્પાદકોને સબસીડી આપે છે. જેના લીધે ઇવી ઉત્પાદકો સ્થાનિક રીતે ઉત્પાદિત વાહનોની કિંમત પર ૪૦% સુધીનું ડિસ્કાઉન્ટ ઑફર કરી શકે છે અને સબસિડી તરીકે તેનો દાવો કરી શકે છે. સરકાર  આનાથી કંપનીઓ ઇવીને સસ્તું બનાવી શકે છે અને વેચાણમાં વધારો કરે છે.આ યોજના હેઠળ ૬૪ જેટલા ઇવી ઉત્પાદકો નોંધાયેલા છે.

વર્ષ ૨૦૨૨ માં મંત્રાલયને ફરિયાદો મળી હતી કે કેટલાક ઇવી ઉત્પાદકો ખોટી રીતે સબસિડીનો દાવો કરી રહ્યાં છે કારણ કે તેઓ સ્થાનિક રીતે ઉત્પાદિત ઉપકરણોને બદલે આયાતી સાધનોનો ઉપયોગ કરી રહ્યાં છે.

મંત્રાલયે ત્યારબાદ જ્યાં સુધી આ મામલાની તપાસ ન થાય ત્યાં સુધી ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકોને સબસિડીનું વિતરણ બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે ફેમ યોજના હેઠળ જરૂરી સ્થાનિકીકરણની ડિગ્રીનું પાલન કર્યા વિના આ ઉત્પાદકો દ્વારા ઉપયોગમાં લેવાતી સબસિડીની માત્રાને સુનિશ્ચિત કરવાની કવાયત શરૂ કરી દીધી છે. મંત્રાલય આ મુદ્દાને જોવા માટે કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે ઔપચારિક ફરિયાદ નોંધાવી શકે છે, તેવું અધિકારીએ અગાઉ જણાવ્યું હતું.

ધ સોસાયટી ઓફ મેન્યુફેક્ચરર્સ ઓફ ઇલેક્ટ્રિક વ્હીકલ (એસએમઇવી)એ એક નિવેદન બહાર પાડ્યું હતું કે, માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ઉદ્યોગ મંત્રાલય અને ઇવી કંપનીઓ વચ્ચેના સંઘર્ષનો મુદ્દો છે.

૨૦૧૫ માં ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહન તકનીકના ઉત્પાદન અને ટકાઉ વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે ફેમનો પ્રથમ તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો. ફેમ-૧ શરૂઆતમાં ૧ એપ્રિલ, ૨૦૧૫ થી બે વર્ષ માટે શરૂ કરવામાં આવ્યું હતું અને પછી ૩૧ માર્ચ, ૨૦૧૯ સુધી લંબાવવામાં આવ્યું હતું.

પ્રોગ્રામનો બીજો તબક્કો એટલે કે ફેમ-૨ ૧ એપ્રિલ, ૨૦૧૯ થી પાંચ વર્ષ માટે લાગુ કરવામાં આવી રહ્યો છે.

સત્તાવાર માહિતી અનુસાર ફેમ યોજના હેઠળ ઇવીના વેચાણમાં વર્ષોથી નોંધપાત્ર વધારો થયો છે. વર્તમાન નાણાકીય વર્ષમાં ૯ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી દેશમાં ફેમ-૨ હેઠળ ૪.૪૩ લાખ ઇવીનું વેચાણ થયું હતું. એકંદરે, આ યોજના હેઠળ લગભગ ૭.૪૭ વાહનોનું વેચાણ કરવામાં આવ્યું છે.