૩૧ માર્ચ સુધી ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનોને કાગળો વિના ‘ચલાવી’ લેવામાં આવશે !!

વાહન વ્યવહાર કચેરીઓમાં સોશિયલ ડિસ્ટન્સને ધ્યાને રાખીને કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે લીધો નિર્ણય

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે રવિવારે ડ્રાઇવિંગ લાઇસન્સ અને વાહન સંબંધિત અન્ય દસ્તાવેજો જેવા કે આર.સી. બુક, પરમિટ અને ફિટનેસ સર્ટિફિકેટની માન્યતા ૩૧ માર્ચ સુધી વધારી દીધી છે. આ નિર્ણય તેવા તમામ કાગળો માટે અમલી રહેશે જેની વેલીડિટી લોક ડાઉન અથવા કોરોના કાળમાં સમાપ્ત થઈ હોય અને તમામ કચેરીઓ બંધ હોવાથી અરજદારો કાગળો રીન્યુ કરી શક્યા ન હોય.   ફેબ્રુઆરી ૨૦૨૦થી માંડી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં માન્યતા સમાપ્ત થનારા તમામ કાગળો માટે આ નિર્ણય અમલી રહેશે. રાજ્યોને સલાહ આપતા કેન્દ્રીય મંત્રાલયે કહ્યું છે કે, આ પ્રકારના દસ્તાવેજો ૩૧ માર્ચ ૨૦૨૨ સુધી માન્ય ગણવામાં  આવે. મંત્રાલયે કહ્યું કે આનાથી નાગરિકોને સામાજિક અંતર જાળવવા પરિવહન સંબંધિત સેવાઓનો લાભ લેવામાં મદદ મળશે. ઉલ્લેખનીય બાબત છે કે, કોરોના કાળમાં સંક્રમણને વધતા અટકવવા કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી લોક ડાઉન અમલી બનવવામાં આવ્યું હતું. જેના પરિણામે દેશભરની સરકારી કચેરીઓ તેમજ ઉદ્યોગ – ધંધા પણ બંધ રહ્યા હતા. લોકડાઉનમાંથી તબક્કાવાર તમામ ઉદ્યોગ ધંધાઓને અનલોકસ્વરૂપે છૂટછાટ આપવામાં આવી હતી. સરકારી કચેરીઓમાં સોશ્યલ ડિસ્ટન્સ જોખમહ નહીં તેને ધ્યાને રાખીને લોકોને આગોતરા આયોજન કરી મર્યાદિત સંખ્યામાં જ બોલાવવામાં આવી રહ્યા છે ત્યારે જે અરજદારોના વાહન સંબંધિત કાગળોની માન્યતા ફેબ્રુઆરી ૨૦૨૦થી માંડી ૩૧ માર્ચ ૨૦૨૧ સુધીમાં સમાપ્ત થઈ રહી છે તે તમામ કાગળોની માન્યતાના સમય મર્યાદામાં કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રાલયે વધારો કર્યો છે.  આ બાબતે અગાઉ કોમર્શિયલ વાહનો સાથે સંકળાયેલા ધંધાર્થીઓએ સરકારને રજુઆત કરતા કહ્યું હતું કે, અમારા વાહનોની પરમીટ સહિતના કાગળો દર વર્ષે રીન્યુ કરવા પડતા હોય છે. હેલ્થ પરમીટ પણ રીન્યુ કરાવવું પડતું હોય છે પણ આ વર્ષે ફેબ્રુઆરી માસથી માંડી હાલ સુધી વાહનોનો મર્યાદિત ઉપયોગ જ થઈ શક્યો છે. આ વર્ષે કોઈ ખાસ આવક પણ નોંધાઇ નથી જેથી અમને આ વર્ષે રીન્યુની પ્રક્રિયામાંથી છૂટછાટ આપવામાં આવે જે બાદ કેન્દ્ર સરકારે આ રાહત આપી છે. રાજ્યના પરિવહન વિભાગના સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વર્ષ ૨૦૧૯ના ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસમાં થોકબંધ અરજદારોએ શિખાઉં લાયસન્સ મેળવ્યા હતા. શિખાઉં લાયસન્સ મેલવ્યના ૬ માસ સુધીમાં અરજદારે પાકું લાયસન્સ નેલવી લેવાનું હોય છે પરંતુ રંગમાં લોકડાઉનનો ભંગ આવતા મોટા ભાગના અરજદારો ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શક્યા ન હતા. કોરોના સંક્રમણ હળવું થતા હવે આ પ્રકારના અરજદારો પ્રાયોગિક પરીક્ષણો માટેની માંગણી કરી રહ્યા છે  પરંતુ અમે તેમને પરીક્ષણ માટેનો સમય ફાળવવામાં અસમર્થ છીએ. આ કેટલાક વ્યવહારિક મુદ્દા છે, જેને સરકારે ધ્યાનમાં લેવું જ જોઇએ. ત્યારે વધુ કોઈ નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા આ બાબતે કરવામાં આવે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે.