દેશની પટરી પર દોડશે ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન: વડાપ્રધાનમોદીએ કરાવ્યો પ્રારંભ

આવતા 5 વર્ષમાં 25 શહેરોમાં મેટ્રો દોડાવાવાનું સરકારનું લક્ષ્ય- મોદી

ભારત દેશ સ્માર્ટ સિસ્ટમ તરફ ઝડપથી આગળ વધી રહ્યો છે. સ્માર્ટ ભારત માટે દિલ્હીમાં ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. આ મેટ્રો ટ્રેનને ૨૮ ડીસેમ્બર સોમવારે ૧૧ વાગ્યે પીએમ મોદી દ્વારા લીલી ઝંડી બતાવવામાં આવી છે.નરેન્દ્રમોદીએ વીડિયો કોન્ફરન્સિંગનાં માધ્યમથી દિલ્હી મેટ્રોની મજેન્ટા લાઇન પર ભારતની પ્રથમ ડ્રાઇવર લેસ સેવા શરૂ કરવામાં આવી છે.

આ કાર્યક્રમનું સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું કે,” મને લગભગ ૩ વર્ષ પહેલાં મજેન્ટા લાઈનનું ઉદ્દઘાટન કરવાનું સૌભાગ્ય મળ્યું હતું. આજે ફરી એક વખત આ રૂટ પર મને દેશની પ્રથમ ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેનનું ઉદ્દઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે.”વર્ષ ૨૦૧૪ માં માત્ર ૫ શહેરોમાં જ મેટ્રો રેલ સેવા ચાલુ હતી.હવે, ૧૮ શહેરોમાં મેટ્રોની રેલ સેવા ઉપલબ્ધ છે.આ મેટ્રો રેલવેની પ્રગતિ દર્શાવે છે કે ભારત કેટલી ઝડપથી સ્માર્ટ સિસ્ટમ તરફ આગળ વધી રહ્યું છે. અમારા દ્વારા વર્ષ ૨૦૨૫ સુધીમાં ૨૫ વધુ શહેરોમાં આ સેવા વધુ વિસ્તાર પામશે.

૩૭ કિલોમીટર લાંબા રૂટ પર ચાલશે આ મેટ્રો ટ્રેન :

દિલ્હી મેટ્રોની પહેલી ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન ૩૭ કિલોમીટર લાંબા રૂટ પર ચાલશે. ત્યારબાદ આવતા વર્ષેનાં મધ્યમાં મજલિસ પાર્ક અને શિવવિહાર વચ્ચે ૫૭ કિલોમીટર લાંબી પિંક લાઇન પર ડ્રાઇવરલેસ મેટ્રો ટ્રેન ચલાવવાની યોજના છે.

આ કાર્યક્રમમાં ભવિષ્યની શરૂ થનારી સેવાની જાણકારી આપી

આ કાર્યક્રમમાં ભવિષ્યની જાણકારી આપતા પીએમ મોદીએ કહ્યું છે કે ,’ આ મેટ્રો સેવા દિલ્હીથી મેરઠ સુધી શરૂ કરવામાં આવશે.દિલ્હી મેરઠમાં આરઆરટીએસ શાનદાર મોડેલ દિલ્હી અને મેરઠ વચ્ચેનું અંતર એક કલાક કરતાં પણ ઓછું કરશે.

કેવી રીતે થશે મેટ્રોનું સંચાલન:

મેટ્રો બિલ્ડિંગ સેન્ટ્રલ કન્ટ્રોલ રૂમમાંથી આદેશો આપી ટ્રેનનું સંચાલન કરવામાં આવશે.

મેટ્રોથી આવકમાં વધારો થશે:

મેટ્રો ટ્રેન શરૂ થવાથી આવકમાં વધારો થશે અને મુસાફરોને ટ્રેનમાં ભીડ પણ ઓછી મળશે.