Abtak Media Google News

દિવસેને દિવસે ઈ-સિગારેટનો ઉપયોગ ગુજરાતમાં વધતો જાય છે ત્યારે DRIની કાર્યવાહીમાં વિદેશી સિગારેટનો મોટો જથ્થો મળી આવ્યો હતો. એક તરફ ચૂંટણી તો બીજી તરફ નશાકારક પદાર્થને પકડી પડવો એ પોલીસ માટે પડકારરૂપ છે ત્યારે અલગ-અલગ ૨ ઓપરેશન દ્વારા વિદેશી સિગારેટ અને ઈ-સિગારેટનો જથ્થો પકડી પાડ્યો હતો.

Whatsapp Image 2022 12 03 At 10.26.24 Am

મળતી માહિતી મુજબ આ ઘટના સુરતની છે જ્યાં મ્યાનમારની બોર્ડમાંથી સ્મગલિંગ કરીને માલ સુરત લાવતો હતો. DRIએ સુરતમાં જુદાજુદા બે ઓપરેશન કરીને કુલ ૯૧ લાખનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. પોલીસે તપાસમાં માર્લબોરો, ડનહિલ, એસ્સે લાઇટ્સ, એસ્સે બ્લેક, એસ્સે ગોલ્ડ, ડીજારમ બ્લેક, ગુડાંગ ગરમ, વિન વગેરે નામની વિવિધ બ્રાન્ડની વિદેશી મૂળની સિગારેટની કુલ 3,60,800 સ્ટીક્સ મળી આવી હતી.

સુરતમાં DRIની ટીમ દ્વારા ચોકલેટની દુકાનના માલિકના ઘર તેમજ તેના ગોડાઉનમાંથી કુલ 3,60,800 રૂપિયાનો વિદેશી ઈ-સિગારેટની મળી આવી હતી. ઉપરાંત બીજી 198 ઈ-સિગારેટનો જથ્થો કે જેની કિંમત આશરે 75 લાખ રૂપિયા હોય તેને જથ્થો પણ ડીઆરઆઈને મળી આવ્યો છે. અધિકારીઓએ સુરત રેલ્વે સ્ટેશન પર સુરત તરફ નિર્ધારિત રેલ્વે પાર્સલને અટકાવ્યું હતું જેમાંથી 80000 જેટલી ઈ-સિગારેટનો જથ્થો મળી આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.